આ રીતે ઓળખો દૂધની મિલાવટ, મિક્સ કરાય છે આ 5 ચીજો

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે દૂધ લાવો છો તેમાં મિલાવટ કરાય છે. દૂધને ખાસ કરીને ઘટ્ટ બનાવવા માટે તેમાં 5 ચીજોને મિક્સ કરવામાં આવે છે. આ મિલાવટ તમારા શરીર માટે ખતરનાક પણ હોઈ શકે છે. રોજ આ મિલાવટ વાળું દૂધ પીવાથી લાંબા ગાળે શરીરને નુકસાન થાય છે.

image source

જ્યારે દૂધમાં મિલાવટ કરાય છે ત્યારે તે સંપૂર્ણ આહાર બનવાના બદલે નુકસાન કર્તા બનવા લાગે છે. આ સાથે તેની શુદ્ધતા પણ ઘટી જાય છે. અનેક વાર દૂધમાં ફ્કત પાણી જ નહીં પણ તેનું પ્રમાણ વધારવા માટે તેમાં કેમિકલ પણ મિક્સ કરવામાં આવે છે. જેના કારણે તમે બીમાર પણ થઈ શકો છો. ખાસ કરીને વધતા બાળકો માટે તેમના વિકાસમાં આ દૂધ બાધારૂપ બની શકે છે. તો જાણો દૂધમાં મિલાવટ છે કે નહીં તેને કઈ રીતે જાતે જ ઓળખી શકાશે.

આ રીતે કરો મિલાવટી દૂધની ઓળખ

પાણી

image source

ઢાળ હોય તેવી જગ્યાએ દૂધના 2-3 ટીપાં નાંખો. જો દૂધ શુદ્ધ છે તો ધીરે ધીરે સફેદ લાઈનની સાથે તે ખસસે. પણ જો દૂધમાં પાણીની મિલાવટ હશે તો તેના કોઈ નિશાન રહેશે નહીં. તે સીધું જ વહી જશે.

સ્ટાર્ચ

image source

લોડીનનું ટિંર અને લોડીન સોલ્યુશનમાં થોડા ટીપાં નાંખો. જો તે બ્લૂ થાય તો સમજો કે તેમાં સ્ટાર્ચ મિક્સ કરાયો છે. તે અસલી દૂધ નથી. તેને પીવાથી નુકસાન થઈ શકે છે.

યૂરિયા

image source

એક ચમચી દૂધને ટેસ્ટ ટ્યૂબમાં નાંખો. તેમાં અડધી ચમચી સોયાબીન અને અરહરનો પાવડર મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરી લો. 5 મિનિટ બાદ એક લાલ લિટમસ પેપર પર તેને નાંખો. અડધી મિનિટ બાદ જો રંગ લાલથી બ્લૂ થાય તો દૂધમાં યૂરિયા મિક્સ કરાયું છે તેમ કહી શકાય છે. આવું દૂધ પીવાથી મોટી બીમારીનો શિકાર બની શકાય છે.

ડિર્ટજન્ટ

image source

એક ચમચી દૂધને ટેસ્ટ ટ્યૂબમાં નાંખો. આ પછી તેમાં પાણી મિક્સ કરીને તેને હલાવો. જો તેમાં ફીણ થાય છે તો તેમાં ડિર્ટજન્ટ મિક્સ કરાયો છે તેમ જાણી શકાય છે. આ સરળ ઉપાયની મદદથી તમે દૂધ ચકાસીને ઉપયોગમાં લેશો તો તમે બીમારીથી બચી શકો છો.

સિન્થેટિક દૂધ

image source

સિન્થેટિક દૂધનો સ્વાદ કડવો હોય છે. આંગળીઓમાં તેને ઘસવાથી તેમાં સાબુ જેવી ફિલિંગ આવે છે અને ગરમ કરવાથી તે પીળું થાય છે. સિન્થેટિક દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોતું નથી. આની તપાસ માટે તમે દવાની દુકાને મળતી યૂરીઝ સ્ટ્રિપનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે મળતી રંગોની સૂચિથી તમે જાણી શકશો કે દૂધમાં કેટલા પ્રમાણમાં યૂરિયા મિક્સ કરાયો છે.

image source

તો હવેથી તમે જ્યાંથી પણ ખુલ્લું દૂધ લાવો છો ત્યારે તમારા દૂધની એકવાર તપાસ અચૂક કરો અને જાણો કે તે જે દૂધ પીવો છો તે અસલી છે કે નકલી. જો તમે એકવાર ચેકિંગમાં તમારું દૂધ યોગ્ય છે એમ જાણી લો છો તો તમારે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. પણ સાથે જ થોડા થોડા સમયાંતરે પરિવારની હેલ્થને ધ્યાનમાં રાખીને તમે દૂધની ક્વોલિટી ચેક કરતાં રહે તે પણ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ