ભારતમાં વારંવાર બર્ડ ફ્લૂ ફેલાવવા પાછળ આ કારણ છે જવાબદાર, જેનાથી અજાણ છે 90 ટકા લોકો

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર હજુ પૂરો થયો નથી કે દેશમાં વધુ એક બીમારીએ પગરવ માંડ્યા છે. અસલમાં દેશના અમુક રાજ્યોમાં બર્ડ ફલૂના કેસો સામે આવ્યા છે. બર્ડ ફ્લૂના કારણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને બર્ડ ફ્લુનો પ્રભાવ રોકવા કોઈપણ સંભવિત પગલાંઓ ભરવા જણાવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારે ચેતવણી પણ આપી છે કે જો બર્ડ ફલૂ વધશે તો તે માણસો અને અન્ય પાલતુ પશુ પક્ષીઓમાં પણ ફેલાઈ શકે છે. ત્યારે સવાલ એ થાય કે આખરે વારંવાર બર્ડ ફલૂ ફેલાય છે કઈ રીતે ?

image source

બર્ડ ફલૂ એટલે કે એવીયન ઈંફ્લુએન્ઝા ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઘણા વર્ષોથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં તેનો પ્રથમ હુમલો વર્ષ 2006 માં થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતમાં બર્ડ ફ્લૂના ચાર મોટા હુમલાઓ થયા છે. પહેલો 2006 માં, બીજો 2012 માં, ત્રીજો 2015 માં અને ચોથો 2021 માં.

image source

ભારતમાં બર્સ ફલૂ હંમેશા વર્ષના અંતિમ મહિનાઓમાં એટલે કે શિયાળાની ઋતુમાં ફેલાયો છે. તેનું સંક્રમણ મોટાભાગે સપ્ટેમ્બર ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી માર્ચમાં જ ફેલાયું છે. નોંધનીય છે કે ભારતમાં બર્ડ ફલુ ફેલાવવાના મુખ્ય બે કારણો છે. પહેલું કારણ પ્રવાસી પક્ષીઓ દ્વારા તથા બીજું કારણ સંક્રમિત ચીજ વસ્તુઓ દ્વારા.

image source

પશુપાલન અને ડેરી મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં બર્ડ ફલૂનો વધુ ફેલાવો પ્રવાસી પક્ષીઓ દ્વારા જ થાય છે. ત્યારબાદ સંક્રમિત થયેલ ચીજ વસ્તુઓ જેમ કે કપડાં, વ્યક્તિ, સામાન, ખાવા પીવાની વસ્તુઓ વગેરે જે બર્ડ ફલૂ પ્રભાવિત વિસ્તાર કે દેશમાંથી આવી હોય તેના દ્વારા ફેલાય છે. જો કે ભારત સરકારે 2005 માં જ બર્ડ ફ્લુને ફેલાતો રોકવા એક્શન પ્લાન બનાવ્યો હતો અને ત્યારથી એ પ્લાનને જ અપડેટ અને ફોલો કરવામાં આવે છે.

image source

બર્ડ ફ્લૂથી માણસ સંક્રમિત થવાનો પહેલો દાખલો વરાહ 1997 માં જોવા મળ્યો હતો. જ્યારે માણસોમાં બર્ડ ફલૂ ફેલાવવાનો પહેલો દાખલો 2003 માં ચીનમાં નોંધાયો હતો. આ પહેલા માણસોના એકબીજાના સંપર્કમાં આવવાથી H7N9 વાયરસના સંક્રમણના કોઈ પુરાવા નહોતા મળ્યા. માત્ર પક્ષીઓ સાથે સીધા સંપર્કમાં આવવાથી જ માણસોને બર્ડ ફ્લુ થવાની શકયતા રહે છે.

image source

બર્ડ ફલૂનો વાયરસ પક્ષીઓ અને મુરઘાઓ માટે તો જીવલેણ છે જ પરંતુ સાથે સાથે તે માણસો માટે પણ જીવલેણ નીવડી શકે છે. 1997 માં હોંગકોંગમાં તેવો કેસ સામે આવ્યો હતો. એક અહેવાલ મુજબ ત્યારથી લઈને અત્યાર સુધી બર્ડ ફ્લૂથી સંક્રમિત થનારા પૈકી લગભગ 60 ટકા મોતને ભેટ્યા છે. આ માટે જ કોરોના વાયરસની જેમ જ બર્ડ ફલૂ વાયરસથી સાવચેત રહેવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ