ચહેરાની ચમક પરત લાવવા આ રીતે કરો કેળાની છાલનો ઉપયોગ

કેળા તો ગુણોથી ભરપૂર છે જ, પરંતુ તેની છાલ પણ કઈ કમ નથી, આજે અમે તમને કેળાની છાલ વિશેની કેટલીક ઉપયોગી ટીપ્સ જણાવી રહ્યા છીએ. જો તમે કેળાની છાલને કચરો સમજીને ફેંકી દો છો તો હવેથી એમ કરતાં ધ્યાન રાખજો. કારણ કે કેળાના ફક્ત છાલમાં જ એટલા ગુણો છે જેનો કદાચ તમને ખ્યાલ જ નહીં હોય. કેળાની છાલમાં રહેલા વિટામિન, કાર્બોહાઇડ્રેટ, એન્ટીઑક્સીડેન્ટ અને પોટેશિયમ જેવા તત્વો તમારી ત્વચા માટે વરદાન કરતાં સહેજ પણ ઓછાં નથી. જેથી તમે ફરીથી કેળાની છાલ ફેંકી દેવાનું વિચારશો નહીં.

1. જો તમારા દાંત પીળા થઈને તેની ચમક ગુમાવી ચુક્યા છે તો તમે કેળાની છાલને દિવસમાં બે વખત દાંત પર ઘસો, રોજ આમ કરવાથી પીળા દાંત થોડા દિવસોમાં ચમકવા લાગશે અને સફેદ થઈ જશે છે.

image source

2. કેળાની છાલ અને કેળા બંને ચહેરા પર ગ્લો લાવે છે અને તેમાં કુદરતી ભેજ હોય છે જે ચહેરાને એલર્જી, પિમ્પલ્સ, ફોડલીઓ અને ચેપથી દૂર રાખે છે, કેળાની છાલમાં સ્ટાર્ચ હોય છે, જે સ્કિન પોર્સમાંથી વધારાનું ઓઈલ દૂર કરી દે છે, બ્લોકેજ દૂર કરવામાં પણ ખૂબ મદદગાર છે. કેળાની છાલને ચહેરા પર લગાવવાથી ખીલમાંથી મુક્તિ મળે છે.

image source

3. જો તમારા ચહેરા પર અથવા બીજી કોઈ જગ્યાએ મસા થયા હોય તો તમે તેને કેળાની છાલની મદદથી કાઢી શકો છો. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા થોડા સમય માટે કેળાની છાલ મસા પર લગાવો અને થોડા દિવસોમાં મસા દૂર થઈ જશે. આ ઉપરાંત જો આપની સ્કિન ઓઈલી છે તો તેના માટે કેળાની છાલનો અંદરના પડને કાઢી તેમાં 1 ચમચી મધ અને લીંબુનો રસ મેળવીને ચહેરા પર સ્કબની જેમ લગાવો. થોડા દિવસમાં સારૂ રિઝલ્ટ જોવા મળશે.

4. કેળાની છાલની મદદથી તમે તમારા સુઝ પણ ચમકાવી શકો છો.

image source

5. કેળાની છાલને ત્વચા પર લગાવવાથી ત્વચામાં પાણીની ખોટ દૂર થાય છે. તેના યોગ્ય ઉપયોગ માટે, કેળાની છાલ (પીસીને) ઇંડાની જરદી સાથે મિક્સ કરો અને ચહેરા પર લગાવો, અને પછી થોડીવાર પછી તેને ધોઈ લો. તે કરચલીઓ દૂર કરશે અને તમારી ત્વચામાં નિખાર જોવા મળશે.

image source

6. જો કોઈ જીવજંતુએ ડંખ માર્યો હોય, તો પછી તે સ્થાન પર કેળાની છાલ પીસીને લગાવી દો જલદી આરામ મળશે.

7. કેળાની છાલ યુવી કિરણોથી આંખોનું રક્ષણ કરે છે. કેળાની છાલ થોડી વાર આંખો પર રાખો. તેનાથી રાહત મળશે. આ ઉપરાંત આંખની નીચે ડાર્ક સર્કલ થઇ ગયા હોય તો આ સમસ્યામાં પણ કેળાની છાલ ઉપયોગી નીવડે છે. આ માટે કેળાની છાલને બ્લેંડરમાં પીસી લેવી અને તેમાં એલોવેરે જેલ મિક્સ કરી આંખની નીચેના ભાગમાં લગાડવી. જ્યારે સુકાઈ જાય તો ધોઈ લો અને આ ઉપાય સતત કરવાથી ડાર્ક સર્કલમાં દૂર થઇ જશે.

image source

8. તો બીજી તરફ કેળાની છાલ એક પ્રકારનું ફેસિયલનું રકામ કરે છે. કેળાની છાલમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. આ માટે કેળાના છાલને મિક્સ્ચરમાં પીસીને તેમાં બે નાની ચમચી બદામનું તેલ મિક્સ કરી ચહેરા પર લગાડવું. 20 મિનિટ પછી ધોઈ લેવું. થોડા દિવસ બાદ તમારા ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જશે અને તમારો ચહેરો ચમકવા લાગશે.

image source

9. જે લોકોને માથાનો દુખાવો રહેતો હોય તેના માટે કેળાની છાલ અત્યંત લાભકારી છે. માથાનો દુખાવો અથવા આધાશીશીની સમસ્યા ધરાવતા લોકો થોડા દિવસ આ રીતે કેળાની છાલનો ઉપયોગ કરશે તો તેમને ચોક્કસથી ફાયદો થશે. માથાનો દુખાવો અને આધાશીશીની સમસ્યાથી રાહત મેળવવા માટે કેળાની છાલ તમારા કપાળ અને ગળા પર લગાવો. તેમાં હાજર પોટેશિયમ તમને માથાનો દુખાવોથી રાહત આપવામાં મદદગાર સાબિત થાય છે, સાથે જ તે મનને ઠંડક આપે છે.

image source

10. આ ઉપરાંત કેળાની છાલનો ઉપયોગ કરીને તમે તમારા વાળ નરમ અને મજબૂત બનાવી શકો છો. આ માટે તમારે કેળાની છાલનો ઉપયોગ વાળના માસ્કની જેમ કરવો પડશે. તેનાથી તમારા વાળ નરમ અને ચમકદાર બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!