કોઈ એક વૃક્ષને પસંદ કરો અને જાણો કે આવનારા સમયમાં શું પરિવર્તનો આવશે…

ઘણાબધા લોકોને સાઇકોલોજિકલ ટેસ્ટ ખુબ જ ગમતા હોય છે. કેટલાક કેટલીક બાબતની ચકાસકણી કરવા માટે આવા ટેસ્ટ કરતાં હોય છે, જ્યારે બીજાઓ કંઈક સમજવા માગતા હોય છે, અને કેટલાક માત્ર રમૂજ ખાતર જ અથવા ટેસ્ટમાંથી આવતા પરિણામને કંઈક પ્રેરણા મેળવવા માટે કરતા હોય છે.

અહીં તમારા માટે એક ટેસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે કલર સાઇકોલોજી પર આધારિત છે. તે કદાચ તમારી સમક્ષ કંઈક નિવન રહસ્ય છતું કરે છે. વધારામાં, તેના પરિણામો તમારા અંદર છુપાયેલી ઇચ્છાઓ પણ પ્રતિબિંબિત કરે છે. આ પિક્ચર તરફ જુઓ. તમારા ગાર્ડન માટે કોઈ એક ટ્રી પસંદ કરો. ધ્યાનથી કરો અને તમારા અંતરના અવાજને સાંભળો. સમજી ગયા ? હવે તમે તમારું પરિણામ વાંચવાનું શરૂ કરી શકો છો.

1. ઓક

તમે તે લોકોમાંના એક છો જે હંમેશા પ્યાલો અરધો ભરેલો છે તેવું વિચારે છે. તમારા માટે જીવન અણધારી બાબતોથી ભરેલું એક મોટું સાહસ છે. નવા વર્ષમાં, તમારા માટે સુખદ અને નેંધપાત્ર પ્રસંગો તમારી રાહ જોઈ રહ્યા છે કારણ કે તમે નાવિન્ય સભર અસરો તરફ ખુલ્લા છો અને પરિવર્તનો માટે પણ તૈયાર છો. સંજોગોના કારણે તમે તમારી જાતને મર્યાદિત કે બંધાયેલા નહીં અનુભવો. તમે તમારી નવી સિદ્ધિઓ માટે ઉત્સાહિત રહેશો, અને તે દરેક સિદ્ધિઓ નવી સફળતાઓના દ્વાર ખોલશે અને તમને ચકિત કરતાં રહેશે.

2. લાર્ચ (શંકુદ્રમનું ઝાડ)

કદાચ સ્વતંત્ર હોવું એ જ તમારા પોતાની ઓળખ છે. તમારો રસ્તો પસંદ કરવામાં તમને કશું જ નડતું નથી, તે માટે તમે બધી જ બાધાઓ પાર કરી શકો છો. તમારી કલાત્મક સક્ષમતા આવનારા વર્ષમાં તમારી આવક વધારનારી છે. તમારે તમારા કામમાં સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમ કરવાની જરૂર નથી, તમારે માત્ર એટલું કરવાનું છે કે તમારા સિદ્ધાંતો તેમજ દૃષ્ટિકોણને વળગી રહેવાનું છે અને તમે જે લાંબા સમયથી પામવા ઇચ્છતા હતા તે તમને મળી જશે.

3. મેપલ

બની શકે કે તમે એક સંવેદનશીલ વ્યક્તિ હોવ. તમે અન્ય લોકો કરતાં પોતાના તેમજ પેતાની આસપાસના જગત વિષે વિચારવામાં વધારે સમય પસાર કરતા હોવ. નવા વર્ષમાં, તમારા જીવનમાં એક વ્યક્તિ પ્રવેશશે જેની સાથે તમે એક સુમેળ ભરી રોમેન્ટિક રિલેશનશીપ બાંધશો. તેમ છતાં તમે આત્મનિર્ભર વ્યક્તિ છો અને તમે ભાગ્યે જ કંટાળો અનુભવશો. તમારું જીવન વધારે તેજસ્વી અને વધારે સાહસી બનશે.

4. એલ્ડર

ચોક્કસ, તમે એક ખુબજ વ્યવહારુ અને સંતુલિત વ્યક્તિ છો. તમારી સાથે રહેવું એ ખુબ જ કમ્ફર્ટેબલ છે કારણ કે તમે એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છો. કુદરતી રીતે પણ જો તમે એક મજબુત વ્યક્તિ હોવ, તો ઘણીવાર તમને નથી ગમતું કે લોકો તમને સંવેદનશીલ વ્યક્તિ તરીકે જુએ. માત્ર આ જ કારણસર બની શકે કે વિજાતીય રિલેશનશીપ બાંધવામાં તમને તકલીફ પડે. તેમ છતાં આ નવા વર્ષમાં તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે. તમે એક એવી વ્યક્તિને મળશો જે તમારી દયાળુતાનું સમ્માન કરશે અને તેનો ઉપયોગ નહીં કરે.

5. મેર્ટલ (હિના)

બની શકે કે તમે એક આત્મવિશ્વાસુ વ્યક્તિ હોવ. તમારા જીવનની બધી જ બાબતો તમારા અંકુશમાં હોય, તમે ક્યારેય નસિબ પર આધાર ન રાખતા હોવ, અને તમે તમારી આવડત પર જ આધાર રાખતા હોવ. તમે ક્યારે કોઈ વસ્તુને પાછી ધક્કેલતા નથી, અને તમે જ્યારે તમારું કામ પૂર્ણ કરો છો ત્યારે જ સંતોષ માનો છો. તમારી આસપાસના લોકો જાણે છે કે તમે મજબુત છો અને તમે તેમને ખુબ ગમો છો. આ બધું તમારી લગન અને જવાબદારીઓને આભારી છે કે નવાર્ષમાં તમને પ્રમોશન મળશે, જે તમારા પ્રયાસોનું એક તર્કબદ્ધ પરિણામ છે.

6. પ્લમ

તમે એક શાંત અને વિવેકી વ્યક્તિ છો. તમને તમારા મિત્રો સાથે સમય પસાર કરવો ખુબ પસંદ છે પણ તમને એકલા રહેવું પણ પસંદ છે. કેટલીકવાર તમને જીવનનો અર્થ સમજવા માટે તેમજ બાહ્ય જગતમાંથી થોડો આરામ લેવા માટે થોડા એકાંતમાં રહેવું પસંદ છે. અને તેમ છતાં તમને તમારી પ્રાઇવેટ સ્પેસની જરૂર છે, એક ખુબ જ મહત્ત્વની ઘટના તમારી સાથે બનવા જઈ રહી છે આ નવા વર્ષમાં. તમારા જીવનમાં એક વ્યક્તિ પ્રવેશવાની છે જેની સમક્ષ તમે તમારું મન ખોલી શકશો. અને તે કોઈ ભૂલ નહીં હોય.

7. લિન્ડન

તમે એક આત્મવિશ્વાસી અને વિશ્લેષણાત્મક વ્યક્તિ છો લોકો તમારા પર ભરોસો કરી શકે છે. તમારી સંવેદનશીલતા તમારા માટે શું મહત્ત્વનું છે તે જાણવા હંમેશા તમારી મદદ કરે છે. જે લોકો તમારા જેવી સમજ શક્તિ તેમજ સચેતતા નહીં ધાવતા હોય તે તમારી તરફ તેવી વ્યક્તિને ધકેલશે જેને તમે ખરેખર આવકારતા હશો. આ તેવી વ્યક્તિ હશે જેની સેન્સ ઓફ સ્ટાઇલ તમારા જેવી જ શિષ્ટ હશે. આવી વ્યક્તિ માટે સંસ્કૃતિ એક ખુબ જ મોટો ભાગ ભજવે છે.

8. ચેસ્ટનટ

બની શકે કે બીજા લોકો એવું વિચારતા હોય કે તમે એક સ્વપ્નશીલ અને રોમેન્ટિક વ્યક્તિ છો. તમે કોઈ બાબતને સમજદારીથી ન લેતા હોવ. તમારી અંતઃસ્ફૂર્ણા તમને જે કહેશે તે જ તમારા માટે સૌથી મહત્ત્વનું હોય છે. જ્યારે તમને એમ લાગે કે લોકો લાગણીઓને મહત્ત્વ નથી આપતા અને તેમના મગજ પર જ નિર્ભર રહે છે ત્યારે તમે લોકો સાથેનો સંપર્ક તોડી નાખો છો અને તેવી ક્ષણે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો. આ વ્યક્તિના પણ સ્વપ્ના હશે અને તે કે તેણી તમારી લાગણીઓ તેમજ ભાવનાની અભિવ્યક્તિને તમને કાબુમાં રાખવા નહીં કહે.

9. વિલો

તમે એક બહિર્મુખી વ્યક્તિત્ત્વ ધરાવો છો. તમને જોખમો ઉઠાવવા ગમે છે અને રસપ્રદ કામો માટે તમે જવાબદારી ઉઠાવવામાં પણ પાછી પાની કરતા નથી.

તમે રૂટિનથી થાકી જાઓ છો, અને તમે કોઈ મોટી ઘટનાઓમાં મોટો ભાગ ભજવવા માટેના અવસરની રાહ જોઈ રહ્યા છો. તમારી આ પ્રવૃત્તિશીલતાના કારણે એક મોટું કામ તમારી પાસે આવવાનું છે. જે ક્ષણની તમે રાહ જોઈ રહ્યા હતા તે હવે નજીક આવી રહી છે.

તમારી પસંદગીઓનો અર્થ શું છેઃ

જે વૃક્ષ તમે પસંદ કર્યું છે તે એ દર્શાવે છે કે તમે તમારી જાતને કેવી રીતે ટ્રીટ કરો છો અને તમે તમારા જીવનમાં કેવા પ્રકારના પરિવર્તનો ઇચ્છો છો. તમારી પસંદગીઓ બની શકે કે તમારામાં છુપાયેલી પર્સનાલીટીનો કોઈ છૂપો ભાગ છતો કરે જેની કદાચ તમને ખબર ન હોય પણ અન્ય લોકો તે વિષે જાણતા હોય.

શું તમારા પરિણામોએ તમને ચકિત કર્યા ? તો કમેન્ટ્સમાં અમારી સાથે શેયર કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ટેસ્ટ તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ