કરૂણતાનો દીવો બુજાયો, કરચામાંથી મળેલા ડીસાના વૃદ્ધાએ સિવિલમાં લીધા અંતિમ શ્વાસ, જાણો શું હતો સમગ્ર કેસ

થોડા દિવસ પહેલાં ઘોર કળિયુગની નિશાની દર્શાવતો એક કેસ સામે આવ્યો છે. દર્દનાક ઘટનાની વિચલિત કરે તેવી તસવીર પણ વાયરલ થઈ રહી છે. ડીસામાં માની મમતા લજવાઈ હતી અને પરિવારે વૃદ્ધાને કચરામાં રઝળતા મૂક્યાં હતા. ડીસામાં વૃધ્ધાને રાત્રે કચરાના ઢગલામાં મુકી ફરાર થઈ ગયો હતો. હિંદુ યુવા સંગઠન દ્વારા બચાવી લઇ ડીસા અને ત્યાંથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃધ્ધાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં રવિવારે રાત્રે તેણીએ હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા.

image source

જો તેમની છેલ્લે પરિસ્થિતિ શું હતી એના વિશે વાત કરવામાં આવે તો વૃધ્ધાના શરીરમાં લોહી એકદમ ઓછુ રહ્યું હતું અને સેવાભાવી સંગઠનો દ્વારા બે બોટલ તો ચઢાવવામાં પણ આવી હતી. જોકે, શરીર અશક્ત બની ગયું હોઇ સાજા ન થતાં તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતુ. જેમના મૃતદેહને પી. એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. નિયમાનુસારની કાર્યવાહી પુરી થયા બાદ મૃતદેહ સોંપાશે. ઉલ્લેખનીય છે કે ડીસામાંથી થોડા દિવસ અગાઉ કચરાના ઢગલામાંથી વૃધ્ધ મળી આવ્યા હતા. જેમને સેવાભાવી સંગઠનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

image source

જો કે એક વાત એ પણ સામે આવી હતી કે વૃધ્ધાના પરિવારજનો પણ મળી ગયા હતા. જેમનું નામ કમળાબેન બાબુભાઇ પુરબીયા મૂળ મહેસાણા તાલુકાના ઊંઝા તાલુકાના સુરપુરા ગામના અને હાલ ડીસામાં રહેતા બબાભાઇ વાલ્મિકીના પુત્રી હોવાની ઓળખ મળી હતી. પરિવારમાં ચાર સંતાનો છે. જોકે, વર્ષ 2006માં પતિથી છુટાછેડા લઇ તેઓ ડીસામાં જ નવાવાસ વાલ્મિકી વાસમાં તેમના માતા- પિતા અને બહેનના ઘરે રહેવા જતા રહ્યા હતા. તેમના પતિનું 2014માં નિધન થયુ હતુ. હવે 2021માં તેઓનું પણ નિધન થઈ ગયું છે અને સેવાભાવી સંસ્થાઓમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

image source

જ્યારે વૃદ્ધા મળ્યા ત્યારની જો વાત કરીએ તો કણસતી હાલતમાં માજીને એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર મોકલ્યા હતા. પાલનપુર જન સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના જયેશભાઇ સોની, નરેશભાઇ સોનીએ આ માજીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવી સારવારની સઘળી જવાબદારી ઉઠાવી હતી. આ અંગે નિતિનભાઇ સોનીએ જણાવ્યું કે, વૃધ્ધાના પરિવારજનોની શોધખોળ કરવા માટે અમો પ્રયત્નશિલ છીએ. આ અંગે સોમવારે સમાજ કલ્યાણ વિભાગ સહિત પોલીસને જાણ કરાશે. જો કે હવે તેમના મોતના સમાચાર સામે આવતા દુખની લાગણી પ્રસરી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong