દુનિયામાં આ વ્યક્તિએ પહેલાં ઉડાડી હતી પતંગ અને ભારતમાં આ ખાસ રીતે શરૂ થયો હતો ઉત્તરાયણનો તહેવાર

ઉત્તરાયણનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતમાં પતંગ ચઢાવવાનો રિવાજ છે. ક્યાંક સામૂહિક પતંગોત્સવ પણ યોજાય છે અને કેટલાક લોકો પોતાના ઘરોના ધાબા પર પતંગ ચઢાવે છે. ભારતમાં દર વર્ષએ આંતરરાષ્ટિરય પતંગોત્સવ પણ ઉજવાય છે. આ વર્ષે કોરોનાના કારણે તેને રદ્દ કરાયો છે. પણ શું તમે જાણો છો કે પતંગ કોણે બનાવી, પહેલી પતંગ કોણે અને ક્યાં ઉડાડી. નહીંને. તો આજે જાણો આ તમામ વાતો વિશે.

સૌથી પહેલાં કોણે ચઢાવી પતંગ, કેવી રીતે થી શરૂઆત

image soucre

આમ તો પતંગના આવવાને લઈને કોઈ ખાસ ઈતિહાસ નથી પણ એવી માન્યતા છે કે પતંગ ઉડાડવાની ઘટનાને લઈને સૌથી પહેલાં લખાયેલા લેખ તીની જનરલ હાન હસિન, હાન રાજવંશના નામે છે. પણ પતંગના આવિષ્કારને લીને અનેક માન્યતા છે. માનવામાં આવે છે કે સૌથી પહેલાં પતંગ ચીનમાં બનાવાયો હતો અને શાનડોંગ જે પૂર્વી ચીનનો પ્રાંત હતો તે પતંગનું ઘર કહેવાય છે.

image source

પૌરાણિક રીતે જાણવા મળ્યું છે કે એક ચીની ખેડૂત પોતાની ટોપી હવામાં ઉડતી બચાવવા માટે તેને એક દોરીથી બાંધીને રાખતો અને તેને પણ પતંગની શરૂઆત માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં પતંગ બનાવવા માટે રેશમના કપડાનો ઉપયોગ થતો હતો. 5મી શતાબ્દી ઈસા પૂર્વમાં ચીન દાર્શનિક મોધી અને લૂ બાને પતંગની શોધ કરી હતી ત્યારે વાંસ કે રેશમમાંથી પતંગ બનાવાતા હતા. 549ના સમયથી કાગળના પતંગની શરૂઆત થઈ. તે સમયે તેને સંદેશો મોકલવા માટેના અભિયાન સ્વરૂપે પ્રચલિત કરાઈ હતી.

image soucre

સૌ પહેલી ચીની પતંગ ફેલ્ટ કે ચપટી અને આયાતકરા થતી પછી તે પૌરાણિક રૂપ અને આંકડાથી સજાવવામાં આવી તેમાં સ્ટ્રિંગ્સ અન સીટીને પણ ફિટ કરાઈ જેથી તે ઉડે ત્યારે અવાજ આવતો.

ભારતમાં આ રીતે થઈ પતંગના તહેવારની શરૂઆત

image source

મોટાભાગના લોકોનું માનવું છે કે ચીની યાત્રઈઓ ફા હીએન અને હીહ્યુનસ્તંગ પતંગને ભારતમાં લાવ્યા હતા. તે ટિશ્યૂ પેપર અને વાંસની મદદથી બનેલી હતી. ત્યારે દરેક પતંગોનો આકાર પણ એક જેવો હતો. પતંગ ઉડાવવું ઘણું લોકપ્રિય બન્યું છે. કેટલાક વિશેષ તહેવાર અને પતંગબાજીને લઈને પ્રતિયોગિતતા પણ યોજાય છે.

image source

જયપુર, તેલંગાણા, ગુજરાત, પંજાબમાં ખાસ પતંગોત્સવ પણ ઉજવવામાં આવે છે. દરેક જગ્યાઓએ આ તારીખો અલગ અલગ રાખવામાં આવે છે. ખાસ કરીને આ પતંગોત્સવ જોવા માટે મલેશિયા, સિંગાપુર અને રશિયાથી પર્યટકો આવતા હોય છે. કુલ મળીને દેશ અને દુનિયામાં પતંગોત્સવ ધામધૂમથી ઉજવાય છે.