આ રાજ્યમાં કોરોનાના રાફડો ફાટ્યો, આંકડો સાંભળી ચોંકી જશો

હાલમાં ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમુક રાજ્યમાં કેસો સૌથી વધારે નોંધાય રહ્યાં છે અને જાણે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એવું લાગી રહ્યું છે. આ વાત છે કેરળ રાજ્યની. દેશમાં કોરોનાના કેસ મામલે હવે કેરળની સ્થિતિ ચિંતા વધારી રહ્યું છે. હવે આ રાજ્યમાં અહીં દરરોજ 5-6 હજાર કેસ આવે છે. અહીં મંગળવારે કોરોનાના નવા 6049 કેસ સામે આવ્યા હતા. આ થોડા દિવસો પહેલાં ટોચના સ્થાને ચાલી રહેલા મહારાષ્ટ્રની સરખામણીએ લગભગ ડબલ છે. અહીં મંગળવારે 3106 કેસ નોંધાયા હતા.

જો હવે કુલ કેસની વાત કરવામાં આવે તો કેરળમાં હવે 61 હજાર એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 58 હજાર કેસ છે. એ જ રીતે ભારતમાં મંગળવારે 23 હજાર 880 કેસ નોંધાયા હતા અને 27 હજાર 32 દર્દી સાજા થયા હતા. 329 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, એક્ટિવ કેસમાં 3498નો ઘટાડો થયો છે. દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 99 લાખના કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 96.6૨ લાખ દર્દી સાજા થયા છે અને 1.46 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કુલ 2.87 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ બ્રિટનમાં જોવા મળતા નવા કોરોના સ્ટ્રેનના ફેલાવાને રોકવાની કવાયત તેજ બની છે. છેલ્લા એક મહિનામાં (25 નવેમ્બરથી 22 ડિસેમ્બર) બ્રિટનથી ભારત આવેલા તમામ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર અનુસાર જો વાત કરવામાં આવે તો એક મહિનામાં કુલ 50 હજાર 832 લોકો બ્રિટનથી ભારત આવ્યા છે. સૌથી વધુ 16 હજાર 281 લોકો દિલ્હીમાં ઊતર્યા છે. આ બધા લોકોની શોધખોળ શરૂ થઈ ગઈ છે. મંગળવારે 1500થી વધુ લોકો બ્રિટનથી ભારત આવ્યા હતા, જેમાં 24 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. આ સંખ્યા હજી વધી શકે છે, કેમ કે તમામ લોકોના ટેસ્ટના રિપોર્ટ હજી સુધી આવ્યા નથી.

કોરોનાંની બીજી અપડેટ્સ વિશે જો વાત કરીએ તો તેલંગાણા સરકારે પ્રાઈવેટ લેબમાં RT-PCR કોવિડ-19 ટેસ્ટનો ચાર્જ નક્કી કરી લીધો છે. હવે 500 રૂપિયામાં જ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. જો લેબનો કર્મચારી કોઈના ઘરે જઈને સેમ્પલ લેશે તો આ માટે રૂ. 750 ચાર્જ લઈ શકશે. એ જ રીતે હરિયાણા સરકારે ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ ઓનલાઈન જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, આ તમામ વિદ્યાર્થીઓનું મહિને એસેસમેન્ટ કરવામાં આવશે.

આ સાથે જ વાત કરવામાં આવે તો બ્રિટિશ એરવેજથી આવેલા 199 મુસાફરોનો કોરોના રોપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ માહિતી ડાયગ્નોસ્ટિક લેબ્સના COO ચેતન કોહલીએ આપી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાથી જીવ ગુમાવનાર સિવિક વોલંટિયરના પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. આવા સિવિક વોલંટિયરના પરિવારના એક સભ્યને સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે. ત્યારે આ વાતને લઈ મમતાની ચારેબાજુ ચર્ચા કરવામાં આવી રહી છે અને આ કામને વખાણવામાં આવી રહ્યું છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં 3106 નવા કેસ નોંધાયા છે. 4122 લોકો સજા થયા અને 75 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 19 લાખ 2 હજાર 458 લોકોને સંક્રમિત થયા છે, જેમાં 48 હજાર 876 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 58 હજાર 376 દર્દી હજી સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં 17 લાખ 94 હજાર 80 લોકો સાજા થઈ ચૂક્યા છે.

મંગળવારે ગુજરાત રાજ્યમાં 988 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 1209 લોકો સાજા થયા અને 7 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 2 લાખ 37 હજાર 247 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 11 હજાર 297 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 2 લાખ 21 હજાર 702 લોકો સાજા થયા છે. કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 4248 થઈ છે.

રાજધાની દિલ્હીમાં મંગળવારની સ્થિતિની વાત કરીએ તો 939 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. 1434 લોકો સ્વસ્થ થયા અને 25 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 6 લાખ 18 હજાર 747 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી 5 લાખ 99 હજાર 683 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 10 હજાર 329 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 8735 પર પહોંચી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ