કાઉન્ટર ટિકિટને કેન્સલ કરવા માટેની આ છે સરળ પ્રોસેસ, મળશે રૂપિયા પાછા

આમ તો ટ્રેનની ટિકિટ ઓનલાઈન માધ્યમથી બુક થાય છે અને મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન માધ્યમથી જ ટિકિટ બુક કરાવી રહ્યા છે.ઓનલાઈન માધ્યમથી ટિકિટ બુક કરવામાં ફાયદો એ છે કે તમે તેનું અપડેટ પણ લઈ સકો છો. કોઈ પણ લોકો વિન્ડોથી પણ ટિકિટ કરાવે છે તો એવામાં તેની પ્રોસેસ અલગ હોય છે. આ માટેના નિયમ પણ અલગ છે.

image source

જો તમે વિન્ડો ટિકિટ કેન્સલ કરાવો છો તો તેમાં મુશ્કેલી આવી શકે છે. એવામાં માનવામાં આવે છે કે જ્યારે વિન્ડો ટિકિટ કરાવો છો તો તમે આ ટિકિટને કેન્સલ કરાવવા માટે ઓનલાઈન માધ્યમથી કેન્સલ કરાવી શકો છો. એવામાં તમે કઈ રીતે ટિકિટ કેન્સલ કરાવી શકો છો તે પણ જાણો.

શું છે ટિકિટ રિફંડ કરવાની પ્રોસેસ

image source

સૌ પહેલા તમે https://www.operations.irctc.co.in/ctcan/systemTktcanLogin.jsf પર ક્લિક કરો. આ પછી તમે અહીં ઉપર કેન્સલેશનનો ઓપ્શન સિલેક્ટ કરો. આ પછી બધા નિયમ વાંચો અને ચેક બોક્સ પર ક્લિક કરો. અહીં ડીટેલ ભર્યા બાદ તમને ઓટીપી પૂછવામાં આવશે. જે તમને એ નંબર પર મળશે જે તમને કાઉન્ટર ટિકિટ કરાવતી સમયે આપવામાં આવ્યો હતો. આ સમયે તમે ઓટીપી પણ ભરો તે જરૂરી છે.

image source

ઓટીપી ભર્યા બાદ તમને સામે પીએનઆર ડીટેલ પણ દેખાડવામાં આવશે. આ ડિટેલને વેરિફાઈ કર્યા બાદ કેન્સલ ટિકિટ પર ક્લિક કરો. અહીં તમને રિફંડની અમાઉન્ટ સ્ક્રીન પર દેખાશે. તમને પીએનઆર અને રિફંડની ડેટલ મોકલાવવામાં આવશે.

કેવી રીતે મળશે રૂપિયા રિફંડ

image source

તમારી તરફથી ટિકિટ કેન્સલની રિકવેસ્ટ આપ્યા બાદ તમને એક મેસેજ મળશે. તેમાં તમને જાણકારી અપાશે કે ક્યાંથી રૂપિયા કલેક્ટ કરવાના છે અને સાથે નજીકના સ્ટેશનની માહિતી પણ હશે. આ મેસેજમાં તમને લખેલું મળશે કે તમારો પીએનઆર નંબર 0000000 કેન્સલ ખરાયો છે અને રિફંડના રૂપિયા 0000 નજીકના સ્ટેશન પરથી મેળવી શકાશે. તેમાં કેન્સલેશનના રૂપિયા સમયના આધારે નક્કી કરવામાં આવે છે.

શું છે નિયમ તે પણ જાણી લો

image source

કાઉન્ટરથી કરાયેલી ટિકિટને કેન્સલ કરાવવા માટે તમારે તે ફોન નંબર આપવાનો જરૂરી રહે છે જે તમે ટિકિટ બુકિંગ સમયે આપ્યો હતો. આ સાથે જ આ ટિકિટના રૂપિયા રિફંડ માટે રિફંડના નિયમ લાગૂ થશે. જો તમે કન્ફર્મ ટિકિટ ટ્રેનને રવાના થયાના 4 કલાક પહેલા સુધી ટિકિટને ઓનલાઈન માધ્યમની મદદથી કેન્સલ કરાવો છો. આ સિવાય ટિકિટ આરએસી હોવા પર 30 મિનિટ પહેલા સુધી બુકિંગ કરાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong