પેટ્રોલ પંપ પર તમારી સાથે પણ થતી હશે આ રીતે ઠગાઈ, રાખો સાવધાની…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા વાહનો એ આપણા રોજીંદા જીવનનો એક અભિન્ન અંગ બની ગયા છે. કોઈપણ જગ્યાએ સમયસર પહોંચવા માટે મોટાભાગના લોકો એક અથવા તો બીજી રીતે વાહનોનો સહારો લેતા હોય છે અને મોટાભાગના વાહનો પેટ્રોલ પર જ ચાલતા હોય છે એટલે આપણે અવારનવાર આપણા વાહનમા પેટ્રોલ પૂરવા માટે પેટ્રોલપંપની મુલાકાત લેતા હોઈએ છીએ પરંતુ, આજે અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવીશુ કે, જે અંગે તમે બેદરકાર બનશો તો તમે વિશ્વાસઘાતના શિકાર બની શકો છો, તો ચાલો જાણીએ કઈ છે આ વાતો?

હમેંશા રીઝર્વ પહેલા પેટ્રોલ ભરાવવાની આદત કેળવો :

image source

ખુબ જ ઓછા લોકો આ વાતને જાણતા હશે કે, ખાલી ટેંકમા પેટ્રોલ ભરાવવાથી ગાડીને ઘણુ નુકશાન પહોંચી શકે છે. આનુ સીધુ સાદું કારણ એવુ છે કે, જેટલી ટેંક ખાલી હશે એટલું જ વધારે તેમા હવાનુ પ્રમાણ રહેશે. એવામા જો તમે પેટ્રોલ પુરાવશો તો પેટ્રોલની માત્રા ઓછી મળશે.

ડીજીટલ મીટરવાળા પેટ્રોલ પંપ પર જ પેટ્રોલ પુરાવો :

image source

પેટ્રોલ હમેંશા ડીજીટલ મીટરવાળા પેટ્રોલપંપ પર જ પુરાવવાની આદત કેળવો કારણકે, જુના પેટ્રોલપંપના મશીનોમા પેટ્રોલ ઓછુ આવવાની સંભાવનાઓ ખુબ જ વધી જાય છે અને તમને તે વિશે ખ્યાલ પણ નથી આવતો. એટલા માટે જ આ પેટ્રોલપંપ પર આ જુના મશીનો હટાવીને નવા ડીજીટલ મીટર ઇન્સ્ટોલ કરવામા આવે છે.

પેટ્રોલ પૂરતા સમયે મીટર રોકાઈ-રોકાઈને ચાલવુ :

image source

જ્યારે પણ તમે પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવવા જાવ છો ત્યારે એ વાતની અવશ્ય સાવચેતી રાખવી કે, પેટ્રોલ પૂરતા સમયે મીટર રોકાઈ-રોકાઈને તો નથી ચાલી રહ્યુ ને. અમુક તજજ્ઞોના મત મુજબ જો કોઈ જગ્યાએ આવુ થઇ રહ્યુ હોય તો ગ્રાહકને પેટ્રોલ ઓછુ મળે છે. એટલા માટે આવા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવાથી બચવુ.

પેટ્રોલ પુરાવતા સમયે હમેંશા રાખવી મીટર પર નજર :

image source

મોટાભાગના લોકો પેટ્રોલ પુરાવતા સમયે ગાડીથી નીચે ઉતારીને બીજા કોઈ કાર્યમા વ્યસ્ત થઇ જાય છે અને આ કારણોસર તમે ઘણીવાર છેતરપીંડીનો શિકાર બની શકો છો. માટે જ્યારે પણ તમે પેટ્રોલપંપ પર જાવ છો ત્યારે તમારી નજર હમેંશા પેટ્રોલપંપના મીટર પર રાખવી.

હમેંશા ઝીરો જોઇને જ પેટ્રોલ પુરાવવુ :

image source

ઘણીવાર એવુ બને છે કે, લોકો ઉતાવળમા પેટ્રોલ પુરાવવા માટે જાય છે અને પેટ્રોલપંપ પર મશીનમા ઝીરો છે કે નહિ તે જોતા નથી અને તેનો ફાયદો ઘણીવાર અહીના લોકો ઉઠાવીને તમારી સાથે છેતરપીંડી કરી લે છે, માટે આ અંગે વિશેષ સાવચેતી રાખવી અને હમેંશા પેટ્રોલ પુરાવતા પહેલા મીટરમા ઝીરો અવશ્ય ચેક કરવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત