Bluetoothની કહાની છે બહુ રસપ્રદ, જાણો આખરે Bluetoothનું નામ કેમ બ્લૂ પરથી જ પડ્યું, બ્લેક-રેડ કે ગ્રીન પરથી કેમ નહીં?

જો બ્લૂટૂથ નામનો ગુજરાતી અનુવાદ કરીએ તો તેનો અર્થ થાય છે ભૂરા દાંત. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે. પરંતુ શું તમે જાણો છો આ નામની શું કહાની છે? બ્લૂટૂથ(Bluetooth) ટેકનીકને કારણે કેટલાય કાર્યો સરળ થઈ જાય છે તે કહેવાની જરૂર નથી.

image source

ઇયરબડ્સથી લઈને સ્પીકર્સ સુધી કનેક્ટ કરવા માટે આપણને બ્લૂટૂથની જરૂર પડે છે. તમે તમારા ફોનમાં એક ઓપ્શન જોયું હશે જેનું નામ છે Bluetooth. Bluetooth એક એવી ટેકનોલોજી છે જેના દ્વારા તમે કોઈપણ વાયર વિના એક નક્કી અંતર સુધીના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જેવા કે ફોન, કમ્પ્યૂટર વગેરેને એકબીજાની સાથે કનેક્ટર કરી શકો છો. Bluetoothના માધ્યમથી તમે એક બીજા ડિવાઈસમાં ડેટા મોકલી શકો છો.

image soucre

તમે પણ તેનો અનેક વાર ઉપયોગ કર્યો હશો. પરંતુ શું તમે ક્યારેય તેના નામ વિશે વિચાર્યું છે કે આખરે આ Bluetooth નામ ક્યાંથી આવ્યું. બ્લૂટૂથ એ એક ટેકનોલોકજી છે જે બે કરતા વધુ ડિવાઇસીસને જોડે છે. શું તમે જાણો છો કે બ્લૂટૂથનું નામ Bluetooth કેમ રાખવામાં આવ્યું છે? આ વિશે સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની કહાનીઓ ચાલી રહી છે. ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે બ્લૂટૂથના નામની પાછળ એક રાજાનું નામ છે. જેનો આ ટેકનોલોજી સાથે કોઈ સંબંધ નથી.

image source

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે, આ નામનો વિચાર Jim Kardach દ્વારા આપવામાં આવ્યો હતો, જે બ્લૂટૂથ ઈન્વેશન ટીમનો ભાગ હતો. Jim Kardachના જણાવ્યા મુજબ, તે એક ઇતિહાસનું પુસ્તક વાંચતો હતો. તે જ પુસ્તકના એક પાત્રને તેની પ્રેરણા ગણે છે. તેમના કારણે આ તકનીકનું નામ બ્લૂટૂથ રાખવામાં આવ્યું હતું. બ્લૂટૂથનું નામ 10મી સદીના ડેનમાર્કના કિંગ King Harald Bluetooth પર રાખવામાં આવ્યું હતું. તે સ્કેન્ડિનેવિયા રાજ્યને જોડવા માટે ખુબ પ્રખ્યાત હતો. તેઓએ ઘણાં રાજ્યો એક સાથે ભેળવ્યા હતા. સ્કેન્ડિનેવિયા રાજ્યમાં ડેનમાર્ક, નોર્વે અને સ્વીડન સામેલ છે. બ્લૂટૂથમાં અમે આપણે ડિવાઈઝને એક બીજા સાથે કનેક્ટ કરીએ છીએ. એ જ રીતે, King Harald Bluetooth પણ રાજ્યોને જોડતો હતો. આ કારણોસર Jim Kardach આ તકનીકીનું નામ બ્લૂટૂથ હોવાનું સૂચન કર્યું હતું. King Harald Bluetoothનું નામ બ્લૂટૂથ કેમ રાખવામાં આવ્યું તે પ્રશ્નના જવાબમાં ઘણા લોકો એમ પણ કહે છે કે તેમનો એક દાંત સંપૂર્ણ રીતે ડેડ થઈ ગયો હતો. આ કારણે, તે વાદળી દેખાતો હતો. આ કારણોસર આ રાજાના નામમાં Bluetooth નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Bluetoothની બીજી કઈ કહાની છે:

image source

જોકે અનેક રિપોર્ટ્સમાં દાંતવાળી કહાનીની અલગ કહાની પણ દર્શાવવામાં આવી છે. પરંતુ આ વાત નક્કી છે કે Bluetoothનું નામ રાજા Harald Gormssonના નામ પરથી જ પડ્યું હતું. હવે સવાલ એ છે કે Bluetoothના માલિકે તે રાજાના નામ પરથી જ આ ટેકનોલોજીનું નામ કેમ રાખ્યું?. એવામાં કહેવામાં આવે છે કે Bluetoothના માલિક Jaap Heartsen, Ericsson કંપનીમાં Radio Systemનું કામ કરતા હતા. Ericssonની સાથે નોકિયા, ઈન્ટેલ જેવી કંપનીઓ પણ તેના પર કામ કરી રહી હતી. આવી જ અનેક કંપનીઓએ સાથે મળીને એક સંગઠનની રચના કરી હતી જેનું નામ SIG (Speacial Interest Group) હતું. આ ગ્રૂપની મીટિંગ દરમિયાન આ નામ સામે આવ્યું હતું. જ્યારે ઈન્ટેલના માલિક Jim Kardcachએ રાજા વિશે જણાવ્યું અને તેના પછી આ કહાનીમાંથી બ્લૂટૂથનું નામ નીકળ્યું. જોકે ઈન્ટરનેટ પર અનેક લોકો તેને જોડીને અન્ય કહાનીઓ પણ બતાવે છે.