લક્ષ્મીજી મીન રાશિના જાતકો પર રહેશે મહેરબાન, સાથે વાંચો આખા વર્ષ દરમિયાન કયા થશે લાભ

શનિદેવને વૈદિક જ્યોતિષમાં ન્યાયના દેવતા ગણવામાં આવ્યા છે. તેઓ નવ ગ્રહોમાં સૌથી ન્યાયી હોય છે તેઓ તમારા દુખને દૂર કરનારા છે. 2021ના વર્ષમાં શનિ ગ્રહ મકર રાશિમાં ગોચર કરશે. જેની ખાસિય એ છે કે તે તેમની પોતાની જ રાશિ છે. 20મી નવેમ્બર 2020ના દિવસે શનિ ગ્રહ પોતાની ગૃહ રાશિ મકરમાં પ્રવેશ કરી ચુક્યો છે. અને આ રાશિમાં તેઓ 29મી એપ્રિલ 2022 સુધી ગોચર કરશે.

image source

જો કે સાથે સાથે તેઓ નક્ષત્ર પરિવર્તન પણ કરતા રહેશે. વર્ષની શરૂઆતમાં એટલે કે 21મી જાન્યુઆરી સુધી શનિ દેવ ઉત્તર અષાઢ નક્ષત્રમાં ગોચર કરશે. ઉત્તર અષાઢ નક્ષત્ર સૂર્યનું નક્ષત્ર છે. આ નક્ષત્ર બાદ લગભઘ 11 માસ બાદ શનિ દેવ શ્રાવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે જે ચંદ્ર દેવનું નક્ષત્ર હોય છે.

શનિદેવ 5 મહિના વક્રિ રહેશે

image source

2021માં શનિ દેવલ લગભઘ 142 દિવસ સુધી એટલે કે પાંચ મહિના સુધી વક્રી રહેશે. તેઓ 2021ના મે મહિનાની 11મી તારીખે વક્રી થશે અને તેના 142 દિવસ બાદ 29મી સપ્ટેમ્બરે સવારે તેઓ ફરી માર્ગી થશે. આ દરમિયાન ધન, કુંભ અને મકર રાશિ પર શનિદેવની સાડાસાતીની અસર જોવા મળશે. તમને જણાવી દઈએ કે શનિ જે રાશિમાં ભ્રમણ કરે છે તે દરમિયાન તે પોતાની અન્ય રાશી તેમજ બારમી રાશિ પર પણ સાડાસાતીની અસર છોડે છે. જે સમયે ચંદ્ર રાશિથી શનિ ગ્રહ ચોથા અથવા આઠમા ભાવમાં ગોચર કરે છે તે સમયે શનિની લઘુકલ્યાણની ઢૈયા લાગે છે. અને એ રીતે જોવા જઈએ તો 2021માં મિથુન અને તુલા રાશિઓ લઘુ કલ્યાણની ઢૈલાના પ્રભાવ હેઠળ રહેશે.

શનિની મીન રાશિ પર રહેશે હકારાત્મક અસર

image source

2021ના વર્ષમાં શનિ ગ્રહ આખું વર્ષ અગિયારમાં ભાવમાં રહેશે. મીન રાશિ પર તેની સારી અસર જોવા મળી રહી છે. આ સમય દરમિયાન મિન રાશિના જાતકો માટે આવકની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે. તેમજ મિન રાશિના જાતકોએ ભૂતકાળમાં જો કોઈ મહેનત કરી હશે તો તેનું ફળ પણ તમને આ વર્ષમાં મળી જશે. જો તમારા કોઈ દુશ્મન કે વિરોધી હોય કે ટીકાકારો હોય તો તેમના પર પણ તમે જીત મેળવી શકશો.

image source

જો તમે અભ્યાસને લઈને ચિંતિત હોવ તો તમને એ પણ જણાવી દઈએ કે તમારા માટે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ભાગ લેવો આ સમયે સારો રહેશે. જો તમે સંતાન માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો તેમાં પણ તમને સફળતા મળી શકશે. આ વર્ષ દરમિયાન શનિ દેવ તમારા પર મહેરબાન રહેશે માટે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો તમે લગ્ન કરવા આતુર હોવ તો લગ્ન માટે સકારાત્મક સંજોગો ઉભા કરવામાં પણ શનિદેવ તમારી મદદ કરશે. તમારા માટે લગ્નના સારા પ્રસ્તાવો પણ આવી શકે છે. તમે જો કોઈના પ્રેમમાં હોવ અને તમે તેની સાથે લગ્ન કરવા માગતા હોવ તો આ વર્ષે તમને હકારાત્મક પરિણામ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ