શું તમારું બાળક પથારી ભીની કરે છે? તો અપનાવો આ ઉપાય આજથી જ

એક મહિલા જયારે માતા બને છે, ત્યારે તેને ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે; રાતના ઊઠવાનું. કેમકે બાળકને ભૂખ લાગે ત્યારે, બાળકનું ડાયપર બદલવું, આવી ઘણી બધી વસ્તુઓ માટે રાત્રી દરમીયાન માતાને ઊઠવાનું થાય છે. ઘણા બાળકો એવા હોય છે જે નાના હોય ત્યારે પથારીમાં પેશાબ કરી જાય છે. આ બાબત ૪ થી ૫ વર્ષની ઉમર સુધીના બાળકોમાં વધારે જોવા મળે છે. પરંતુ ત્યાર પછી ધીરે ધીરે જેમ બાળક મોટું થાય છે તેમ તેમ આ રીતે પથારીમાં પેશાબ(urin in bed)ની આદત છૂટી જાય છે.

image source

પરંતુ કેટલાક બાળકો એવા હોય છે જે મોટા થયા પછી પણ આ પથારીમાં પેશાબ કરવાની આદત છૂટી શકતી નથી. કેટલાક એવા બાળકો પણ જોવા મળે છે જે ૧૫ વર્ષની ઉમર સુધી પથારીમાં પેશાબ કરવાની આદત હોય છે. બાલ્કની આ સમસ્યાનો ઉપાય જો સમયસર કરવામાં ના આવે તો આગળ જતા વધારે મુશ્કેલી થઈ શકે છે. જો આપના બાળકને પણ આવી સમસ્યા થઈ રહી હોય તો તેને ગંભીરતાથી લેવી શક્ય હોય તેટલી જલ્દી તેનો ઈલાજ કરાવવો.

image source

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે છોકરીઓની તુલનામાં છોકરાઓમાં પથારીમાં પેશાબ કરવાની સૌથી વધારે સમસ્યા જોવા મળી જાય છે. ખાસ કરીને ત્યારે જયારે બાળકો ભરઊંઘમાં સુતા હોય ત્યારે આ સમસ્યા વધારે જોવા મળે છે. પથારીમાં પેશાબ કરી જવાની સમસ્યાની અસર ફક્ત શારીરિક જ નહી પણ માનસિક વિકાસ પર પણ જોવા મળે છે. અજાણતા પથારીમાં પેશાબ થઈ જવાથી બાળકનો આત્મવિશ્વાસ ડગવા લાગે છે.આવા સમયે માતાપિતાએ પોતાના બાળક પર ભરોસો બતાવીને બાળકનો ભરોસો વધારવો જોઈએ. આજે અમે આપને બાળકોમાં જોવા મળતી પથારીમાં પેશાબ કરી જવાની આ સમસ્યાને દુર કરવા માટે કેટલાક ઉપાયો જણાવીશું. આ ઉપાયો અજમાવવાથી આપ આપના બાળકને આ સમસ્યાથી છુટકારો આપવામાં સફળ થઈ શકો છો.

1.મધનો ઉપયોગ :

image source

મધ એવી વસ્તુ છે જે બાળકો ઘણા શોખથી ખાવાનું પસંદ કરે છે. એટલા માટે આપ બાળકને રાત્રે સુતા પહેલા એક ચમચી મધનું સેવન કરાવવું કે પછી સવારના સમયે એક ગ્લાસ હુફાળા પાણીમાં મધ ભેળવીને પીવડાવવું જોઈએ.

2.બ્લેડર (મૂત્રાશય)ટ્રેનીંગ:

આપ બાળકના બ્લેડરનું પરિક્ષણ કરવું જોઈએ. બાળકના બ્લેડરનું પરીક્ષણ કરવા માટે આપે બાળકને દિવસ દરમિયાન વધુમાં વધુ પ્રવાહી વસ્તુઓ પીવા માટે આપો. ત્યાર પછી બાળકના પેશાબ જવાના સમય વચ્ચે અંતર વધારતા જાવ. ઉપરાંત આ વાતની સમજ આપ બાળકને પણ ધીરે ધીરે સમજાવી શકો છો. જેથી બાળક પણ પોતાનું ધ્યાન રાખી શકે. આમ કરવાથી પણ રાતના સમયે પથારીમાં પેશાબ કરવાની આદત/સમસ્યા છોડાવી શકો છો.

૩. ઊંઘ માંથી ઉઠાડીને પેશાબ કરાવો:

image source

બાળકોમાં પથારીમાં પેશાબ કરવાની સમસ્યા મોટાભાગે ૪ થી ૫ વર્ષની ઉમર પછી ખુબ ઓછી થવા લાગે છે અને ધીરે ધીરે ખતમ થઈ જાય છે. પરંતુ જે બાળકોમાં આ સમસ્યા દુર નથી થતી તેવા બાળકો મોટાભાગે મધ્ય રાત્રી એટલે કે સુઈ ગયાના ત્રણથી ચાર કલાક પછી પથારીમાં પેશાબ કરી જાય છે તો આપે શક્ય હોય તો બાળકના રાત્રે સુઈ ગયા પછી જયારે તે ભરઊંઘમાં હોય ત્યારે બાળકને પથારી માંથી ઉઠાડીને બાથરૂમમાં લઈ જઈને પેશાબ કરવાની ફરજ પાડો.આમ કરવાથી બાળકનું બ્લેડર ખાલી રહેશે અને બાળક પથારી ભીની નહી કરે.

૪. સરસોનો ઉપયોગ :

image source

આપ બાળકની પથારીમાં પેશાબ કરી જવાની સમસ્યાને દુર કરવા માટે સરસોના દાણાનો ઉપયોગ કરી શકો છો. સરસોના દાણાનો ઉપયોગ કરવા પહેલા સરસોના દાણાનો પાવડર બનાવી લો. ત્યાર પછી બાળકને રોજ રાતે સુવાના એક કલાક પહેલા નવશેકા દુધમાં એક ચમચી સરસોના દાણાનો પાવડર નાખીને પીવડાવો. આ ઉપાય કરવાથી આપને થોડાક સમયમાં જ બદલાવ જોઈ શકશો.

૫. આમળાં:

image source

આયુર્વેદમાં આમળાને અન્ય રોગો માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ આપ બાળકોમાં થતી પથારીમાં પેશાબ કરવાની સમસ્યાને દુર કરવા માટે કરી શકાય છે. એના માટે આપે આમળાના ગુંદામાં કાળા મરીનો પાવડર નાખીને થોડું થોડું ખવડાવવું. એક વાત ખાસ ધ્યાન રાખવું કે આપનું બાળક જેટલા કાળા મરી ખાઈ શકે તેટલા જ કાળા મરી આમળાં સાથે ભેળવવા. કાળા મરી સિવાય આપ આમળાના ગુંદામાં થોડીક હળદર અને મધ સાથે બાળકને ખવડાવવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ