ALERT! ચા સાથે આ વસ્તુનું સેવન જીવલેણ બની શકે છે

ભારતના લોકો ચા વિના જીવી શકતા નથી. તમે પણ ચા પીતા હશો, પછી ભલે તે મસાલાની ચા હોય, આદુ ચા હોય કે બ્લેક ટી અને તેની સાથે તમે કેટલીક કોપ્લીમેન્ટરી વસ્તુઓ લેતા હશો. તમે ક્યાંય પણ જાઓ ત્યારે તમને ચા પીરસવામા આવે છે અને પછી તેની સાથે ખાવા માટે ચોક્કસ કંઈક બીજું પણ આવવામાં આવે છે.

image source

આજે અમે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સામાન્ય રીતે ચાવાળા લોકો લે છે, જે કેન્સર જેવા જોખમી રોગનું પણ કારણ બની શકે છે. ચાલો તમને જણાવીએ કે તે કઈ વસ્તુ છે, જેના દ્વારા તમે આવા ગંભીર રોગનો શિકાર બની શકો છો.

ઘણા લોકોને ચા સાથે સિગારેટ પીવાની ટેવ હોય છે

image source

તમને જણાવી દઈએ કે આજે આપણે ચા સાથે જે વસ્તુ લેવાથી કેન્સર થવાની વાત કરી રહ્યા છીએ તે બીજુ કઈ નહી પરંતુ સિગરેટ છે. જીહા દોસ્તો જો તમે ચા સાથે સિગારેટ પીવો છો, તો તમને કેન્સરનું જોખમ વધી શકે છે. સ્મોકિંગ સાથે ગરમ ચા પીવાથી એસોફૈગલ કેન્સર થવાની શક્યતા પાંચ ગણી વધી જાય છે. તમે રોજ તમારી આસપાસના ઘણા લોકોને જોતા હશો કે જેને ચા સાથે સિગારેટ પીવાની ટેવ હોય છે અને જે સિગારેટ વગર ચા પી શકતા નથી અને કેટલાક લોકો એવા પણ છે જે ચા વગર સિગારેટ પીતા નથી.

image source

તમને જણાવી દઈએ કે ઘણા લોકોને આદત હોય છે કે સિગરેટ પીધાં બાદ તુરંત જ ચા કે કોફી પીવાનું મન કરે છે. આવું શા માટે થાય છે તેની પર એક રિસર્ચ કરાયું હતું. આ રિસર્ચમાં સામે આવેલી વાત અનુસાર આ માટે તમારા જીન્સ જવાબદાર હોય છે. સિગરેટમાં જે નિકોટિન હોય છે તે શરીરને બૂસ્ટ કરવા માટે વધારેમાં વધારે આ રીતના નશીલા પદાર્થ લેવા માટે મજબૂર કરે છે.

ચા અને સિગારેટનું કોમ્બીનેશન ખૂબ જ જીવલેણ

image source

લોકો સામાન્ય રીતે આવું કરી તો નાખે છે, પરંતુ તમને જણાવી દઈએ કે તાજેતરના સંશોધન મુજબ, એવું બહાર આવ્યું છે કે ચા અને સિગારેટ કોમ્બીનેશન ખૂબ જ જીવલેણ માનવામાં આવે છે. ચા સાથે સિગરેટ પીતાં દરમિયાન બે ખતરનાક પદાર્થ નિકોટિન અને કેફીન એકસાથે નીકળે છે. જે તમારા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. નવા સંશોધનમાં સામે આવ્યું છે કે જો તમે ચા સાથે સિગારેટ પીતા હો તો પછી કેન્સરના બેક્ટેરિયા તમારા પર વધુ ઝડપથી હુમલો કરી શકે છે અને તેનાથી બચવું તમારા માટે ખૂબ મુશ્કેલ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત