આ કરોડપતિ વ્યક્તિ મંદિરની બહાર બેસીને માંગે છે ભીખ, વાંચો આ રિયલ સ્ટોરીમાં આ વ્યક્તિને નશો કેવી રીતે લઈ ગયો નાશ તરફ

આ પહેલા ગ્વાલિયર અને હવે ઇન્દોર. ગ્વાલિયરમાં થોડા દિવસો પહેલા એક પૂર્વ પોલીસ અધિકારી ફૂટપાથ પર ભીખ માંગતા મળી આવ્યા હતા. ત્યારે હવે ઇન્દોરમાં એક એવો ભિખારી મળી આવ્યો છે જે પોતે કરોડપતિ છે પરંતુ નશો કરવાની આદતે તેને આ હાલમાં પહોંચાડી દીધો હતો અને તે મંદિર બહાર ભીખ માંગતો કરી દીધો હતો. ઇન્દોર શહેરમાં ચાલી રહેલા ભિખારી મુક્ત અભિયાન અંતર્ગત લોકોએ આ ભિખારીની ઓળખ કરી તેના પરિવારને શોધી કાઢ્યો હતો.

image soucre

નશા થી નાશ સુધીનો આ કિસ્સો ઇન્દોર શહેરનો છે. ઇન્દોર શહેરને બેગર ફ્રી સીટી એટલે કે ભિખારી મુક્ત શહેર બનાવવા એક અભિયાન ચલાવાય રહ્યું છે અને તે અભિયાન અંતર્ગત ગત દિવસોમાં નિરાશ્રિત વૃદ્ધો અને ભિક્ષુક લોકોના પુર્નવાસ માટે કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું.

image soucre

ઇન્દોર શહેરને ભિખારી મુક્ત શહેર બનાવવાના ઉદ્દેશ સાથે એક શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ભીખારીઓને રેસ્ક્યુ કરી પુર્નવાસ કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ કેન્દ્રમાં તેઓને બન્ને સમય સ્વાદિષ્ટ ભોજન અને સાથે ચા નાસ્તો અને જ્યુસ આપવામાં આવે છે. એ ઉપરાંત તેઓનું હેલ્થ ચેકઅપ કરી જરૂરિયાત વાળા લોકોને યોગ્ય સારવાર કરાય છે. જે ભિખારીઓ યુવાન હોય અને જેઓ કોઈક કામ ધંધો કરી શકે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. એમ પણ નક્કી કરવામાં આવ્યું છે કે જે લોકોના પરિવાર હોય તેઓને તેમના પરિવાર સાથે મેળવવામાં આવે. આવા જ એક ભીખારીએ આપેલા એડ્રેસ પર તપાસ કરતા જ્યારે એનજીઓના સદસ્ય તે સરનામે પહોંચ્યા તો તે ઘર અને તેનો પરિવાર જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા.

ભીખારીનો હતો આલીશાન બંગલો

image soucre

એનજીઓના સદસ્યોએ ઇન્દોરના કિલા મેદાન વિસ્તારમાં મંદિર પાસે રમેશ નામના એક વૃદ્ધ ભિખારીને રેસ્ક્યુ કર્યો હતો. રમેશની પૂછપરછ કરતા તેણે પોતાના ઘર પરીવારની વિગત આપી હતી અને એનજીઓના સદસ્યો જ્યારે તે એડ્રેસ પર ગયા તો જાણવા મળ્યું કે રમેશ અસલમાં ભિખારી નહીં પણ કરોડપતિ છે અને તેની પાસે પોતાનો બંગલો અને પ્લોટ પણ છે. બંગલામાં આલીશાન સાજ શણગાર સાથે બધી સુવિધાઓ પણ છે.

પરિવારે તેનો સાથ છોડ્યો

image soucre

એનજીઓના સદસ્યો જ્યારે રમેશના પરિવારને મળ્યા તો જાણવા માલ્યુનકે રમેશ અપરિણીત છે ને તેની સાથે તેનો ભાઈ અને ભત્રીજાઓ રહે છે. રમેશને દારૂ પીવાની લત લાગી ગઈ. શરૂઆતમાં તો પરિવારના સભ્યોએ રમેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ રમેશ ન સુધર્યા એટલે પરિવારે તેની સાથે સંપર્ક બંધ કરી દીધો. ત્યારબાદ રમેશ રોડ પર ભિખારી બનીને ભટકી રહ્યો હતો.

પરિવારે શરત રાખી

image soucre

રમેશના પરિવારે તેની ઓળખ કરી લીધી હતી પરંતુ હજુ પણ તેઓ રમેશને પોતાની સાથે રાખવા તૈયાર નથી. તેઓએ એનજીઓના સદસ્યોને એ વચન પત્ર સોંપી દીધું છે કે જો રમેશ તેની દારૂ પીવાની આદત છોડી દેશે તો પરિવાર તેને સ્વીકારી લેશે.

શિબિરમાં કાઉન્સેલિંગ

image soucre

એનજીઓના એક સદસ્ય રૂપાલીના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા કિલા મેદાન વિસ્તારમાંથી રમેશ યાદવ નામક એક વૃદ્ધને શિબિરમાં લાવવામાં આવ્યા હતા. તેની પાસે પરિવાર અને બંગલો બધું છે અને પારિવારિક રીતે સક્ષમ છે. હાલ તેનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે અને અત્યારે તેણે દારૂ મૂકી દેવાનું આશ્વાસન આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ