આ રીતે થાય છે કેદારનાથ મંદિરની રક્ષા, જાણો અજાણી વાતો

ઉત્તરાખંડના પ્રયાગરાજમાં આવેલું કેદારનાથ મંદિર ભક્તોમાં આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શિવ ધરતી પર કલ્યાણ માટે 12 સ્થાનોએ પ્રકટ થયા હતા તેમાંનું એક સ્થાન કેદારનાથ છે. ભગવાન શિવની 12 જ્યોર્તિલિંગના રૂપમાં પૂજા કરાય છે. ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગોમાંથી એક કેદારનાથ પણ છે. સાથે આ 4 પવિત્ર યાત્રા ધામોમાંનું એક છે. દર વર્ષે ભક્તો આ પવિત્ર સ્થળની યાત્રા માટે જાય છે.

image source

માનવામાં આવે છે કે ભગવાન શિવની કૃપા આ મંદિર અને અહીં દર્શન કરવા આવનારા ભક્તો પર બની રહે છે. આ સાથે એવી માન્યતા છે કે આ પવિત્ર મંદિર મહાભારતના પાંડવો દ્વારા બનાવાયું હતું. પછી 8મી શતાબ્દિમાં ઇસ્વીમામં આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા તેને ફરી નિર્માણ કરાયું હતું.

ભગવાન શિવના ઉગ્ર અવતાર છે સંરક્ષક

image source

માનવામાં આવે છે કે જે ભક્ત કેદારનાથ મંદિરના દર્શને આવે છે તેમને ભૈરોબાબાના દર્શન જરૂર કરવા જોઈએ. તેનાથી બાબા પ્રસન્ન થાય છે. માન્યતા છે કે કેદારનાથ મંદિરની રક્ષા આ ભૈરો નાથજી કરે છે. તેમને મંદિરના સંરક્ષક માનવામાં આવે છે. ભૈરોનાથનું મંદિર કેદારનાથના મુખ્ય દ્વારની પાસે છે. તે ભગવાન શિવના ઉગ્ર અવતાર માનવામાં આવે છે.

ભવ્ય છે કેદારનાથ મંદિર

image source

કેદારનાથ મંદિર 6 ફીટ ઉંચા ચોરસ ચબૂતરા પર બનેલું છે. તેના બહારના પ્રાગંણમાં નંદી બૈલ વાહનના સ્વરૂપમાં બિરાજમાન છે. તેની દિવાલો 12 ફૂટ મોટી છે. તેને મજબૂત પત્થરોથી બનાવાયું છે. બાબા કેદારનું આ ધામ કાત્યુહરી શૈલીમાં છે. આ મંદિરની છત લાકડાની બની છે. તેના શિખર પર સોનાનો કળશ છે. આ મંદિરની 3 ભાગમાં વહેચાયં છે. કેદારનાથ ધામને લઈને અનેક કથાઓ પ્રચવિત છે. માનવામાં આવે છે કે પાંડવોએ પણ ભગવાન શિવના એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

સ્કંદ પુરાણમાં કહેવાઈ છે આ વાત

image source

સ્કંદ પુરાણમાં ભગવાન શંકર માતા પાર્વતીના આ સ્થાન વિશે કહે છે કે આ ક્ષેત્ર એટલું પ્રાચીન છે જેટલું હું. મેં આ સ્થાન પર સૃષ્ટિની રચના માટે બ્રહ્માના રૂપમાં પરબ્રહ્મ તત્વને પ્રાપ્રત કર્યું. ત્યારથી આ સ્થાન મારું પરિચિત આવાસ છે. માન્યતા છે કે કેદારનાથમાં જે તીર્થયાત્રીઓ આવે છે તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તે તમામ પાપથી મુક્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ