કોઈપણ શુભકાર્યનો આરંભ કરવા સૌથી પહેલાં જોવાય છે ચોઘડિયાં મુહૂર્ત; જાણો રહસ્ય.

જાણો, મુહૂર્ત અને ચોઘડિયાંનું અનોખું શાસ્ત્ર, જેમાં ઘડીની પળેપળનો સચોટ હિસાબ લેખાય છે. કોઈપણ શુભકાર્યનો આરંભ કરવા સૌથી પહેલાં જોવાય છે ચોઘડિયાં મુહૂર્ત; જાણો રહસ્ય.


કાયમ આપણને કોઈ શુભ કાર્યનો આરંભ કરવાનો હોય કે પછી કોઈ શુભ પ્રવાસ કે વિવાહ નક્કી કરવાના હોય ત્યારે સૌથી પહેલાં આપણે મુહૂર્ત જોઈએ છીએ. એવી ઘડીની શોધ થતી હોય છે કે એ ક્ષણે જે કોઈ પણ પ્રસંગ શરૂ કર્યો હોય તે સફળ જ થાય. લગ્ન હોય કે નોકરી – ધંધાની દુકાન / ફેકટરીનું ઉદઘાટન કરવાનું હોય જેનો શુભારંભ કરવામાં આવવાનો હોય એ પ્રસંગે કોઈ જ ઊણપ ન રહે. કશી જ કમી બાકી ન રહી જાય તેનું ધ્યાન રખાતું હોય છે. એ સમયે આપણે કોઈ પંડિત જી કે જ્યોતિષ વિદ્યાના જાણકારને પહેલાં પૂછતાં હોઈએ છીએ. એઓ જે કોઈ તારિખ અને સમય કહે એ મુજબ આપણે પ્રસંગની ગોઠવણ કરીએ છીએ. આ એક માત્ર ધાર્મિક ક્રિયાઓ પૂરતું જ નથી. તેનું એક ભિન્ન સમય શાસ્ત્ર છે.

કાળ – ચોઘડિયાં વિશે આ વાત જાણોઃ


ભારતીય સંસ્કૃતિમાં હિન્દૂ ધર્મ પ્રણાલી અનુસાર મુહુર્તને સમય માપન એકમ તરીકે સમજાય છે. પ્રવર્તમાન સમયમાં પણ આ શબ્દને કોઈપણ કાર્ય શરૂ કરવા માટેની શુભ ઘડી ગણવા ઉપયોગમાં લેવાય છે.

એક મુહુર્ત બરાબર બે ઘડી અથવા આશરે ૪૮ મિનિટ થાય છે.

બાર ક્ષણ જેટલો કાળ; દિવસનો પંદરમો ભાગ; બે ઘડી જેટલો સમય; ૪૮ મિનિટ જેટલો વખત; જૈન મત પ્રમાણે બે ઘડી, ૭૭ લવ કે ૩૭૭૩ શ્વાસોશ્વાસ પરિમિતિ કાળવિભાગ; ૨૦ ૧ /૨૦ કલા જેટલો વખત. એક વર્ષનાં ૧૦,૮૦૦ મુહુર્ત હોય છે, કેમકે વર્ષના દિવસ ૩૬૦ અને બે ઘડીનું એક મુહુર્ત અને ત્રીશ મુહૂર્તનો એક દિવસ છે. ૨ નાડિકા = ૧ મુહૂર્ત; ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર


આને કોઈ ધાર્મિક વિધાન સ્વરૂપે ન ગણીને સમયચક્રના માળખાં તરીકે પણ સ્વીકારી શકાય છે. દિવસ અને રાતના મળીને કુલ ત્રીસ મુહૂર્ત હોય છે. અમૃત / જીવ મુહુર્ત અને બ્રહ્મ મુહુર્ત ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે; બ્રહ્મ મુહુર્ત સૂર્યોદયથી પચ્ચીસ નાડીઓ પૂર્વે, એટલે કે, આશરે બે કલાક પહેલાં હોય છે. આ સમયને યોગ સાધના અને ધ્યાન માટે શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. કહેવાય છે કે આ સમયને કોઈ પણ મનોકામના પૂર્ણ કરવાનું વણ નોંધ્યું ચોઘડિયું કહેવાય.

ચોઘડિયા મુહર્ત જ્યોતિષવિદ્યાનું એક આગવું કોષ્ટક છે જે દિવસના ચોવીસ – કલાકના આધારે ખગોળીય સ્થિતિનું વર્ણન કરે છે. જ્યારે પણ ઉપવાસમાં કોઈ ખ્યાતિ હોતી નથી, અને જો તમારે અચાનક શુભકામનાઓ શરૂ કરવી હોય, તો તે સમયે ચોઘડિયા મુહૂર્તનો ઉપયોગ કરવો સારું છે. ચોઘડિયા મુહૂર્ત મુખ્યત્વે સાત પ્રકારના છે, જે અનુક્રમે ઉદ્યોગ, અમૃત, રોગ, લાભો, શુભ, ચલ અને સમય છે.


બધા મહત્વપૂર્ણ કામ અનુકૂળ ચોઘડિયા દરમ્યાન શરૂ કરવા એવી ચોક્કસ માન્યતા છે. પરંપરાગત રીતે સૌ પ્રથમ ચોઘડિયાનો ઉપયોગ યાત્રા શરૂ કરવાના મુહૂર્ત જોવા માટે થતો પરંતુ તે વધુ સચોટ અને સરળ હોવાને લીધે અન્ય શુભકાર્યો માટે મુહૂર્ત જોવામાં આવવા લાગ્યું છે. કોઈ પણ સારું કાર્ય પ્રારંભ કરવા માટે અમૃત, શુભ, લાભ અને ચલ, આ ચાર ચોઘડિયાને ઉત્તમ માનવામાં આવે છે અને બાકીના ત્રણ ચોઘડિયા રોગ, કાળ અને ઉદ્વેગ ને અશુભ મનાયન છે અને કોઈ શુભારંભ માટે આ ચોઘડિયું ટાળવું જોઈએ.

સુર્યોદય અને સુર્યાસ્તના મધ્યના સમયને દિવસના ચોઘડિયા કહે છે અને સુર્યાસ્ત અને આગલા દિવસે સુર્યોદયના મધ્યના સમયને રાત્રિનું ચોઘડિયા કહે છે. એવું માનવામાં આવે છે કે વાર વેળા, કાલ વેળા અને કાલ રાત્રિના દરમ્યાન કોઈ પણ સારું કાર્ય નહીં થવું જોઈએ. વાર વેળા અને કાલ વેળા દિવસના સમય પ્રવર્તમાન રહે છે જ્યારે કાલ રાત્રિ, રાત્રે પ્રવર્તમાન રહે છે. એવું માનવામાં આવે છે કે આ સમય કોઈ પણ મંગલ કાર્ય કરવું ફળદાયી નથી છે.


જ્યોતિષવિદ્યા અનુસાર, અભિજિત મુહૂર્તને દિવસનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. દરેક દિવસનો આઠમા મુહૂર્ત એ અભિજિત મુહૂર્ત કહેવાય છે. સામાન્ય રીતે આ ૪૮ મિનિટ છે. જોકે તેનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્ત પર નિર્ભર છે. જ્યોતિષવિદ્યા અનુસાર, અભિજિત મુહુર્તની પૂજા કરીને કોઈ શુભ ઇચ્છા થાય તો, તે ચોક્કસપણે સાચી થાય છે.

અહીં એક વાત નોંધનીય છે કે નારાદપુરાણ મુજબ, અભિજિત મુહૂર્ત યાત્રા અથવા શુભકામના માટે ઘર છોડવું એ શુભ સમય છે. આ સમયગાળામાં, જો પાંચગ અથવા સમય શુભ ન હોત, તો મુસાફરી પણ સારી છે. અભિજિત મુહર્ત દરમિયાન, તમારે દક્ષિણ દિશામાં મુસાફરી કરવી જોઈએ નહીં.

ચોઘડિયું જોવાની એક રીત હોય છે. જે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયને અનુસરીને જ્યોતિષ તથા ખગોળશાસ્ત્રના પંચાંગ મુજબ ઘડાય છે. એક ચોઘડિયું આશરે દોઢ કલાકનું હોય છે. એટલે લગભગ ૯૦ મિનિટ. પૂરાતન કાળમાં ઘડિયાળની શોધ થયા પહેલાના સમયમાં ઘડી એક માપ હતું. ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય. આ હિસાબે આપણે કહી શકીએ કે ભારતીય વેદ – પુરાણો અને સંસ્કૃતિનું શાસ્ત્ર યોગો જૂનું હોઈ શકે.

દિવસના ચોઘડિયાંની શરૂઆત ૬:૦૦ વાગ્યાથી થાય અને ૭:૩૦ વાગ્યે પૂરું થાય. પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય. રાત્રીના ચોઘડિયાં પણ આજ રીતે સાંજે ૬:૦૦થી ચાલુ થાય. દરેક વાર મુજબ શરૂઆત અલગ અલગ ચોઘડિયાંથી થાય. જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય. દરેક વારના સ્વામી આ મુજબ છે. ઉદ્વેગ – રવિવાર, અમૃત – સોમવાર, રોગ – મંગળવાર, લાભ – બુધવાર, શુભ – ગુરુવાર, ચલ – શુક્રવાર, કાળ – શનિવાર. એ મુજબ પહેલું મુહૂર્ત શરૂ થતું હોય છે. આ સાત વારોમાં પણ રવિ, મંગળ અને ગુરુને વધારે શુભ વાર મનાય છે.


મહિનામાં બે પક્ષ આવે છે, એમાં કૃષ્ણ પણ અને શુક્લ પક્ષ; જેમાં કૃષ્ણ પક્ષમાં ચંદ્રનું કદ ઘટે છે અને પંદર મે દિવસે અમાસ આવે છે અને શુક્લ પક્ષમાં ચંદ્રની કળા વધે છે અને પૂર્ણકળાએ ખીલીને પૂર્ણિમા આવે છે. અહીં ચંદ્રની કળા મુજબ મનાય છે કે શુક્લ પક્ષ વધુ શુભ છે.

હિન્દુ પંચાંગ પ્રમાણે દર ૨૪ માસ બાદ એક અધિક માસ આવે છે. જે રીતે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે દર ચાર વર્ષે ફ્રેબ્રુઆરીમાં લીપ યર આવે છે. સૌથી શ્રેષ્ઠ મહિના તરીકે કાર્તક અને ચૈત્ર મહિનો ગણાય છે. જેથી આ સમયે લગ્ન પ્રસંગોના મુહૂર્ત સૌથી વધુ પ્રમાણમાં હોય છે. અગિયારસમાં કારતક માસની શુક્લ પક્ષની દેવ ઊઠી અગિયારસ જેને પ્રબોધિની અગિયારસ પણ કહે છે તે ખૂબ શુભ મનાય છે, એ દિવશે તુલસી વિવાહ થાય છે. જ્યારે વસંત પંચમી, જે માઘસર માસની શુક્લ પક્ષે આવનાર દિવસને પણ વણજોયું મુહૂર્ત કહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ