પત્નીને ભાજપે ટીકીટ આપી તો પતિ જોડાઈ ગયા કોંગ્રેસમાં, જો કે પતિએ ક્રોંગ્રેસમાં જોડાયા પછી પ્રચારમાં કહ્યું કંઇક એવું કે…

ટૂંક સમયમાં જ મહાનગર પાલિકાની ચૂંટણી છે. અને જ્યારથી આ ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ટીકીટ માટે પડાપડી રહી હતી. આ વખતે કેટલાક નવા નિશાળીયાને ટીકીટ મળી તો વળી કેટલાક જુના ચહેરાઓને પડતા મુકાયા છે.

image source

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપાએ સુરતના વોર્ડ નંબર 15માં પત્રકાર અને મહિલા ઉમેદવાર મનીષા આહિરને ટિકિટ આપી હતી. અને હવે મનીષા બેને હર્ષભેર ભાજપા માટે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તો આજે એ ખબર સામે આવી છે કે તેમના પતિ મહેશ આહીર અચાનક જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ મુદ્દો સુરતના રાજકારણમાં ચર્ચાનો ટોપિક બની ગયો છે.

image source

આ મુદ્દાને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચગાવવામાં આવી રહ્યો છે. લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. લોકો કમેન્ટમાં કહી રહ્યા છે કે અત્યાર સુધી પાર્ટી અને સમાજમાં કકળાટ ઉભો કરતો મુદ્દો હવે ઘર સુધી પહોંચી ગયો છે.

તમને જણાવી દઈએ કે ભાજપે જે મહિલા ઉમેદવારને ટીકીટ આપી છે તે મનીષા આહીર વ્યવસાયે એક પત્રકાર છે જ્યારે એમના પતિ એક શિક્ષક છે જેમનું નામ છે મહેશ આહીર.

image source

મનીષા બેનના પતિ અને કૉંગ્રેસ જોડાયેલા મહેશ આહીરે એ જણાવ્યું હતું કે, ‘હું સત્યની સાથે છું. અધર્મીની સાથે નથી.’ તેમને જ્યારે આ વાત કહી ત્યારે ત્યાં કૉંગ્રેસની સભામાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી હતી. કૉંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
મહાનગર પાલિકાની ચૂંટણી થાય એ પહેલા જ ભાજપના મહિલા ઉમેદવારના પતિ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે એ મુદ્દો હવે આ બેઠક પર હાર-જીતના નિર્ણયને વધુ રસપ્રદ બનાવશે.

આ અંગે જ્યારે મનીષા બેન આહીરને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું હતું કે ‘ભારત દેશમાં લોકશાહી છે અહીં દરેકને પોતાની પાર્ટી નક્કી કરવાનો અધિકાર છે.’

image soucre

મતદારો પણ મૂંઝવણમાં મુકાયા છે કે એક જ ઘરમાં પતિ-પત્ની અલગ અલગ પાર્ટીને સમર્થન આપી રહ્યા છે તો હવે સમાજ કોની તરફેણમાં રહેશે. આ મુદ્દો જતે દિવસે વધુ ચર્ચાસ્પદ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત અંગેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ મહાનગરપાલિકાનું મતદાન 21 ફેબ્રુઆરી ને રવિવારે યોજાશે.

image source

નગરપાલિકા અને પંચાયત માટે 28 ફેબ્રુઆરીએ રવિવારે મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે જ્યારે અન્ય મતગણતરી 2 માર્ચે યોજાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ