લિક્વિડ સુગર સ્વાસ્થ્ય માટે છે ખરાબ, જાણો શું છે તે

જો આપ પણ છો લિક્વિડ સુગરના શોખીન તો આજથી જ ઓછી કરી દો. આપના સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે લિક્વિડ સુગર.

image source

આપણે બધા જાણીએ છીએ કે સુગર આપણા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે. દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે કે તે સુગરનું ઓછામાં ઓછું સેવન કરે પરંતુ પોતાની ઇચ્છાને રોકવી દરેક વ્યક્તિના બસની વાત નથી હોતી. સુગર ખાસ કરીને એ લોકો માટે એક ઝેરની જેમ હોય છે જે લોકો ડાયાબિટીસ જેવી બીમારીથી પીડિત હોય છે.

image source

જેટલી સુગર આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે એટલી જ લિક્વીડ સુગર પણ આપણા માટે ખતરનાક હોય છે. લિક્વીડ સુગર પણ આપણા શરીરને બિમારિયોના ખતરા તરફ ધકેલવાનું જ કામ કરે છે. જેના કારણથી આપને ડાયાબિટીસના શિકાર થઈ જઈએ છીએ. શોધમાં મળી આવ્યું છે કે લિક્વીડ સુગર પણ આપણા માટે ખૂબ ખતરનાક હોય છે. આ જ કારણ છે કે એનર્જી કોલ્ડડ્રિંક્સ જેવી વસ્તુઓ આપણા શરીરને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.

લિક્વીડ સુગર શું હોય છે?

image source

આપ લિક્વિડ સૂગરને ખૂબ જ સામાન્ય શબ્દોમાં સમજી શકશો. લિક્વિડ સુગર એ સુગર હોય છે જેનો આપ લિક્વિડ એટલે કે તરલ પદાર્થના રૂપમાં સેવન કરો છે તેને લિક્વિડ સુગર કહે છે. લિક્વીડના રૂપમાં હાજર સુગરને આપણે મોટાભાગે વધારે પ્રમાણમાં સેવન કરી લઈએ છીએ. બજારમાં આપને એવા કેટલાક લિક્વિડ સુગરની વસ્તુઓ મળી જશે.

અહિયાં અમે આપને કેટલાક એવા પદાર્થો વિષે જણાવીશું અને લિક્વિડ સુગરની કેટલી માત્રા હોય છે.

image source

-સોડા: સોડામાં લગભગ ૧૫૧ કેલરી અને ૩૯ ગ્રામ સુગર.

-મીઠી આઇસ્ડ ટી: ૧૪૪ ગ્રામ કેલરી અને ૩૫ ગ્રામ સુગર.

-સુગર વગરનું સંતરાનું જ્યુસ: સંતરાના જ્યૂસમાં ૧૭૫ કેલરી અને ૩૩ ગ્રામ સુગર.

image source

-સુગર વગરનું દ્રાક્ષનું જ્યુસ: દ્રાક્ષના જ્યુસ જેમાં સુગર હોતી નથી, તેમાં ૨૨૮ કેલરી અને ૫૪ ગ્રામ સુગર છે.

-લીંબુપાણી: ૧૪૯ કેલરી અને ૩૭ ગ્રામ સુગર.

લિક્વિડ સુગર કેવીરીતે અલગ છે?

image source

લિક્વિડ સુગરની સાથે એક મોટી સમસ્યા આ છે કે આપનું દિમાગ તેને એ રીતે રજીસ્ટર નથી કરતું, જેવી કે એક સોલીડ ભોજનથી કેલરી થાય છે.

image source

એક અધ્યયનમાં જોવા મળ્યું કે પીવાથી મળવાવાળી કેલરી આપણા શરીરને ઓછી લાગે છે ખાવાથી મળવાવાળી કેલરીની તુલનામાં. એક અધ્યયન મુજબ, જે લોકોએ જેલીબિનના રૂપમાં ૪૫૦ કેલરી ખાધી, તે પછી ઓછું ખાધું હોય તેવું લાગ્યું. ત્યાંજ જ્યાં લોકોને પીવાના માધ્યમથી ૪૫૦ કેલરીનું સેવન કર્યું તો તેમને પછી પણ વધારે ખાવાની ઈચ્છા થઈ. એટલા માટે લિક્વિડ અને સોલીડના રૂપમાં સુગર આપણી ભૂખને ખૂબ અસર કરે છે.

image source

અન્ય એક અધ્યયનમાં લોકોને છ અલગ અલગ દિવસોમાં આખું સફરજન કે સફરજનના રસનું સેવન કર્યું. ભોજન કે નાસ્તાના રૂપમાં સેવન કરવાથી સફરજનના રસથી ઓછામાં ઓછી ભૂખ દૂર થઈ, જ્યારે આખું ફળ ખાવાથી સૌથી વધારે ભૂખ દૂર કરવાનું કામ કર્યું.

image source

શોધ મુજબ, જ્યારે આપણે સુગરને કોઈ સોલીડ રૂપમાં લઈએ છે તો તે આપણી ભૂખને ઓછી કરે છે. પરંતુ ત્યાંજ જ્યારે આપણે સુગરને કોઈ લિક્વિડ રૂપમાં લઈએ છીએ તો એનાથી આપણી ભૂખ ખૂબ જ ઓછા પ્રમાણમાં દૂર થાય છે જેના કારણે આપણને વધારેથી વધારે સેવન કરવાની ઈચ્છા જાહેર કરીએ છીએ. આ જ કારણ છે કે લિક્વિડ સુગર આપણા સ્વાસ્થ્ય પર વધારે ખતરનાક રીતથી નુકસાન પહોંચાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ