તૈયાર થઈ ગઈ છે ‘લાલબાગચા રાજા’ની ઝાંખી ! બ્રહ્માંડમાં ચંદ્રયાન-2, અંતરિક્ષયાત્રીઓ અને ગ્રહોનો સુંદર નજારો જોવા મળશે અહીં !

સોમવારે બે સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થીનો મહા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. જેની તૈયારીઓ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી કરવામાં આવે છે. અને મુંબઈની વાત કરીએ તો આ ઉત્વનો તો ત્યાં રંગ જ અલગ હોય છે. આ મહaત્સવમાં જો કોઈની કાગડોળે રાહ જોવાતી હોય તો તે છે લાલ બાગચા રાજાની ઝાંખીની. કારણ કે તેને દર વર્ષે અદ્ભુત રીતે શણગારવામાં આવે છે.


આ વખતે પણ તેનો શણગાર અતિ ભવ્ય રીતે તેમજ અનોખી રીતે કરવામાં આવ્યો છે. આ વખતે ઝાંખીનું થીમ રાખવામાં આવ્યું છે બ્રહ્માંડ અને ચંદ્રયાન. તેમાં લાલ બાગના ગણપતિની ભવ્ય મૂર્તિની પાછળ બ્રહ્માંડનું સુંદર દ્રશ્ય બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે ભારતના અભિમાન એવા ચંદ્રયાન 2 અને અંતરિક્ષ યાત્રીઓ બનાવવામાં આવ્યા છે.


લાલબાગચા રાજાને મુંબઈના સાર્વજનિક ગણપતી પંડાલોમાંના સૌથી પ્રખ્યાત, સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. આ ગણપેતિના દર્શન અર્થે ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન લોકો દેશના ખૂણે ખૂણેથી લાંબી લાંબી લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા આવે છે.

માત્ર સામાન્ય લોકો જ નહીં પણ મોટા મોટા પોલિટિશિયન, મોટા મોટા ફિલ્મિ સિતારાઓ પણ ગણેશોત્સવ દરમિયાન પંડાલની ખાસ મુલાકાત લે છે. તેમાં બોલીવૂના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચનનું નામ પ્રથમ આવે છે. તેઓ જ્યારે જ્યારે લાલબાગચા રાજાની મુલાકાત લે છે ત્યારે ત્યારે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર ગણપતિની સુંદર મુદ્રાની તસ્વીર ચોક્કસ શેયર કરે છે.


આ ઉપરાંત તેમનો દીકરો અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અજય દેવગન, કાજોલ, પ્રિયંકા ચોપરા વિગેરે સેલિબ્રિટીઓ પણ પંડાલની મુલાકાત લે છે અને ગણપતિના ભક્તિભાવથી દર્શન કરે છે.

આમ જોવા જઈએ તો લાલ બાગચા રાજાના પંડાલનું આ થીમ રાખીને આયોજકોએ ભારતની અંતરિક્ષમાંની સફળતાને સમ્માન આપ્યું છે. આખોએ દેશ ચંદ્રયાનના મુન લેન્ડરના ચંદ્ર પર સફળ રીતે ઉતરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. હાલ ચંદ્રયાન-2 ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશી પણ ચૂક્યું છે. અને હવે ગણતરીના દિવસોમાં જ એટલે કે સાત સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 મિશન સફળ થાય તેવી આશા છે.


અને જો ભારતને ચંદ્રયાન-2માં સફળતા મળી તો અમેરિકા, રશિયા, ચિન બાદ ભારત એવો ચોથો દેશ હશે જેણે ચંદ્ર પર ‘સોફ્ટ લેંડિંગ’ કર્યું હશે. અને આવું થતાં જ ભારત એવો પહેલો દેશ બનશે જે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરશે.

લાલબાગચા રાજાના પંડાલની શરૂઆત આઝાદી પહેલાના સમયથી એટલે કે 1934થી કરવામા આવી હતી. અહીંની મુર્તિને અગિયાર દિવસ સુધી દર્શન માટે ખુલી મુકવામા આવે છે. લોકો લાલબાગચા રાજાના મુખના દર્શન કરતાં તેમના ચરણોના દર્શનને વધારે ધન્ય માને છે. અને માટે જ અહીં ગણપતિના દર્શનઅર્થે બે-બે લાઈનો બનાવવામાં આવે છે એક મુખ દર્શનની અને બીજી ચરણ દર્શનની. મુખ દર્શનની લાઈન પ્રમાણમાં ટુંકી હોય છે જ્યારે ચરણ દર્શનની લાઈન લાંબી હોય છે.


ભલે વર્ષમાં ગણેશોત્સવ દરમિયાન માત્ર અગિયાર જ દીવસ આ ગણપતિના દર્શન થતાં હોય તેમ છતાં લોકોને તેમાં અપાર શ્રદ્ધા છે. લોકો લાલબાગચા રાજાના દર્શનની માનતા પણ માનતા હોય છે અને તેમની ઇચ્છા પૂરી થતાં તેઓ દૂર દૂરથી લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીને પણ શ્રીગણેશના દર્શન કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ