જો તમે પણ ઘરમાં રાખશો આ ‘ફૂ ડોગ’, તો નેગેટિવ એનર્જી થઇ જશે દૂર અને આવશે પોઝિટિવિટી

ચીની ફેંગશુઈમાં ઘરની સકારાત્મક ઉર્જાને વધારવા માટે ઘણા બધા ઉપાયો વિષે જણાવવામાં આવ્યું છે. આજે અમે આપને આ લેખમાં ચીની ફેંગશુઈમાં જણાવવામાં આવેલ કેટલીક એવી વસ્તુઓ વિષે જણાવીશું જેને ઘરમાં કે પછી ઘરની બહારની તરફ રાખવામાં આવે છે તો તેનાથી આપના ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી એટલું જ નહી, આપે જે સ્થાન પર તે વસ્તુને રાખી હોય તો તેના કારણે આપના ઘર કે પછી ઓફિસમાં હંમેશા સકારાત્મકતા સહિત સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

image source

ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ પોઝેટીવ અને નેગેટીવ ઉર્જા પર કામ કરે છે. ફેંગશુઈમાં જણાવ્યા મુજબ, આપણી આસપાસ બે પ્રકારની ઊર્જાઓ પ્રવાહિત થતી રહે છે.: -સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા. સકારાત્મક ઉર્જા આપણા માટે શુભ માનવામાં આવે છે, ત્યાં જ નકારાત્મક ઉર્જાથી આપણને કોઈને કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે. ફેંગશુઈમાં એવા અનેક ગેઝેટ્સ છે જે આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક ઉર્જા જાળવી રાખી છે. ફેંગશુઈમાં જણાવેલ આવું જ એક ગેઝેટ છે ફૂ ડોગ. જાણીશું ફૂ ડોગ સાથે જોડાયેલ વિશેષ બાબતો.

image source

-ફેંગશુઈમાં જણાવ્યા મુજબ, ફૂ ડોગ એક શો પીસની જેમ હોય છે, ફૂ ડોગ જોવામાં સિંહ જેવો દેખાય છે. ફેંગશુઈમાં જણાવ્યા મુજબ ફૂ ડોગ નકારાત્મક ઉર્જાને દુર કરે છે અને સકારાત્મક ઉર્જાને વધારે છે. આપે ફૂ ડોગને હંમેશા જોડીમાં જ રાખવા જોઈએ.

imag sourcwe

-આપ ફૂ ડોગને ઘર, ઓફીસ, દુકાન ક્યાંય પણ રાખી શકો છો. ફૂ ડોગ તમામ સ્થાન પર એકસમાન રીતે કામ કરે છે.
-ફૂ ડોગની મેટલથી બનેલ મૂર્તિ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ સારી માનવામાં આવે છે, પરંતુ જો મેટલની મૂર્તિ ના મળે તો આપ ફાઈબર માંથી કે પછી લાકડા માંથી બનેલ મૂર્તિનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

-જો આપ આપના ઘરમાં લડાઈ- ઝઘડાને ઓછા કરવા માટે અને સકારાત્મકતાનું વાતાવરણ બનાવવા માટે આપે આપના પોતાના ઘરમાં ફૂ ડોગની જોડીને રાખવી જોઈએ.

image source

-જો આપને એવું લાગે છે કે, આપના બિઝનેસને કોઈની ખરાબ દ્રષ્ટિ લાગી છે તો ફૂ ડોગની મૂર્તિને આપે દુકાન કે પછી ઓફિસની બહાર રાખવી જોઈએ. દુકાન કે પછી ઓફિસની બહાર ફૂ ડોગની મૂર્તિને રાખવાથી નકારાત્મક ઉર્જા અંદર પ્રવેશ કરી શકશે નહી.

image source

-ચીન દેશમાં એવા ઘણા બધા પ્રખ્યાત સ્મારક છે, જેની બહાર ફૂ ડોગની પ્રતિમા સ્થાપિત રહે છે, ફૂ ડોગને ચીની પરંપરાના નિર્વાહક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ