લીંબુના છોતરાથી આ રીતે કરો માઇક્રોવેવને સાફ, જાણી બીજા ગજબના ફાયદાઓ પણ

લીંબુના રસ (Lemon Juice)માં કેટલાક એવા પોષકતત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ભોજન સિવાય લીંબુનો ઉપયોગ ત્વચા (Skin) અને વાળ (Hairs)ની સાર- સંભાળ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, લીંબુના રસ સિવાય એના છોતરા (Lemon Peel) પણ ખુબ જ ઉપયોગી હોય છે. બેસ્ટ ક્લીનર હોવાની સાથે સાથે લીંબુના છોતરાને દુર્ગંધ દુર કરવા અન્ય વસ્તુઓ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે જો આપ લીંબુના છોતરાને ફેકી દો છો તો એવું બિલકુલ પણ કરવું જોઈએ નહી, કેમ કે, લીંબુના છોતરા ખુબ જ કામના છે.

image source

ચાલો આપને જણાવીએ કે, લીંબુના છોતરાનો ઉપયોગ ક્યાં ક્યાં કામોમાં કરવામાં આવી શકે છે. કેટલાક લોકો એને સ્ટોર કરીને રાખે છે જેથી જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરી શકાય. સ્કીન લાઈટનર લીંબુ એક નેચરલ સ્કીન લાઈટનર છે કેમ કે, એમાં રહેલ સાઇટ્રિક એસીડ હોય છે જે એક બ્લીચીંગ એજન્ટનું કામ કરે છે. બ્યુટી રૂટીનમાં લીંબુનો રસ મોટાભાગે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એના છોતરાને ફેંકવાને બદલે આપ તેને સ્કીન લાઈટનર તરીકે ઉપયોગ કરી શકો છો. આપ ઈચ્છો છો તો આપ પોતાની કોણી અને એડીની સ્કીનને સાફ કરી શકો છો. આ પોર્સને ટાઈટ કરવાનું કામ કરે છે.

કીડીઓને ભગાવો:

image source

કિચનમાં આવતી કીડીઓથી જો આપ હેરાન થઈ ગયા છો તો લીંબુના છોતરાનો ઉપયોગ કરી શકો છો. એના માટે આપે લીંબુના છોતરાને બારી, દરવાજા અને અન્ય જગ્યાઓ પર જ્યાંથી લ્કીડીઓ આવે છે તે જગ્યાઓ પર લીંબુના છોતરાને રાખી દો. લીંબુના છોતરાનો ઉપયોગ કરવાથી કીડીઓ કિચનમાં આવશે નહી.

માઈક્રોવેવ સાફ કરો.:

image source

માઈક્રોવેવને સાફ કરવા માટે માઈક્રોવેવ સેફ બાઉલને અડધા સુધી પાણીથી ભરી દો અને તેમાં લીંબુના છોતરાને ભેળવીને માઈક્રોવેવમાં મૂકી દેવું. ત્યાર બાદ આ બાઉલને ૫ સુધી માઈક્રોવેવમાં પાણી ઉકળીને ગરમ થવા લાગે ત્યાં સુધી રહેવા દેવું. પાણી ઉકળવા દરમિયાન પાણીની વરાળ નીકળશે. થોડાક સમય પછી ગરમ પાણીના બાઉલને બહાર કાઢી લો અને એક સાફ કપડાની મદદથી માઈક્રોવેવને સાફ કરી લો. આમ કરવાથી ગંદગી અને દુર્ગંધ બંને ગાયબ થઈ જશે.

સ્ટીલને પોલીશ કરો.:

image source

તાંબા, પિત્તળ અને સ્ટીલના વાસણનો ખુબ જ ઉપયોગ કરીએ છીએ. એવામાં લીંબુના છોતરાને એને પોલીશ કરવા માટે ઉપયોગ કરી શકો છો. એના માટે મીઠામાં એક લીંબુના ટુકડાને ડુબાડી દો. આપ ઈચ્છો છો તો એમાં બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. લીંબુના છોતરાને પ્રભાવિત જગ્યાઓ પર ઘસી લો અને ત્યાર બાદ પાંચ મિનીટ માટે એને છોડી દો. ત્યાર બાદ આપે વાસણને હુફાળા પાણીથી સ્વચ્છ કરી લેવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ