કૌશિકભાઇે વહેંચી કરોડની લોટરીની ટિકિટ, અને મળ્યુ જોરદાર કમિશન, આંકડો જાણીને આવી જશે ચક્કર

1444 કરોડની લોટરી વેચનાર આણંદ જિલ્લાના અલારસા ગામના કૌશિકભાઈ પટેલને મળ્યું અધધ રૂપિયાનું કમીશન

કૌશિકભાઈ પટેલ અમેરિકાના ન્યૂ જર્સી ખાતે એડિસન શહેરમાં પોતાનો ફૂડ સ્ટોર ધરાવે છે. જેનું નામ છે ક્વિક સ્ટોપ. તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે લોટરીઓ વેચવાનું પણ કામ કરે છે. તેમના સ્ટોરમાં તેઓ લોટરીની ટીકીટો ઉપરાંત સ્ક્રેચપ્સ કાર્ડ પણ રાખે છે જે પાંચ ડોલરથી માંડીને ત્રીસ ડોલર સુધીમાં મળે છે તેમાં પણ લોકોને કંઈકને કંઈક ઇનામ મળતા રહે છે.

image source

તાજેતરમાં કૌશિકભાઈના સ્ટોર પરથી ખરીદેલી લોટરીની ટીકીટથી એક વ્યક્તિને જેકપોટ લાગ્યો હતો જે 22000000 ડોલરનો હતો. હવે જો 220 મિલિયન ડોલરને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવા જઈએ તો તેની લગભગ કીંમત 1440 કરોડ રૂપિયા થાય છે. લોટરી જીતનાર વ્યક્તિ તો કરોડો રૂપિયા જીતી જ ગયો છે પણ કૌશિકભાઈને પોતાને પણ આ જેકપોટનું લાખો રૂપિયાનું કમિશન મળ્યું છે. તેમને આ જેકપોટમાંથી 21,00,000 રૂપિયાનું કમીશન મળ્યું છે. જે સ્ટોરના ઓનર અપેક્ષા બેન પટેલના નામનો હતો.

image source

જો કે આ લોટરી કોણે જીતી હતી તે વિષેની જાણકારી કાદચ આપણને ક્યારેય નહીં મળી શકે કારણ કે તાજેતરમાં યુ.એસ.એમાં એક કાયદો બહાર પાડવામાં આવ્યો છે જેમાં લોટરી જીતનાર વ્યક્તિને અજ્ઞાત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા ન્યૂ જર્સીમાં લોટરી જીતનારની ઓળખ બહાર પાડવી જરૂરી હતી પણ હવે જીતનાર વ્યક્તિ આ કાયદા હેઠળ પોતાની જાતને ગુપ્ત રાખી શકશે.

image source

આ લોટરી 2020ની સૌથી મોટરી લોટરી ગણવામાં આવે છે. આ પછીની જે બીજી સૌથી મોટી પ્રાઇઝ જે 1 મિલિયન ડોલરની હતી તે વેસ્ટ વર્જીનીયામાં વેચાઈ હતી. આ પહેલાં 2017માં અમેરિકાના ઓહાયોમાં 375 મિલિયન ડોલરનો જેકપોટ એક વ્યક્તિને લાગ્યો હતો. ઘણા વર્ષો બાદ આટલો મોટો જેકપોટ કોઈને લાગ્યો હતો. આ પ્રકારની લોટરી ટીકીટ અમેરિકાના લગભગ બધા જ રાજ્યોમાં વેચાય છે અને લોકો તેને ઉત્સાહથી રમે છે.

image source

કૌશિક ભઈ યુએસએમાં કુલ ત્રણ આવા મોટા સ્ટોર્સ ધરાવે છે. જેનાથી તેઓ સંપૂર્ણ સંતુષ્ટ છે. તેઓ પોતાના બીજા સ્ટોર્સમાંથી પણ લોટરી વેચે છે. તેમના એડિસન ખાતે આવેલા આ સ્ટોરને લોકો લકી સ્ટોર્સ માને છે કારણ કે અહીંથી ખરીદેલી લોટરી ઘણા બધા લોકોને લાગી છે. તેમણે પોતાના સ્ટોર્સમાં અત્યાર સુધીમાં જેટલી પણ મોટી લોટરીઓ જીતાઈ છે તેના સર્ટીફીકેટ રાખ્યા છે. આ સ્ટોર્સમાંથી લોકો હજારથી માંડીને લાખો કરોડોની લોટરી જીતી ચુક્યા છે.

image source

અમેરિકા તેમજ યુરોપમાં લોટરીનો કોન્સેપ્ટ ઘણો જૂનો છે અને સફળ રીતે આગળ વધતો આવ્યો છે પણ ભારતમાં લોટરી પર લોકો વધારે વિશ્વાસ નથી કરતાં. તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે સૌ પ્રથમ તો લોટરી બહાર પાડતી કંપનીઓ ફ્રોડ હોવાની સંભાવનાઓ ઘણી રહેલી હોય છે. જો કે ભારતમાં પણ કેટલાક લોકો લોટરી રમતા હોય છે અને જીતતા પણ હોય છે પણ જેવી ઘેલછા અમેરિકા અને ઇંગ્લેન્ડમાં લોટરીની છે તેટલી ભારતમાં નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ