ક્યા નક્ષત્રમાં કઈ બીમારી થઈ શકે છે અને એ બીમારી કેટલા દિવસોમાં ઠીક થઈ જાય એ વિશે જાણો તમે પણ

ક્યાં નક્ષત્રમાં કઈ બીમારી થઈ શકે છે અને તે બીમારી કેટલા દિવસોમાં ઠીક થઈ શકે છે.?

જ્યોતિષ શાસ્ત્રમાં અભિજિત નક્ષત્રને સ્થાન છે નહી અને સ્વાસ્થ્ય સંબંધી વિષયમાં પણ આ નક્ષત્રની ભૂમિકા પર કોઈ ખાસ મહત્વ આપવામાં આવ્યું નથી, ફક્ત મુખ્ય ૨૭ નક્ષત્રોને જ મહત્વ આપવામાં આવ્યું છે. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, ક્યાં નક્ષત્રમાં ક્યાં પ્રકારના રોગ આપને થઈ શકે છે તેની સમય મર્યાદા કેટલી હોઈ શકે છે.

અશ્વિની:

image source

આ નક્ષત્ર અદ્ધારગ્વાત, અનિદ્રા અને મતિભ્રમ વગેરે રોગોને આપનાર હોય છે. જો આ નક્ષત્રમાં કોઈ બીમારી થાય છે તો તે એક દિવસ, નવ દિવસ અથવા પચ્ચીસ દિવસ સુધી રહે છે.

ભરણી:

ભરણી નક્ષત્રમાં તીવ્ર જ્વર, વેદના એટલે કે, દર્દ અને નબળાઈ કે પછી મૂર્ચ્છા થાય છે. જો આ નક્ષત્રમાં કોઈ બીમારી આરંભ થાય છે તો તે ૧૧ દિવસ, ૨૧ દિવસ કે પછી ૩૦ દિવસ સુધી આપને હેરાન કરી શકે છે. જો વ્યક્તિ વિશેષની દશા/ અંતર્દશા પણ ખરાબ છે તો આ નક્ષત્રમાં આરંભ થયેલ બીમારી મૃત્યુ સુધી આપને હેરાન કરી શકે છે.

કૃત્તિકા:

કૃત્તિકા નક્ષત્રમાં ઉદર શુલ, તીવ્ર વેદના, અનિદ્રા તથા નેત્ર રોગ થાય છે. જો આ નક્ષત્રમાં રોગ શરુ થાય છે તો તે ૯ દિવસ, ૧૦ દિવસ અથવા ૨૧ દિવસ સુધી રહે છે.

રોહિણી:

રોહિણી નક્ષત્રમાં માથાનો દુઃખાવો, ઉન્માદ, પ્રલાપ તથા કુક્ષીશુલ આપે છે અને રોહિણી નક્ષત્રમાં રોગ શરુ થયેલ રોગ ૩ દિવસ, ૭ દિવસ, ૯ દિવસ અથવા ૧૦ દિવસ સુધી હેરાન કરે છે.

image source

મૃગશિરા:

મૃગશિરા નક્ષત્રમાં ત્રિદોષ, ચર્મરોગ (ત્વચા રોગ), તથા એલર્જી વગેરે બીમારી થાય છે. મૃગશિરા નક્ષત્રમાં બીમારી થવાથી તે ૩ દિવસ, ૫ દિવસ, ૯ દિવસ સુધી હેરાન કરે છે.

આદ્રા:

આદ્રા નક્ષત્રમાં વાયુ વિકાર થાય છે તથા કફ સંબંધિત રોગ પણ થાય છે. આ નક્ષત્રમાં રોગ શરુ થાય છે તો તે ૧૦ દિવસ અથવા એક માસ સુધી હેરાન કરી શકે છે.

પુનવર્સું:

પુનવર્સું નક્ષત્રમાં કમરનો દુઃખાવો, માથાનો દુઃખાવો કે પછી કીડનીને સંબધિત રોગ વગેરેના રોગ થઈ શકે છે. જો પુનવર્સું નક્ષત્રમાં રોગ થાય છે તો તે ૭ દિવસ અથવા ૯ દિવસ સુધી હેરાન કરી શકે છે.

પુષ્ય:

પુષ્ય નક્ષત્રમાં તીવ્ર તાવ થાય છે, દર્દ તથા અચાનક થતા પીડાદાયક રોગો પણ આપે છે. પુષ્ય નક્ષત્રમાં શરુ થતી બીમારીઓ લગભગ ૭ દિવસ સુધી રહે છે.

image source

આશ્લેષા:

આશ્લેષા નક્ષત્રમાં સર્વાંગપીડા આપનાર હોય છે. આશ્લેષા નક્ષત્રમાં બીમારી કોઈપણ થઈ હોય મૃત્યુ સુધી કષ્ટ આપનાર હોય છે. આ નક્ષત્રમાં જો સ્વાસ્થ્ય વિકાર થાય છે તો તે ૯ દિવસ, ૨૦ દિવસ, ૩૦ દિવસ સુધી હેરાન કરી શકે છે. કેટલીક બીમારી મૃત્યુતુલ્ય પણ સિદ્ધ થઈ શકે છે.

મઘા:

મઘા નક્ષત્ર વાયુ વિકાર, ઉદર વિકાર તથા મોઢાના રોગ સાથે સંબંધ રાખે છે. આ નક્ષત્રમાં શરુ થયેલ રોગ ૨૦ દિવસ કે પછી ૩૦ દિવસ અથવા ૪૫ દિવસ સુધી હેરાન કરી શકે છે.

પૂર્વાફાલ્ગુની:

આ નક્ષત્રમાં કાન સંબંધિત રોગ, શિરોરોગ, જવર તથા વેદના થાય છે. એમાં કોઈ બીમારી થાય છે તો તે ૮ દિવસ, ૧૫ દિવસ, ૩૦ દિવસ સુધી રહે છે અને ક્યારેક ક્યારેક આ બીમારી વધીને એક વર્ષ સુધી હેરાન કરે છે.

image source

ઉત્તરાફાલ્ગુની:

આ નક્ષત્રમાં પિત્તજ્વર, અસ્થિભંગ તથા સર્વાંગપીડા થાય છે. જો આ નક્ષત્રમાં કોઈ બીમારી થાય છે તો તે ૭ દિવસ, ૧૫ દિવસ અથવા ૨૭ દિવસ સુધી હેરાન કરે છે.

હસ્ત:

આ નક્ષત્રમાં ઉદર શુલ, મંદાગ્ની, તથા પેટ સંબંધિત અન્ય કેટલાક વિકારો થાય છે. જો આ નક્ષત્રમાં બીમારી થાય છે તો તે ૭ દિવસ, ૮ દિવસ, ૯ દિવસ અથવા ૧૫ દિવસ સુધી હેરાન કરે છે.

ચિત્રા:

આ નક્ષત્રનો સંબંધ અત્યંત કષ્ટદાયક અથવા દુર્ઘટના જન્ય પીડાઓ સાથે માનવામાં આવ્યો છે. જો આ નક્ષત્રમાં રોગ થાય છે તો તે ૮ દિવસ, ૧૧ દિવસ અથવા ૧૫ દિવસ સુધી હેરાન કરે છે.

સ્વાતિ:

સ્વાતિ નક્ષત્રમાં એવા જટિલ રોગો સાથે સંબંધ રાખે છે જેનો ઝડપથી ઉપચાર થતો નથી. જો એમાં કોઈ બીમારી થાય છે તો તે ૧ દિવસ, ૨ દિવસ, ૫ દિવસ અથવા ૧૦ માસ સુધી હેરાન કરે છે.

વિશાખા:

આ નક્ષત્રમાં વાત વ્યાધિ (વાયુ રોગ) સાથે સંબંધિત રોગ થાય છે, કુક્ષીશુલ, સર્વાંગપીડા વગેરે સાથે સંબંધિત રોગ થાય છે. જો આ નક્ષત્રમાં કોઈ બીમારી થાય છે તો તે ૮ દિવસ, ૧૦ દિવસ, ૨૦ દિવસ અથવા ૩૦ દિવસ સુધી હેરાન કરે છે.

image source

અનુરાધા:

આ નક્ષત્રમાં તીવ્ર તાવ, માથાનો દુઃખાવો તથા સંક્રમક રોગ થાય છે. આ નક્ષત્રમાં થતા રોગ ૬ દિવસ, ૧૦ દિવસ અથવા ૨૮ દિવસ સુધી હેરાન કરે છે.

જયેષ્ઠા:

આ નક્ષત્રમાં કંપન, વિકલતા તથા વક્ષ સંબંધી રોગ થાય છે. આ નક્ષત્રમાં બીમારી થવાથી તે ૧૫ દિવસ, ૨૧ દિવસ અથવા ૩૦ દિવસ સુધી હેરાન થાય છે. ક્યારેક ક્યારેક મૃત્યુદાયક રોગ પણ થઈ જાય છે.

મૂલ:

આ નક્ષત્રમાં ઉદર રોગ, મુખ રોગ તથા નેત્ર રોગો સાથે સંબંધિત છે, આ નક્ષત્રમાં રોગ થવાથી તે ૯ દિવસ, ૧૫ દિવસ અથવા ૨૦ દિવસ સુધી હેરાન કરે છે.

પૂર્વાષાઢ:

આ નક્ષત્રમાં પ્રમેહ, ધાતુક્ષય, દુર્બળતા તથા કેટલાક ગુપ્ત રોગો સાથે સંબંધ રાખે છે. એમાં ઉત્પન્ન થયેલ રોગ ૧૫ થી ૨૦ દિવસ સુધી હેરાન કરી શકે છે અને જો એટલા સમયમાં રોગ ઠીક નથી થતો તો તે ૨ મહિના, ૩ મહિના અથવા ૬ મહિના સુધી હેરાન કરે છે. આ નક્ષત્રમાં થતી બીમારી કોઇપણ હોય તેની પુનરાવૃત્તિ પણ થઈ જાય છે.

ઉત્તરાષાઢા:

આ નક્ષત્રમાં ઉદર સાથે જોડાયેલ રોગ, કટીશુલ અને શરીરના કેટલાક અન્ય દર્દ આપનાર રોગ થાય છે. અ નક્ષત્રમાં થયેલ રોગ ૨૦ દિવસ અથવા ૪૫ દિવસ સુધી હેરાન કરી શકે છે.

શ્રવણ:

આ નક્ષત્રમાં અતિસાર, વિષુચિકા, મૂત્રકુચ્છ તથા સંગ્રહણી સાથે સંબંધ રાખે છે. આ નક્ષત્રમાં થયેલ રોગ વ્યક્તિને ૩ દિવસ, ૬ દિવસ, ૧૦ દિવસ અથવા ૨૫ દિવસ સુધી હેરાન કરે છે.

ઘનિષ્ઠા:

આ નક્ષત્રમાં આમાશય, બસ્તી તથા કીડની સંબંધિત રોગ થાય છે. આ નક્ષત્રમાં થયેલ રોગ ૧૩ દિવસ સુધી રહે છે. ક્યારેક ક્યારેક એક અઠવાડિયું અથવા ૧૫ દિવસ સુધી પણ ચાલે છે.

શતભિષા:

આ નક્ષત્રમાં જવર, સન્નિપાત તથા વિષમ જવર થાય છે. આ નક્ષત્રમાં થયેલ રોગ ૩ દિવસ, ૧૦ દિવસ, ૨૧ દિવસ અથવા ૪૦ દિવસ સુધી હેરાન કરે છે.

પૂર્વાભાદ્રપદ:

આ નક્ષત્રમાં વમન, ગભરામણ, શુલ તથા માનસિક રોગ થાય છે. આ નક્ષત્રમાં થયેલ રોગ ૨ દિવસથી લઈને ૧૦ દિવસ સુધી રહે છે અને ક્યારેક ૨ થી ૩ મહિના સુધી પણ રહે છે.

image source

ઉત્તરાભાદ્રપદ:

આ નક્ષત્રમાં દાંતના રોગ, વાત રોગ તથા જવર સંબંધિત રોગ થાય છે. આ નક્ષત્રમાં થયેલ બીમારી ૭ દિવસ, ૧૦ દિવસ અથવા ૪૫ દિવસ સુધી રહે છે.

રેવતી:

રેવતી નક્ષત્ર માં માનસિક બીમારી વધારે થાય છે, અભિચાર, કેટલાક અન્ય રોગ તથા વાત રોગ પણ આ નક્ષત્ર સાથે સંબંધ ધરાવે છે. આ નક્ષત્રમાં થયેલ રોગ ૧૦ દિવસ, ૨૮ દિવસ અથવા ૪૫ દિવસ સુધી વ્યક્તિને હેરાન કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ