મરતી વખતે રાવણે લક્ષ્મણને કઈ ત્રણ વાતો કહી હતી?

મૃત્યુ સમયે રાવણે લક્ષ્મણને કહી હતી ત્રણ વાતો, જાણો શું છે રાવણના મોંએથી નીકળેલી મહત્વની માનવ મૂલ્યની વાતો…

image source

ભારતીય સંસ્કૃતિ તેના પૌરાણિક ગ્રંથો, તેના પાત્રો અને વેદોના આલેખન પરથી ઓળખાય છે. સનાતન સંસ્કૃતિનો વારસો જાણવા આપણે એ ગ્રંથોનો અભ્યાસ પણ કરીએ છીએ. તેમાં પણ ખાસ કરીને રામાયણ અને મહાભારતના મહા ગ્રંથોના દરેક પાત્રો અલગ મહત્વ ધરાવે છે અને તે દરેક પાત્રોના ઘડતર પાછળ ખાસ સંદેશાઓ પણ છૂપાયેલા હોય છે.

એ પૌરાણિક પાત્રો ક્યાંકને ક્યાંક આપણને જીવન જીવવાના અમૂલ્ય મૂલ્યો પણ શીખવી જાય છે. કેટલાંક પાત્રો સકારાત્મક હોય છે તો કેટલાંક નકારાત્મક હોય છે તેમ છતાં તે તમામ પાસેથી આપણે કંઈનું કંઈ શીખવાનું મળે છે. એવું જ એક પાત્ર છે, રાવણ. જે રામાયણમાં રાજા રામ સાથે યુદ્ધ કરીને મૃત્યુ પામે છે.

image source

આખા ગ્રંથમાં રાવણ અને રામની સાથે વણાયેલ અનેક પ્રસંગો છે જેમાંથી આજે પણ માનવ મૂલ્યોની સમજણ આપતી મહત્વની વાતો જાણી શકાય તેવું છે. તેવા જ એક પ્રસંગની આજે વાત કરીએ. રાવણ અને રામ વચ્ચે થયેલા યુદ્ધને અંતે જ્યારે રાવણ અંતિમ શ્વાસ લેવા પહેલાં લક્ષ્મણને કહી હતી ત્રણ અગત્યની વાતો. આવો જાણીએ શું છે તે…

રામાયણના મુખ્ય પાત્રો પૈકીને બે રાવણ અને લક્ષ્મણ સાથે થયેલ સંવાદ જાણીએ… જેમાં રાવણ છેલ્લા શ્વાસ લેવા પહેલાં લક્ષ્મણને કહી હતી કોઈ ખાસ વાત…

image source

રાવણ – રામાયણનું એક એવું મુખ્ય પાત્ર રાવણ, જેને દરેક લોકો જાણે છે. રાવણ લંકાનો રાજા હતો અને તેને માથે દસ માથાં હતાં. આ માટે તેને દશાનંદ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. રાવણ ઋષિ પુલસ્ત્યના પૌત્ર અને વિશ્વ ઋષિના પુત્ર હતા, આ લોકો બ્રાહ્મણો હતા પણ રાવણની માતા કૈકાસી રાક્ષસ કુળથી હતી.

image source

તેથી તેજ કારણ છે કે રાવણને રાક્ષસ કુળના પણ કહેવામાં આવે છે. રાવણ, સારસ્વત કુળના બ્રાહ્મણ હોવા સાથે, એક સર્વોચ્ચ શિવ ભક્ત, મહાન રાજકારણી, મહાન યોદ્ધા, શાસ્ત્રોના અત્યંત શક્તિશાળી અને જાણકાર હતા, ઉચ્ચ જ્ઞાની, વિદ્વાન, પંડિત અને એક મહાન વૈજ્ઞાનિક પણ હતા.

image source

લક્ષ્મણ – લક્ષ્મણ અયોધ્યાના રાજા દશરથના પુત્ર અને શ્રી રામના અનુજ હતા. જ્યારે રાવણ તેના મૃત્યુ શૈયા પર હતા; ત્યારબાદ શ્રી રામે તેમના પ્રિય ભાઈને જ તેની ભાળ મેળવવા માટે રાવણ પાસે મોકલ્યા હતા. એ સમયે રાવણે લક્ષ્મણને અગત્યની ત્રણ વસ્તુઓ કહી હતી, આવો જાણીએ એ શું હતી…

image source

આ તે સમય હતો જ્યારે રાવણ તેના અંતિમ શ્વાસની રાહ જોઈને જમીન પર સૂતો હતો. પછી શ્રીરામે અનુજ લક્ષ્મણને બોલાવ્યો અને કહ્યું, “જાઓ, રાવણ પાસે જાઓ અને તેમની પાસેથી સફળ જીવનનો કિંમતી મંત્ર સાંભળી લો.” પહેલા તો અનુજ લક્ષ્મણને શ્રીરામની વાત સાંભળીને એ વિશે થોડી શંકા જાગી હતી, પરંતુ તેઓ સમજી શક્યા નહીં. સફળતાનો એવો વળી કયો પાઠ છેવટે કોઈ દુશ્મન તરફથી આવશે.

image source

પરંતુ લક્ષ્મણ તેમના જ્યેષ્ઠ ભ્રાતના હુકમનો ઇનકાર કરી શક્યો નહીં અને અંતે તેઓ રાવણના માથાની નજીક ઊભા રહ્યા. રાવણ ખૂબ જ મુશ્કેલથી તકલીફવાળી હાલતમાં શ્વાસ લઈ રહ્યા હતા અને માથા પાસે ઊભેલા લક્ષ્મણ તેમને ખૂબ કાળજીપૂર્વક જોઈ રહ્યા હતા અને જ્યારે તે કંઇક બોલવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે લક્ષ્મણ રાહ જોઈ રહ્યા હતા કે રાવણ કંઈક બોલે…પરંતુ રાવણે તેના ચહેરા સામે જોઈને એક પણ શબ્દ ના બોલી શક્યા અને નિરાશ લક્ષ્મણ તેના ભાઈ શ્રીરામ પાસે પાછા ફર્યા અને કહ્યું કે,“રાવણ કંઈ બોલતા નથી.”

ત્યારે શ્રી રામે હસીને કહ્યું, “જ્યારે આપણે કોઈની પાસેથી કંઈ શિક્ષણ લેવાનું હોય ત્યારે આપણે ક્યારેય તેના માથાની નજીક ન ઊભા થવું જોઈએ. રાવણના પગ પાસે જઈને હાથ જોડીને પ્રાર્થના કરો, તે તમને સફળતાની ચાવી ચોક્કસ આપશે.”

image source

શ્રીરામના આ ઉપદેશાત્મક શબ્દ સાંભળીને લક્ષ્મણ આશ્ચર્યચકિત થઈ ગયા, પછી તેમની અજ્ઞાના મુજબ તેમણે ભગવાન રામની ઇચ્છા પ્રમાણે જ કર્યું. તેઓ રાક્ષસ રાજા રાવણના ચરણ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું કે રાવણ તેમને સફળ જીવનની વ્યાખ્યા આપે, તે સમયે રાવણે તેમના મોંમાંથી કેટલાક શબ્દો કહ્યા અને તેમને સફળ જીવનની ત્રણ કિંમતી વાતો જણાવી હતી…

image source

પહેલી વાત –

રાવણે લક્ષ્મણને પહેલી વાત એ કહી હતી કે કોઈપણ શુભ કાર્ય કરવાનું થાય તો તેને શક્ય તેટલું વહેલું કરવું જોઈએ અને જેટલું બને તેટલું અશુભ મુલતવી રાખવું જોઈએ. રાવણે લક્ષ્મણને કહ્યું, “હું શ્રી રામને ઓળખી શક્યો નહીં અને તેમના આશ્રયમાં જવા વિલંબ કરતો રહ્યો, તેથી જ હું આ સ્થિતિમાં લાંબો સમય રહ્યો હતો.”

બીજી વાત –

image source

આ પછી રાવણે લક્ષ્મણને જે કહ્યું તે બીજી વાત પણ બહુ આશ્ચર્યજનક હતી. તેમણે કહ્યું, “તમારા વિરોધી, તમારા શત્રુને ક્યારેય તમારા કરતા નાનો ન માનવો જોઈએ, તે તમારા કરતા વધુ શક્તિશાળી બની શકે છે. મેં શ્રીરામને એક મામૂલી વ્યક્તિ માન્યા હતા અને વિચાર્યું કે મારા માટે તેને હરાવવાનું ખૂબ જ સરળ રહેશે, પરંતુ તે મારી સૌથી મોટી ભૂલ હતી.”

image source

રાવણે આગળ કહ્યું, “જેમને હું સામાન્ય વાંદરાઓ અને રીંછ માનું છું તેણે મારી આખી સેનાનો નાશ કર્યો. જ્યારે મેં બ્રહ્માજીને અમરત્વનું વરદાન માંગ્યું હતું, ત્યારે માણસ અને વાંદરા સિવાય કોઈ મને મારી ન શકે, એવું માંગ્યું હતું. કારણ કે મેં માણસ અને વાનરને ધિક્કાર્યા હતા અને તુચ્છ સમજ્યા હતા. તે મારી ભૂલ હતી.”

ત્રીજી વાત –

રાવણે લક્ષ્મણને ત્રીજી અને અંતિમ વાત એ કહી કે જો તેના જીવનનું કોઈ રહસ્ય હોય છે, તો તેણે કોઈને કહેવું જોઈએ નહીં. અહીં પણ હું ચૂકી ગયો કારણ કે વિભીષણ મારા મૃત્યુનું રહસ્ય જાણતો હતો, જો મેં તેમને આ વાત ન કહી હોત, તો આજે હું કદાચ આ સ્થિતિમાં ન હોત.

જીવન મૂલ્યોને ઊંડાણપૂર્વક સજવાની રાવણની આ ત્રણ મહત્વની વાત આજના સમયે પણ આપણાં જેવા દરેક સામાન્ય માનવીએ પણ સમજવા જેવું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ