કોઇ પણ જાતની તકલીફ હોય આ ભગવાનની પૂજા કરીને દેવામાંથી આવી જાવો બહાર…

દેવામાં ડૂબેલી વ્યક્તિએ ક્યાં ભગવાનની પૂજા કરવી જોઈએ જેથી કરીને સમૃદ્ધિ ઘરે આવે.

મોટાભાગે વ્યક્તિઓ દેવું કોઈ મજબૂરીમાં કે નવો ધંધો-રોજગાર શરૂ કરવા માટે અન્ય વ્યક્તિ પાસેથી ઉધાર નાણાં લે છે. હાલના સમયમાં ઉધાર લેવું સામાન્ય થઈ ગયું છે પણ આ ઉધાર જ્યારે ચૂકવી શકાતું નથી ત્યારે તે દેવું બની જાય છે.

image source

લીધેલું ઉધાર કોઈ ઉદ્દેશથી હોય છે પણ જ્યારે આ ઉદ્દેશ પૂરો નથી થતો ઉપરાંત જે નાણાં લીધા હોય છે તે વેડફાઈ જાય છે તેમછતાં કોઈ નવો સ્ત્રોત પણ આવકનો ઉભો કરી શકતા નથી. આમ થવા પાછળ ઘણીવાર ભગવાનની નારાજગી પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કોની પૂજા કરવાથી આપના ઘરમાં સમૃદ્ધિ પ્રવેશ કરશે.

દેવામાંથી મુક્ત થવા માટે સૌપ્રથમ ગજેન્દ્ર મોક્ષનો પાઠ નિયમિત રૂપે કરવાનું શરૂ કરવું જોઈએ. આમ કરવાથી આપની પર ગમે તેટલું દેવું હશે તેમાં રાહત મળે છે અને ધીરે ધીરે દેવાની ચુકવણી પણ થઈ જાય છે.

image source

દરેક વ્યક્તિએ સૌપ્રથમ એ વાત જાણી લેવી કે આપના કુળદેવતા તો આપના થી રૂષ્ટ નથી ને? હિન્દૂ ધર્મમાં દરેક કૂળને પોતાના એક કુળદેવ હોય છે જેની પૂજા-અર્ચના થવી આવશ્યક હોય છે જો ઘરમાં કુળદેવતાની પૂજા ના થતી હોય તો આવા ઘરોમાં કોઈને કોઈ મુશ્કેલી આવ્યા જ કરે છે. આથી સૌપ્રથમ જાણી લેવું કે આપનાથી આપના કુળદેવતા નારાજ છે કે નહીં. જો નારાજ હોય તો ફરીથી તેમની પૂજા શરૂ કરીને કુળદેવતાની કૃપાદ્રષ્ટિથી આપના ઘરમાં સમૃદ્ધિ જરૂર પ્રવેશ કરશે.

image source

કુળદેવતા ગુસ્સે થાય તો ભાગ્ય પણ સાથ છોડી દે છે આથી એવું લાગે કે જાણે આપણી પર દુઃખના ડુંગર આવી પડ્યા હોઈ જેમકે દેવું, ઘરના સભ્યોનું વારંવાર બીમાર પડવું, કોર્ટ કેસ, મારપીટ, ઘરમાં ઝગડા થવા જેવા અનેક સંકટો આવી જાય છે. આ ઉપરાંત આપને બધી બાજુથી નિષફળતા અને નિરાશા જ મળે છે.

image source

જો ખબર પડે કે કુળદેવતા નારાજ છે તો કુળદેવતાને પ્રસન્ન કરવા માટે વિધિવત હવન- પૂજા કરાવીને તેમની માફી માંગી લેવી આમ કરવાથી કુળદેવતા પ્રસન્ન થશે અને કુળદેવતાની કૃપાદ્રષ્ટિ બની રહેશે જેથી આપની પર આવેલી બધી મુસીબતોથી રાહત મળશે. ખાસ વસ્તુ કુળદેવતાની પૂજાવિધિ કરવામાં જરાક પણ મોડું કરવું નહીં શક્ય તેટલી જલ્દીથી કુળદેવતાની પૂજા કરાવી લેવી.

image source

અન્ય એક વાત પણ ધ્યાન રાખવા જેવી છે. જો પરિવારમાં પિતૃદોષ હોય તો પણ દેવું રહેવાની સમસ્યા થાય છે. કોઈ વિદ્વાનને આપની કુંડળી બતાવવાથી ખબર પડે છે કે પિતૃદોષ છે કે નહીં. જો આપની પર પિતૃદોષ હોય તો તેનું નિવારણ પણ અવશ્ય કરવું જોઈએ. ઘણીવાર પિતૃનો અંશ ના મળવાના કારણે પણ દેવું રહેવાની સમસ્યા ઉભી થાય છે. એટલે જ પિતૃદોષનું નિવારણ શક્ય તેટલું વહેલું કરવું જોઈએ. આમ કરવાથી પણ આપને દેવામાંથી મુક્તિ મળી શકે છે.

image source

ઉપરોક્ત જણાવેલ ખામીઓ જો દૂર કરવામાં આવે તો કુળદેવતા અને પિતૃઓની કૃપાદ્રષ્ટિ એટલી સક્ષમ છે કે જીવનભર તેમજ પેઢી દર પેઢી કોઈ વસ્તુનો અભાવ નહિ થાય અને ફરી ક્યારેય પણ દેવું કરવું પડશે નહિ.

image source

કુળદેવતાની આરાધના કરવાથી દેવા માંથી મુક્તિ મળે છે. કોઈ પણ દેવતા આપણા પિતૃના માધ્યમથી જ આપણને કઈક આપી શકે છે. એટલે પિતૃના માધ્યમથી આપણે કુળદેવતાને પ્રસન્ન રાખી શકીએ છીએ. આમ કરવાથી આપણે દેવા માંથી મુક્તિ મેળવી શકીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ