કોરોનાની ત્રીજી લહેરને લઈ કેન્દ્ર સરકારના એક્સપર્ટ પણ ગોથે ચડ્યા, ક્યારેક 6 દિવસ તો ક્યારેક કહે છે 6 મહિના

કોરોનાની ત્રીજી લહેરના ઘણા કેસ હવે સામે આવી રહ્યા છે. આ ત્રીજી લહેરને લઈને સતત વિરોધાભાસી કથનો કેન્દ્ર સરકારના એક્સપર્ટ તરફથી આવી રહ્યા છે. હવે આ વાત પર સચોટ માહિતી આપવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ ડો. વીકે પોલ સામે આવ્યા હતા. તેમણે પણ તેના વિશે કોઈ સ્પષ્ટ તારીખ જણાવી નથી. પહેલા રવિવારે કોવિડ વર્કિંગ ગ્રુપની ચીફ એનકે અરોડાએ 6-8 મહિનામાં કોરોનાની બીજી બાજુ આવશે તેવી વાતો કહી હતી. જો કે તે સમયે પણ કેન્દ્ર સરકારના અધિકારીઓના કન્ફ્યુઝન જ હતા.

image source

નીતિ સમિતિના સભ્ય ડો. વીકે પોર્લએ સોમવારે કહ્યું હતુ કે ત્રીજી લહેર કયારે આવશે તેના માટે એક તારીખ નક્કી કહેવી યોગ્ય રહેશે નહીં. વાયરસનો વ્યવહાર નક્કી રહેતો નથી તેથી ફક્ત શિસ્તબદ્ધ રીતે કોરોના નિયમોનુ પાલન જ શક્ય ત્રીજી તરંગને રોકી શકે છે. પોલે વધુમા કહ્યું કે કોઈ પણ તરંગનો આવવાનુ કારણ ઘણા પરિબળો પર આધારિત રહેતુ હોય છે જેમ કે કોવિડથી સંબંધિત જરૂરી કાળજી, ટેસ્ટીંગ, નિયંત્રણની નીતિ અને રસીકરણની ગતિ. આ સિવાય, વાયરસનુ અનિયમિત વર્તન રોગચાળાની દિશા પણ બદલી શકે છે.

image source

આ સાથે તેમણે એ પણ કહ્યુ હતુ કે હવે કોઈ લહેર આવશે કે નહીં તે આપણા પર નિર્ભર છે. આ માટે કોઈ પણ તારીખ આપવી તે યોગ્ય રહેશે નહીં. દરરોજ 4 લાખ નવા કેસ આવી રહ્યા હતા જે હવે 50000 પર આટકે છે. બીજી તરફ પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. આથી જો આ સમયે આપણે કોરોનાના નિયમોનું પાલન કરીએ તો કોઈ પણ તરંગ રોકી શકાય છે. અગાઉ કોવિડ વર્કિંગ ગ્રૂપના વડા ડો.એન.કે.અરોરાએ કહ્યું હતું કે કોરોનાની ત્રીજી તરંગ 6-8 મહિનામાં આવી શકે છે.

image source

આઈસીએમઆર અધ્યયનને જોતા તેમણે આવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ત્રીજી તરંગ આવતા ઓછામાં ઓછા 6 મહિના લાગી છે તેથી અમારી પાસે આટલી મોટી વસ્તીને રસી આપવાની તક છે. ત્રીજી તરંગને લઈને સરકાર દ્વારા જુદા જુદા વિરોધાભાસી નિવેદનો પણ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા એઇમ્સના ચીફ ડો. ગુલેરિયાએ આગાહી કરી હતી કે 6-8 અઠવાડિયામાં ત્રીજી તરંગ આવી જશે. જો કે જે મુજબના કેસો પણ હવે સામે આવી રહ્યા છે. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ વિશે ડો. પોલે કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ વધુ ચેપી છે અને રસીની અસર ઘટાડે છે તેના કોઈ પુરાવા નથી. ડેલ્ટા પ્લસ વેરિયન્ટએ ડેલ્ટાનું પરિવર્તન જ છે.

image source

આ વિશે માત્ર પ્રારંભિક માહિતી જ સામે આવી છે. આ સમયે સામે આવતા સવાલો જેવા કે શું તે વધુ ચેપી છે? શું કોરોનાના ગંભીર કેસનું જોખમ વધારે છે? અથવા તે રસીની અસરને ઘટાડે છે? જે અંગે હાલ અમારી પાસે કોઈ પુરાવા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોવેક્સિનને મંજુરી અપાવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે પોલે કહ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી કોવેક્સિનના કટોકટીના સમયે ઉપયોગ માટે મંજૂરીની પ્રક્રિયા સારી રીતે આગળ વધી રહી છે.

image source

અમે અપેક્ષા રાખીએ છીએ કે તે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. તેમનું કહેવું છે કે સરકાર ફાઈઝર અને મોડર્નાની કોરોના રસીને વહેલી તકે ભારતમાં મંજૂરી મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. બીજી તરફ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે તબીબી વ્યાવસાયિકોને કોરોના વાયરસ રોગચાળાની સંભવિત ત્રીજી તરંગ વિશે ગભરાઈ ન જવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે મુખ્ય ભાર સાવચેતી પર હોવો જોઈએ. સીઆઈઆઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં સિંહે કહ્યું હતું કે કોવિડના ફેલાવને રોકવા માટે તકેદારી જ ત્રીજી લહેરમા રક્ષણ આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong