લગ્ન પહેલા પાર્ટનર આપે આ 4 સવાલોના જવાબ, તો જ કહો હા નહિં તો કહી દો બાય બાય…

લગ્ન એ જીંદગીનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હોય છે કારણકે આ પવિત્ર બંઘન થોડા સમય માટે જ નહિં પરંતુ જીંદગીભર સાથ આપવા માટે હોય છે. લગ્ન પછી છોકરા તેમજ છોકરીની લાઇફમાં અનેક ઘણા ફેરફારો આવતા હોય છે. આ સાથે જ અનેક પ્રકારની જવાબદારીઓ પણ આવી જતી હોય છે.


આમ, પતિ-પત્ની વચ્ચે સારી એવી સમજણ હોય તો જ તેઓ એકબીજાની સાથે રહીને જવાબદારીઓ ઉઠાવી શકે છે અને લાઇફને એન્જોય કરી શકે છે. આ માટે જરૂરી છે કે, તમે લગ્ન પહેલા જ તમારા હમસફરને અનેક પ્રશ્નો પૂછી લો જેથી કરીને પહેલાથી જ તેનુ સોલ્યુશન આવી જાય અને પાછળથી કોઇ પ્રોબ્લેમ પણ ના થાય.


તો આજે અમે તમને જણાવીશું કે, લગ્ન પહેલા કયા-કયા સવાલો તમારે તમારા પાર્ટનરને પૂછવા જોઇએ. જો કે આ સવાલોના જવાબ તમારે લગ્ન પહેલા જ જાણી લેવા ખૂબ જ જરૂરી છે. આમ, જો તમારો પાર્ટનર તમને આ સવાલોના જવાબ આપવા માટે ઇન્કાર કરે છે તો તમારી વાતને ત્યાંથી જ અટકાવી દો જેથી કરીને ભવિષ્યમાં કોઇ તકલીફ ના થાય.

તમે મને પ્રેમ કેમ કરો છો?

આ સવાલ દરેક વ્યક્તિએ લગ્ન પહેલા એકબીજાને પૂછવો જોઇએ કે, તમે મને પ્રેમ કરો છો અને મારી સાથે લગ્ન કરવા પાછળનુ કારણ શું છે? આમ, મોટાભાગે જોઇએ તો છોકરા-છોકરીઓ ઘરમાં થતા અનેક પ્રેશરને કારણે તેઓ મેરેજ કરવાનુ વિચારી લેતા હોય છે. આમ, તમારે એ જાણવુ જોઇએ ક્યાંક તમારો પાર્ટનર તો આવી ભૂલ નથી કરતો ને. કારણકે પ્રેશરથી તેઓ લગ્ન કરવા તો તૈયાર થઇ જાય છે પરંતુ પછી સંબંધોમાં લાગણીનો અભાવ જોવા મળે છે.

શોખ અને આદત જાણી લેવી

જેની સાથે તમે લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તેના શોખ શું છે અને તેની આદતો કેવી છે તે જાણવુ ખૂબ જ જરૂરી છે. જો તમને લગ્ન પહેલા જ તમારા/તમારી પાર્ટનરની કોઇ ખરાબ આદતની જાણ હોય તો તેને તમે પહેલાથી જ સ્વિકારી લો છો જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ થતો નથી. જો તમે આ વાતને નાની સમજીને ઇગ્નોર કરો છો તો તમારી આ એક બહુ જ મોટી ભૂલ છે.

ફેમિલી સાથેના સંબંધો કેવા છે

આ સવાલ તમે તમારા પાર્ટનરને અચુક પૂછો કે તેમને તેમના ફેમિલી સાથેનુ બોન્ડિંગ કેવુ છે. આમ, જો તમને આ સવાલનો જવાબ લગ્ન પહેલા જ મળી જાય તો તમને ઘરમાં એડજેસ્ટ થવામાં કોઇ પ્રોબ્લેમ થતો નથી અને તમે પહેલાથી જ અનેક બાબતોથી માઇન્ડ સેટ કરી દો છો.

ફેમિલી પ્લાનિંગ વિશે શું માને છે પાર્ટનર

લગ્ન પહેલા જ હમસફરને આ સવાલ પૂછી લો કે, લગ્ન પછી ફેમિલી પ્લાનિંગ વિશે તમારું શું માનવુ છે. કારણકે ઘણા છોકરાઓ લગ્ન પછી બાળકો લાવવા માટે ખૂબ જ ઉતાવળ કરતા હોય છે. આ સાથે તમે એમને પૂછી લો કે લગ્ન પછી ક્યારે અને કેટલા બાળકો વિશે તમે વિચારી રહ્યા છો. આ સાથે હનીમૂન અને બાળકોને લઇને તમારું શું પ્લાનિંગ છે. આ પ્રશ્નોના જવાબ પરથી તમને ખબર પડી જશે કે, તમારા બંન્નેના વિચારો એક છે કે નહિં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ