બિગ બોસના આ કન્ટેસ્ટન્ટ હાલમાં જીવી રહ્યા છે સાવ અલગ જ જીંદગી, ના મળી પોપ્યુલારિટી

બિગ બોસ એક એવું મંચ છે જ્યાંથી કન્ટેસ્ટન્ટને રાતોરાત પોપ્યુલારીટી મળે છે.

image source

ઘર થી નીકળ્યા પછી કન્ટેસ્ટન્ટ શોહરતની નવી ઊંચાઈઓને અડતા જોયા છે જો કે કેટલાક કન્ટેસ્ટન્ટ એવા પણ રહ્યા છે જેમને બિગબોસ શોનો કોઈ ફાયદો નથી મળ્યો. આજે અમે આપને કેટલાક એવા જ કન્ટેસ્ટન્ટ વિષે જણાવીશું જેમણે બિગબોસમાં ભાગ તો લીધા પછી પણ ગુમનામીની જિંદગી જીવી રહ્યા છે.

image source

અભિનેત્રી રિમી સેન બિગબોસની સિજન ૯માં જોવા મળી હતી. રિમી સેનએ પોતાના કરિયરમાં ‘હંગામાં’, ‘ધૂમ’, ‘બાગબાન’, અને’ગોલમાલ’ જેવી કેટલીક હીટ ફિલ્મો આપી છે. તેમ છતાં રિમી સેનના કરિયર કઈ ખાસ વધારે ચાલ્યું નહિ. જ્યાર પછી રિમી સેનએ બિગબોસમાં પણ ભાગ લીધો પરંતુ રિમી સેનને બિગબોસથી પણ કોઈ ફાયદો મળ્યો નહિ.

image source

મોનિકા બેદી ફિલ્મો સિવાય અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની સાથે પોતાના સંબંધોને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. મોનિકા બેદીએ બિગબોસ સીજન૨માં ભાગ લીધો હતો. બિગબોસની પછી મોનિકા બેદી કેટલીક ટીવી સિરિયલમાં જેવી કે સરસ્વતીચંદ્રમાં જોવા મળી હતી. પરંતુ ત્યાર બાદ ફરીથી મોનિકા બેદી ગાયબ થઈ ગઈ. જો કે હાલમાં તો મોનિકા બેદી ઇવેન્ટ્સ વગેરેમાં જોવા મળી જાય છે.

image source

મોડલ અને અભિનેતા એવા પ્રવેશ રાણાને બિગબોસ સીજન ૩ માં વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરી હતી. બિગબોસ સીજન ૩ માં પ્રવેશ ક્લાઉડિયાની સાથે અફેરને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. વર્ષ ૨૦૧૬ માં પ્રવેશ રાણાએ પોતાની ગર્લફ્રેન્ડ સ્કારલેટ વિલ્સન સાથે મેરેજ કરી લીધા. એક રિપોર્ટ્સ મુજબ, પ્રવેશ રાણા લંડનમાં જ શિફ્ટ થઈ ગયા છે.

image source

અભિનેતા અમર ઉપાધ્યાય સીરીયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ થી ઘર-ઘરમાં મિહિર નામથી પ્રસિધ્ધ થયા હતા. અમર ઉપાધ્યાયે ટીવી થી જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અમર ઉપાધ્યાયે ‘બિગબોસ સીજન ૫’માં ભાગ લીધો હતો. અમર ઉપાધ્યાયને રાતોરાત પોપ્યુલરીટી તો મળી ગઈ પરંતુ અમર તેને સાંભળી શક્યા નહિ.

image source

આકાશદીપ ‘બિગબોસ સીજન ૫’માં જોવા મળ્યા હતા. આકાશદીપ એક સુપરમોડલ રહ્યા છે. આકાશદિપે બોલીવુડમાં ૧૯૯૯ માં આવેલ ફિલ્મ ‘પ્યાર મે કભી કભી’થી ડેબ્યૂ કર્યું હતું. આકાશદીપએ કેટલાક ટીવી શોઝ અને એક તામિલ ફિલ્મમાં પણ કામ કર્યું, જો કે ત્યારપછી આકાશદીપ કઈક ખાસ કમાલ કરટા જોવા મળ્યા નથી.

image source

મોડલ અને અભિનેતા જુલફી સઈદ ‘બિગબોસ સીજન ૨’માં જોવા મળ્યા હતા. ‘બિગબોસ’માં આવતા પહેલા જુલફી સઈદ ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા હતા પરંતુ ત્યારે પણ જુલફી સઈદનું સ્ટ્રગલ ચાલુ રહ્યું. ‘બિગબોસ’ના શોથી જુલફી સઈદને કરિયરમાં કોઈ ખાસ લાભ મળ્યો નહિ. જો કે આજકાલ જુલફી સઈદ ડીજે અને મ્યુઝિશિયન તરીકે કામ કરી રહ્યા છે.

image source

‘બોગબોસ સીજન ૨ ના વિજેતા આશુતોષ બન્યા હતા. આશુતોષ આ ‘બિગબોસ’ શો પહેલા એમટીવી ‘રોડીઝ’ જીતી ચૂક્યા હતા. બે રિયાલિટી શો જીત્યા પછી પણ આશુતોષ ગાયબ થઈ ગયા. કેટલીક રિપોર્ટ્સ મુજબ આશુતોષ લાઇમલાઇટ થી દૂર યુપીના સહરાન પૂર અને દિલ્લીમાં ઢાબા ચલાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ