કોરોનાની ત્રીજી લહેરને રોકવી અસંભવ, માત્ર આટલા જ સમયની છે વાર, જાણો આ વિશે શું કહ્યું એઈમ્સ પ્રમુખે

એઈમ્સ પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યું કે દેશમાં આવનારા 6-8 અઠવાડિયામાં કોરોના મહામારીની ત્રીજી લહેર દસ્તક દઈ શકે છે. તેને રોકવી અસંભવ છે. સાથે કહ્યું કે દેશની મુખ્ય ચેલેન્ડ એક મોટી આબાદીનું વેક્સિનેશન કરીને લોકોને કવર કરવાનું છે. આ સાથે કોવિશિલ્ડ વેક્સિનના ગેપને લઈને વધારવું ખોટું નથી કેમકે તેનાથી વધારે લોકોને બચાવી શકાય છે.

image source

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અમે અનલોક કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ ફરીથી કોરોના પ્રોટોકોલની ખામી જોવા મળી રહી છે. પહેલી અને બીજી લહેરની વચ્ચે જે થયું તેનાથી અમે શીખ્યા નથી. ફરીથી ભીડ વધી રહી છે અને લોકો ભેગા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે કોરોનાના કેસની સંખ્યા વધવામાં સમય લાગશે પણ આ આવનારા 6થી 8 અઠવાડિયાની વચ્ચે થઈ શકે છે. તેમાં થોડો લાંબો સમય થઈ શકે છે.

દેશની લગભગ 5 ટકા આબાદીને જ મળ્યા છે કોરોના વેક્સિનના બંને ડોઝ

image source

એઈમ્સ પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ બધું એ વાત પર આધાર રાખે છે કે આપણે કોરોના પ્રોટોકોલ અને ભીડને રોકવાના કેસમાં કેવી રીતે આગળ વધીએ છીએ. દેશની લગભગ 5 કરોડની આબાદીને હજુ સુધી બંને ડોઝ અપાયા છે. સરકારનું લક્ષ્ય આ વર્ષના અંતમાં 130 કરોડથી વધારે લોકોને 1-8 કરોડ લોકોને વેક્સિનેશન આપવાનું છે અને આ એક મોટી ચેલેન્જ પણ છે.

કોરોના પ્રોટોકોલની સાથે કડક દેખરેખની આવશ્યકતા

image source

તેઓએ કહ્યું કે એક નવી લહેરમાં સામાન્ય રીતે 3 મહિના લાગી શકે છે. અલગ અલગ ફેક્ટર્સના આધારે તેમાં વધારે સમય લાગી શકે છે. સાથે જ કોરોના પ્રોટોકોલ સિવાય આપણે કડક દેખરેખની વ્યવસ્થા કરવાની જરૂર છે. ગઈ વખતે આપણે એક નવો વેરિઅન્ટ જોયો હતો જે બહારથી આવ્યો અને અહીં વિકસિત થયો હતો.

image source

તો હવેથી તમે પણ બીજી લહેરના ધીમી પડવાને આરામથી ન લેશો અને કોરોનાના નિયમોનું પાલન કરીને ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરી લો તે ખાસ જરૂરી છે. આ લહેરમાં બાળકોના સંક્રમિત થવાનો ખતરો વધારે રહેતો હોવાથી તેમને સચેત કરવા જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong