લો બોલો આવું પણ થાય હોં…પતિ-પત્ની હાથકડી બાંધીને 123 દિવસ સાથે રહ્યાં અને પછી પત્નીને વાંધો પડ્યો કે મને ‘I Miss U’ ના કહ્યું!

પોતાના પ્રેમની પરીક્ષા આપવા માટે 123 દિવસ સુધી હાથકડી બાંધી એકબીજાની સાથે રહેનાર યૂક્રેનનું કપલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આમ થવાનું કારણ એવું છે કે દિવસ રાત દરેક સેકન્ડે એકબીજાની સાથે રહ્યા છતા જ્યારે 123 દિવસ પછી હાથકડી ખુલી ત્યારે યુવતીને ફરિયાદ રહી ગઈ કે તેણે મિસ યુ એકવાર પણ કહ્યું નહીં…

image source

આ કપલે પોતાના પ્રેમને બચાવવા માટે એકબીજા સાથે હાથકડીમાં બંધાવાનું નક્કી કર્યું હતું. પરંતુ આમ કરવા છતા તેમનો પ્રેમ 123 દિવસ જ ચાલ્યો. હવે આ કપલ અલગ અલગ રસ્તે આગળ વધી ચુક્યું છે.

image source

આ ચેલેન્જ એલેક્ઝેંડર અને વિક્ટોરિયાએ વેલેન્ટાઈન ડેના દિવસે સ્વીકારી હતી. યૂક્રેનની રાજધાની કીવમાં યૂનિટી મૂર્તિ સામે આ બંનેને એકબીજા સાથે બાંધવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ 123 દિવસ સુધી એકબીજાની સાથે રહ્યા. આ સમય દરમિયાન દુકાન જવું હોય કે બાથરુમ બંનેને સાથે જ રહેવું પડતું હતું. આ દિવસોના અનુભવ વિશે વિક્ટોરિયાએ કહ્યા અનુસાર તેમણે આ દિવસો દરમિયાન પ્રાઈવસીને મિસ કરી. તેનું કહેવું છે કે તેમણે જે કર્યું તે દુનિયાના કોઈ કપલે કરવું જોઈએ નહીં.

વિક્ટોરિયાને 123 દિવસ આટલા નજીક રહ્યા પછી પણ ફરિયાદ હતી કે તેના બોયફ્રેન્ડે તેનું એટલું ધ્યાન ન રાખ્યું જેટલું રાખવું જોઈએ. આ સાથે જ તેને એવી ફરિયાદ પણ હતી કે તેણે એકવાર પણ મિસ યુ શબ્દ કહ્યો નહીં જ્યારે તેને આ વાત સાંભળવી હતી.

આ અનુભવને લઈ એલેક્ઝેંડરને કોઈ પસ્તાવો નથી. તેના મતે આ અનુભવથી તેને એક રીતે વિચારવાની તક મળી. તેણે કહ્યું કે તે એક જેવું વિચારતા નથી. તે બંને એકબીજાથી સાવ અલગ છે તે વાત તેને આ 123 દિવસ દરમિયાન સમજમાં આવી ગઈ.

જો કે પ્રેમમાં ડુબેલા આ કપલને વિશ્વાસ હતો કે તેઓ એકબીજા સાથે આ ચેલેન્જમાં રહ્યા બાદ પણ સાથે રહી શકશે. પરંતુ તેમ થઈ શક્યું નહીં અને હવે તેઓ એકબીજાથી અલગ થઈ ગયા. જો કે હવે આ કપલ તેની હાથકડીને નિલામ કરવા ઈચ્છે છે. તેમાંથી જે પૈસા મળશે તેને દાન કરશે.

આ કપલ અલગ થયા બાદ પણ રેકોર્ડ બનાવી ચુક્યું છે. દુનિયામાં હાથકડીમાં બંધાઈ અને આટલા દિવસ સાથે રહેનાર આ પહેલું કપલ બન્યું છે. આ કપલ ઈંસ્ટાગ્રામ પર પણ ફેમસ થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong