જગુઆરની પહેલી ઈલેક્ટ્રિક કાર ભારતમાં થઇ લોન્ચ, કિંમત સાંભળીને આંખો થઇ જશે પહોળી, જાણો આ કારમાં શું છે ખાસિયત

ભારત દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગ્મેન્ટમાં રોકાણ કરવાની સંભાવનાઓ વધી રહી છે તેના કારણે ઘણી બધી આંતરરાષ્ટ્રીય કંપનીઓ હાલમાં ભારતીય બજાર તરફ વળી રહી છે અને નવી કારનું લોન્ચિંગ પણ કરી રહી છે. અન્ય કાર કંપનીની જેમ જ હવે પ્રસિદ્ધ જગુઆર કંપનીનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. જગુઆર કંપનીએ મંગળવારના રોજ ભારત દેશમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર Jaguar I- Pace લોન્ચ કરવામાં આવી છે. Jaguar I- Pace કાર અત્યંત આકર્ષક લુક ધરાવે છે. જગુઆર કંપનીના આ કારની શરુઆતની કીમત ૧.૦૬ કરોડ રૂપિયા (એક્સ- શો રૂમ) નક્કી કરવામાં આવી છે. આ કીમત જગુઆર કંપનીની એસ વેરિયંટ માટે નક્કી કરવામાં આવી છે. આ સાથે જ જગુઆર કંપનીની એસઈ વેરિયંટની પ્રાઈઝ ૧.૦૮ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે જયારે HSE વેરિયંટ કારની કીમત ૧.૧૨ કરોડ રૂપિયા જગુઆર કંપની દ્વારા નક્કી કરવામાં આવી છે.

image soucre

જો આપ જગુઆર કંપનીની આ શાનદાર કાર લેવા માટે બુકિંગ કરાવવા ઈચ્છો છો તો આપે કંપનીની વેબસાઈટ પર જઈને બુક કરાવી શકો છો કે પછી પ્રાઈવેટ ડીલરશિપની પાસે પણ આપ જગુઆર કંપનીની શાનદાર કારને બુક કરાવી શકો છો. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલ કીમતમાં ગ્રાહકને ૫ વર્ષ માટે સર્વિસ પેકેજ, ૫ વર્ષ માટે રોડ સાઈડ આસિસ્ટન્ટ પેકેજ, ૭.૪ કિલોવોટના એસી વોલ માઉન્ટેનની સાથે ચાર્જર અને આ કારની કીમતમાં ૮ વર્ષ કે પછી ૧,૬૦ લાખ કિલોમીટર સુધીની બેટરીની વોરંટી પણ સામેલ કરવામાં આવી છે. ઓટોમોબાઈલ સેક્ટરના એક્સપર્ટસના કહેવા મુજબ, જગુઆર કંપનીની આ કાર ભારત દેશમાં મર્સિડીઝ બેન્ડ ઈક્યુસી ૪૦૦ ની સાથે સાથે આવનાર ઓડી ઈ- ટ્રોન એસયુવીને પણ હરીફાઈ આપી શકે છે. આ કાર માટે કંપનીએ બુકિંગ ગત વર્ષથી શરુ કરી દેવામાં આવ્યું હતું.

Jaguar I- Pace કારના ફીચર્સ.

-જગુઆર કંપનીની ઇલેક્ટ્રિક કારમાં આપને બે મેગ્નેટ સિન્ક્રોનઅસ ઇલેક્ટ્રિક મોટર્સ અને ૯૦ kwh બેટરી પેકની સાથે આપવામાં આવે છે.

image soucre

-આ ઇલેક્ટ્રિક એસયુવી કારમાં ઇલેક્ટ્રિક પાવરટ્રેન ૩૯૪ BHPની સાથે વધારેમાં વધારે પાવર આઉટપુટ અને ૬૯૬ એનએમ જેટલો ટોર્ક ઉત્પન્ન કરે છે.

image soucre

-Jaguar I- Pace કારની ડ્રાઈવિંગ રેંજ લગભગ ૪૭૦ કિલોમીટર જેટલી છે, જગુઆર કંપનીની ઇલેક્ટ્રિક એસયુવી કાર ઝીરોથી ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ ફક્ત ૪.૮ સેકન્ડમાં જ પીકઅપ કરવાની ક્ષમતા ધરાવે છે.

-Jaguar I- Pace ઇલેક્ટ્રિક કારમાં ૭ kw AC ૩ ફેઝ ઓન બોર્ડ ચાર્જ સાથે મળે છે. આ કારને એક રાતમાં જ ફૂલ ચાર્જ થઈ જાય છે.

image soucre

-Jaguar I- Pace કારને ૧૦૦ kw DC ફાસ્ટ ચાર્જરની મદદથી ૧૫ મિનીટમાં જ ૧૨૭ કિલોમીટર સુધી ૭ kw AC ચાર્જની મદદથી ફૂલ ચાર્જ થતા ૧૨.૯ કલાકનો સમય લાગે છે.

-Jaguar I- Pace કારમાં ત્રણ વેરિયંટ એસ, એસઈ અને એચએસઈ વેરિયંટમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારની ડીઝાઈનમાં નવી આઈ- પેસમાં સ્પષ્ટ રીતે તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.

image soucre

આ ઇલેક્ટ્રિકમાં આપને સ્તર મુજબ આપને એસયુવીમાં ૮ વે એડજસ્ટેબલ સીટ્સ ફ્રંટ સીટ, ૧૬- વે હીટેડ અને કુલ ઇલેક્ટ્રિક ડ્રાઈવર અને પેસેન્જર મેમરી ફ્રંટ સીટની સાથે ૨- વે મેન્યુઅલ હેડરેસ્ટ, પાવર જેસ્ચર ટેલગેટની સાથે જ ૨ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, કારમાં મનોરંજન માટે ટચ પ્રો- ડઓ, મેરીડીયન ૩ડી સરાઊંડ સાઉન્ડ સિસ્ટમ, પીવી પ્રો અને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેની પણ સુવિધા આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ