12 જ સેકન્ડમાં ધસમસતી ટ્રેન સામે પડેલા દિવ્યાંગને જોઇ રેલવે કર્મચારી દોડ્યો, અને બચાવી લીધો જીવ, VIDEO જોઇ શ્વાસ થંભી જશે

અંધ મહિલાનું બાળક રેલવે ટ્રેક પર પટકાયું, સ્વિચમેને પોતાના જીવની ચિંતા કર્યા વગર ભર્યું સાહસિક પગલું

‘જેને રામ રાખે એને કોણ ચાખે..’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. આ કહેવતને સાર્થક ઠેરવતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રેલવેના પાટા પર પડી ગયેલા દિવ્યાંગ બાળકને એક રેલવે કર્મચારીએ જીવને જોખમમાં મુકીને બચાવી લીધો હતો. આ વીડિયો જો તમને કોઈ સીધો જ બતાવી દે તો એવું જ લાગે કે કોઈ દુઃસ્વપ્ન હશે અથવા કોઈ સુપરહીરો ફિલ્મનો સીન હશે. પરંતુ મુંબઈની ફાસ્ટ ફોરવર્ડ ધબકતી રિયલ લાઈફનો આ 30 સેકન્ડનો વીડિયો તમારા રુંવાટા ઊભા કરી દેવા માટે પૂરતો છે. એ સાથે 30 સેકન્ડમાં શું થઈ શકે છે તે પણ સમજાવી શકે છે.

આ વીડિયો મુંબઈના વાંગણી રેલવે સ્ટેશનનો છે. એક દિવ્યાંગ બાળક પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર અચાનક પડી ગયું હતું. આ દરમિયાન અચાનક જ સ્પીડમાં ટ્રેન આવી ગઈ હતી. આ જોઈ ત્યાં હાજર પોઇન્ટમેન તરત જ દોડ્યો અને ટ્રેક પરથી દિવ્યાંગ બાળકને ઊઠાવી પ્લેટફોર્મ પર ચઢાવી દીધો હતો.

જે બાદ તરત જ ટ્રેન ત્યાંથી પસાર પહોંચી ગઈ હતી. જીવના જોખમે બાળકનો બચાવ કરનારા પોઇન્ટમેન મયૂર શલ્કેની કેન્દ્રીય રેલવેમંત્રી પિયૂષ ગોયલે પ્રસંશા કરી હતી. આ ઘટના મહારાષ્ટ્રના મુંબઈ ડિવિઝનની છે. મહારાષ્ટ્રના વાંગણી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એક બાળક પોતાની માતાની સાથે જઈ રહ્યું હતું. આ દરમિયાન બાળક ચાલતા-ચાલતા પ્લેટફોર્મના છેડે આવી ગયું અને તેનું સંતુલન બગડી જતાં બાળક રેલવે ટ્રેક પર પડી જાય છે. આ દરમિયાન બીજી તરફ ટ્રેન આવી રહી હતી. માતા કંઈ કરે તે પહેલા એક સ્વિચમેન દોડતો આવ્યો હતો. બાળકને સેકન્ડોમાં જ બચાવી દીધું હતું. બાળકને બચાવવાનો વીડિયોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

મહારાષ્ટ્રના મુંબઈ ડિવિઝનમાં સ્વિચમેન મયૂર શેલ્ખે બાળકને બચાવવા ભગવાનનો દૂત બનીને આવ્યો અને તેણે પોતાના જીવનો ક્ષણનો પણ વિચાર કર્યા વગર બાળકને પાટા પરથી પ્લેટફોર્મ પર ચડાવ્યો અને પોતે પણ કૂદીને પ્લેટફોર્મ પર આવી ગયો હતો. મયૂર શેલ્ખે કૂદીને પ્લેટફોર્મ પર આવ્યો તેની અડધી સેકન્ડમાં જ ટ્રેન ત્યાંથી પસાર થઈ હ્તી. આ દિલધડક વીડિયો ભારે શૅર થઈ રહ્યો છે

. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 હજરથી વધુ લાઇક્સ મળી ચૂકી છે અને બે હજારથી વધુ વાર રીટ્વીટ કરવામાં આવી ચૂક્યો છે. બાળકનો જીવ બચાવનાર સ્વિચમેન મયૂર શેલ્ખેએ જણાવ્યું હતું કે, શનિવારે જ્યારે તે ડ્યૂટી પર હતો ત્યારે સીએસટી તરફ જતી ઉદ્યાન એક્સપ્રેસ આવી રહી હતી. તે સમયે એક અંધ મહિલા પોતાના બાળકની સાથે પ્લેટફોર્મ પર ચાલી રહી હતી. મેં જોયું કે 6 વર્ષનું બાળક પાટા પર પડી ગયું અને સામે જ ટ્રેન આવી રહી હતી. મેં વિચાર્યું કે બાળકનો જીવ બચાવવો ખૂબ જરૂરી છે, તેથી હું તાત્કાલિક ભાગીને તેને બચાવી લીધો હતો.

એશિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સપોર્ટ ડેવલોપમેન્ટે શેલકેને રુ. 50000નું ઇનામ જાહેર કર્યું છે. શેલ્ખે જેણે 6 મહિના પૂર્વે જ રેલવેમાં નોકરી મેળવી હતી. જેણે પોતોના આ સાહસિક કાર્ય પ્રત્યે ખૂબ જ નમ્રતા સાથે કહ્યું કે, ‘જ્યારે મે આ બાળકને ટ્રેક પર જોયો ત્યારે હું ડ્યુટી પર હતો. એક સેકન્ડ માટે તો હું અચકાયો કે શું કરું. પરંતુ પછી મે નક્કી કરી લીધું કે મારે બાળકને બચાવવો જોઈએ અને હું એકદમ દોડી ગયો કે જેથી ટ્રેન પહોંચે તે પહેલા હું પહોંચી જાઉં.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!