બનાવો રસોઈઘરની આ વેસ્ટ વસ્તુઓને યુઝફુલ અને લાવો ઘરમા બરકત…

મિત્રો, આપણા દેશમા મુખત્વે સ્ત્રીઓ પોતાનો મોટાભાગનો સમય રસોઈઘરમા વિતાવતી હોય છે. હા, એ વાત અલગ છે કે આજે સ્ત્રી એ પુરુષ સમોવડી બનવા માટે દરેક કાર્યક્ષેત્રમા પણ પોતાની કારકિર્દી બનાવીને આગળ વધી રહી છે પરંતુ, તેમછતા પણ ઘણી સ્ત્રીઓ લગ્ન પછી સૌથી પહેલુ પ્રાધાન્ય પોતાના ઘરકાર્ય એટલે કે રસોઈઘરને આપે છે.

image source

રસોઈઘરમા ગૃહિણીઓ પોતાનો મોટાભાગનો સમય વિતાવતી હોય છે અને સવારના નાસ્તાથી લઈને રાત્રીના ભોજન માટે અનેકવિધ એવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હોય છે. ઘણીવાર એવી સ્થિતિ સર્જાતી હોય છે કે, જોઈન્ટ ફેમીલી હોવાના કારણે ગૃહિણીએ દરેક વ્યક્તિ માટે તેમની પસંદની અલગ રસોઈ બનાવવી પડે છે અને તેના કારણે ઘણીવાર રસોઈઘરમા અનેકવિધ સામગ્રીઓ અને મસાલાઓ વેડફાતા હોય છે અને તેના કારણે તેમને ઘણીવાર અફસોસ પણ થતો હોય છે પરંતુ, જો તમે કોઠાસુઝ વાપરો તો આ વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો, કેવી રીતે? ચાલો જાણીએ.

image source

રસોઈઘરમા રહેલી અનેકવિધ પ્રકારની બચેલી સામગ્રીને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ જેમકે, લીંબુ અને સંતરાની છાલ, ચાની ઉકાળેલી ભૂક્કી વગેરે. આ વસ્તુઓને આપણે નકામી સમજીને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તે આપણા માટે અત્યંત ઉપયોગી સાબિત થઇ શકે છે.આ વસ્તુઓનો વિશેષ રીતે ઉપયોગ કરીને તમે અમુક પ્રકારના ખર્ચાઓ પર કાપ મૂકી શકો છો. ચાલો આ અંગે થોડી વધુ માહિતી મેળવીએ.

image source

જો તમે ઈચ્છો તો રસોઈઘરમા ઉપયોગ કર્યા બાદ વધેલા લીંબુના છોતરામા થોડો બેકિંગ સોડા ઉમેરીને તેને તાંબાના વાસણ સાફ કરવા માટે ઉપયોગમા લઇ શકો છો. આમ, કરવાથી તમારા વાસણ પણ ચમકી ઉઠશે. આ સિવાય ચા બનાવ્યા બાદ તમે તેની વધેલી ચા ની ભૂક્કી ધોઇને તેનુ પાણી ગુલાબના છોડના કૂંડામા નાખી શકો છો.

image source

આ પાણી જો તમે ગુલાબના છોડમા નાખો તો તે તેના માટે ખાતરનુ કામ કરશે. આ સિવાય જો તમે પપૈયાના છોતરા સૂકવીને તેને દળીને તેનો પાવડર તૈયાર કરી લો અને ત્યારબાદ આ પાવડરને તમારા ભોજનમા ઉમેરો તો તમારુ ભોજન અત્યંત સ્વાદિષ્ટ બનશે. આ સિવાય જ્યારે તમે ભટૂરે બનાવવાના હોવ ત્યારે તમે મેંદામા થોડો રવો ઉમેરી ત્યારબાદ તેને બનાવો તો તેનાથી પૂરી વણવામા તમને સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ પણ વધી જશે.

image source

આ ઉપરાંત મસાલાનો યોગ્ય સ્વાદ ભોજનમા ત્યારે જ આવે છે, જ્યારે તમે ભોજનને ધીમી આંચ પર પકાવો છો. આ સિવાય જો તમે ઠંડીની ઋતુમા મેથીના પાંદને કોરા કરીને સુકવી દો અને ત્યારબાદ તેનો કસુરી મેથી તરીકે ઉપયોગ કરી શકો છો. પાલકનો પણ તમે આવી રીતે સુકવીને ઉપયોગ કરી શકો છો.

image source

આ સિવાય જો તમે વટાણાને તેમજ લીલી તુવેરને ઠંડા પાણીમા પલાળીને સુકવી દો તો ફ્રીજમા સંગ્રહ કરી લો એટલે આખુ વર્ષ નહી બગડે. આ સિવાય જો તમે કેરીની ઋતુમા તેના મોટા પીસ કરી ફ્રીઝમા સંગ્રહ કરીને રાખી દો તો તમે આખુ વર્ષ આ રસનો સ્વાદ માણી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ