લાખોની કિંમતમાં વેચાઈ છે આ દેડકા, જાણો તેની પાછળનું રહસ્ય

તમે ઝેરી સાપ વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે વિશ્વના સૌથી મોંઘા અને ઝેરી દેડકા વિશે જાણો છો. આ દેડકાની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. ખરેખર, આ દેડકાની જાતિનું નામ પોઇઝન ડાર્ટ ફ્રોગ(Poison Dart Frog) છે. આ દેડકા તેના ઝેર માટે વિશ્વભરમાં જાણીતા છે.

આ પ્રજાતિના દેડકાની કિંમત 1.50 લાખ

image source

આ જાતિના દેડકાનું ઝેર 10 લોકોનો જીવ લઈ શકે છે. આ કારણોસર આ દેડકાની સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં દાણચોરી કરવામાં આવે છે.

image source

પોઈઝન ડાર્ટ ફ્રોગની કિંમત જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રજાતિના દેડકાની કિંમત 1.50 લાખ છે. આ જાતિના દેડકા કાળા, પીળા, નારંગી, ચમકીલા લીલા અને વાદળી રંગના હોય છે. ઈતિહાસની વાત કરીએ તો, આ દેડકાનો ઉપયોગ શિકાર માટે શસ્ત્રો બનાવવા માટે કરવામાં આવતો હતો.

image source

આ દેડકાનું ઝેર એટલું જોખમી છે કે જો તેને મોજા વગર સ્પર્શ થઈ જાય તો તમે થોડી જ સેકંડમાં તમારો જીવ લઈ શકે છે. માણસનાં શરીરના સંપર્કમાં આવ્યા પછી, તેનાં ઝેરથી ધીમે ધીમે માણસની નસો સંકોચાવા લાગે છે. જેની ઉપર તેનું ઝેર ચડે છે, તે તેના શરીરની માંસપેશીઓનું નિયંત્રણ ગુમાવે છે. અંતે, તેને હાર્ટ એટેક આવે છે અને તેનું મૃત્યુ થાય છે.

આ દેડકા 6 સે.મી. સુધીના હોય છે

image source

આ દેડકા 6 સે.મી. કદના હોય છે. તેનું વજન 30 ગ્રામ સુધી હોય છે. એક દેડકામાં 10 લોકોને મોતને ઘાટ ઉતારવા જેટલું ઝેર હોવાનું જાણવા મળ્યું છે. પોયઝન ડાર્ટ દેડકા બ્રાઝીલ, એક્વાડોર, વેનેઝુએલા, બોલિવિયા, કોસ્ટા રિકા, પનામા, ગુઆના અને હવાઈના જંગલોમાં જોવા મળે છે. આ જાતિના નર દેડકા પાંદડા, મૂળ અને ભીની સપાટી પર ઇંડા છુપાવે છે.

દેડકાનો રંગ અને ઝેર તેને કિંમતી બનાવે છે

image source

જર્મનીની હમ્બોલ્ટ ઇન્સ્ટિટ્યૂટના સંશોધનકારોનું માનવું છે કે કોલમ્બિયામાં 200 નાશપ્રાય પ્રજાતિઓને જોખમી જાહેર કરવામાં આવી છે. તેમાં પોઈઝન ડાર્ટ ફ્રોગનો પણ શામેલ છે. આ દેડકાના રંગ અને ઝેરને લીધે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત એટલી વધારે રહે છે.

દેડકાના ઝેરથી દવા બનાવવામાં આવે છે

image source

તાજેતરના એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે થોડા વર્ષો પહેલા અમેરિકામાં પોઇઝન ડાર્ટ ફ્રોગને મોટા પાયે મંગાવવામાં આવ્યા હતા.

image source

આ દેડકાના ઝેરમાંથી પેઈનકિલર દવા બનાવવામાં આવે છે. પોયજન ડાર્ટ દેડકામાંથી નીકળેલ ઝેરથી બનાવવામાં આવેલી દર્દ નિવારક દવાઓની અસર મોર્ફિનથી 200 ગણી વધારે હોય છે. તેથી અત્યાર સુધી આ પેઈનકિલર દવાઓનું ક્લીનિકલ ટ્રાયલ જ ચાલી રહ્યું છે. કારણ કે, તેના ઝેરથી 10 થી 20 માણસ અથવા 10 હજાર ઉંદર મોતને ઘાટ ઉતરી શકે છે.

image source

તેના ઝેરની તીવ્રતાને ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી દવાઓમાં તેનો ઉપયોગ સુરક્ષિત રીતથી કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ