અભિષેકે અમિતાભ બચ્ચનને લખ્યો હતો એક મસ્ત પત્ર, સોશિયલ મીડિયામાં થયો જોરદાર વાયરલ, વાંચો જલદી..

બેબી અભિષેક બચ્ચને લાંબા સમય આઉટડોર શૂટીંગમાં વ્યસ્ત રહેતાં પિતાને લખ્યો હતો એક પત્ર જે આજે ખુબ વાયરલ થઈ રહ્યો છે

નાનકડા અભિષેકનો પોતાના ‘પા’ એટલે કે અમિતાભ બચ્ચનને એક કાલો-કાલો પત્ર

image source

અભિષેક અને અમિતાભ આજના ઇન્ટરનેટના જમાનામાં પણ એકબીજા સાથે પત્રોની આપ લે કરે છે અને આ સિલસિલો અભિષેક નાનકડો હતો ત્યારથી ચાલતો આવ્યો છે. અમિતાભ અને અભિષેક જ્યારે અવસર મળે ત્યારે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પણ એકબીજાને લાગણીભર્યા પત્રો લખતા રહે છે જે તેમના ફેન્સને પણ ખુબ પસંદ આવે છે.

તાજેતરમાં અમિતાભે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર અભિષેકના હાથે લખેલો એક પત્ર શેયર કર્યો છે જેની ખાસીયત એ છે કે તે પત્રને વર્ષો પહેલાં અભિષેક દ્વારા લખવામાં આવ્યો હતો કદાચ ત્યારે તે પ્રાઇમરી શાળામાં ભણતો હશે અને નવું નવું લખતાં શીખ્યો હશે કારણ કે તેમાં કેટલીક વ્યાકરણની ભૂલો પણ છે.

 

image source

આ પત્ર અભિષેકે ખુબ જ નાની ઉંમરે લખ્યો હતો તે વખતે અમિતાભ બચ્ચન પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહેતાં હતાં અને લાંબા સમય માટે આઉટડોર શૂટીંગ માટે ઘરની બહાર રહેતા હતા. અભિષેકે આ લેટર કર્સીવ હેન્ડરાઇટીંગમાં લખ્યો છે. જેનું અહીં ગુજરાતીમાં અનુવાદ આપવામાં આવ્યો છે,

“વાહલા પાપા, તમે કેમ છો ? અમે બધા મજામા છીએ. હું તમને ખુબ યાદ કરું છું.

પાપા તમે જલદી જ ઘરે આવશો. હું તમારા માટે પ્રાર્થના કરું છું, સ્માઇલ. પાપા ભગવાન આપણી પ્રાર્થના સાંભળી રહ્યા છે, ચિંતા ન કરો, હું મમ્મી, શ્વેતા દીદી અને ઘરનું ધ્યાન રાખીશ, હું ક્યારેક ક્યારેક થોડો મસ્તીખોર થઈ જાઉં છું. હું તમને પ્રેમ કરું છું પાપા, તમારો વાહલો દીકરો અભિષેક.”

image source

અહીં અભિષેક એક નાનકડાં પણ સમજદાર બાળકની જેમ લખી રહ્યો છે. આ પત્ર અમિતાભે પોતાના સોશયિલ મિડિયા અકાઉન્ટ્સ ટ્વીટર તેમજ ફેસબુક પર શેર કર્યો હતો જેને શેર કરતાં તેમણે લખ્યું હતું. “અભિષેકનો એક પત્ર જે મને હું જ્યારે લોંગ આઉટડોર શેડ્યુલમાં વ્યસ્ત રહેતો હતો ત્યારે લખવામાં આવ્યો હતો.”

ઉપર જણાવ્યું તેમ અભિષેક અવારનવાર પોતાના પિતાને પત્ર લખતો રહે છે. થોડા સમય પહેલાં એટલે કે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પણ અભિષેકે પિતાને એક લાગણીભર્યો પત્ર લખ્યો હતો. જે તેણે સોશિયલ મિડિયા પર પોતાના પિતાને સંબોધતા લખ્યો હતો અને સાથે તે બન્નેની એક તસ્વીર પણ શેર કરી હતી.

image source

તેણે લખ્યું હતું, “મારા આઇકોન, મારા પિતા, મારા દોસ્ત, મારા ગાઇટ, મારા બેસ્ટ ક્રિટિક, મારા મહાન આધાર, મારા આદર્શ, મારા હીરો. 50 વર્ષ પહેલાં તેમણે ફિલ્મોમાં શરૂઆત કરી હતી. આ જે પણ તેમનું પેશન તેવું જ છે. બિલકુલ પ્રથમ દીવસ જેવું. “પ્રિય પા, આજે અમે તમારા ટેલેન્ટ, પેશન અને તમારી બુદ્ધિમતાના દિવસને ઉજવીએ છીએ. તમે આવનારા 50 વર્ષો સુધી આ જ રીતે કામ કરતા રહો તેવી ઇચ્છા છે.”

image source

અભિષેકને પોતાના પિતા માટે અત્યંત માન અને પ્રેમ છે. તેને પોતાના પિતાને રોજ સવારે ઉઠીને તૈયાર થઈને કામ પર જતાં જોવા ખુબ પસંદ છે અને તે પણ પોતાના પિતામાંથી આ ગુણ શીખવા માગે છે. તે જણાવે છે કે મારા પિતા હંમેશા મને એક મિત્ર તરીકે ટ્રીટ કરે છે. મારી માતા થોડા કડક છે અને અમને અવારનવાર ધમકાવતા રહેતા અને થોડી જ વારમાં અમે તેમની પકડમાં ના આવીએ તેમ દૂર જતાં રહેતાં. પણ મારા પિતા અમને અમે ઇચ્છીએ તે કરવા દેતાં.

અભિષેકે પોતાના પિતાના દરેક પત્રને કોઈ ખજાનાની જેમ સાચવી રાખ્યા છે

image source

તે જણાવે છે કે “મારા પિતા પાસેથી મને અત્યાર સુધીમા જેટલા પણ પત્રો મળ્યા છે તેને મેં કોઈ ખજાનાની જેમ સાંચવી રાખ્યા છે, કારણ કે જો તે ખોવાઈ જાય તો અમારી ઘણી બધી યાદો ખોવાઈ જશે. હું નાનો હતો ત્યારથી મારા પિતા મને પત્ર લખતા આવ્યા છે. મારી પાસે મારા દાદાના પણ પત્રો છે. તેને આજે પણ હું અવારનવાર વાંચું છું મને તેમાંથી દર વખતે કંઈક નવું જ શીખવા મળે છે. આ ખજાનામાં મારા નાનપણના ફોટોગ્રાફ્સ, મારા લગ્ન મારી દીકરીનો જન્મ આ બધાનો સમાવેશ થાયછે.”

image source

પત્રો સાચવી રાખવાનો આ વારસો અભિષેકને પોતાન પિતા પાસેથી જ મળ્યો છે કારણ કે તેમણે પણ પોતાના પિતાના પત્રો આજ સુધી સાચવી રાખ્યા છે.

image source

અમિતાભ બચ્ચન આજના યુવાન અભિનેતાઓ જેટલા જ વ્યસ્ત છે તેટલી જ એનર્જી ધરાવે છે અને તેમને જોઈને લોકો આજે પણ ભાવવિભોર થઈ જાય છે. આપણે પણ એવી ચાહના રાખીએ છીએ કે તેઓ હજુ 50 વર્ષ તેમની ટેલેન્ટનું ઓજસ પાથરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ