કોરોડોની કમાણી કરતાં આ સ્ટાર્સ ભૂતકાળમાં કરતા હતા સાવ જ સામાન્ય નોકરી..

ફિલ્મી તેમજ ટીવી જગતમાં આપણને બધું બહુ જ સુંદર, રંગીન, રળિયામણું લાગે છે કારણ કે આપણી નજર માત્ર પરદા સુધી જ પહોંચે છે અને પરદા પર જે દેખાય છે તેના પરથી જ આપણે અગણિત ધારણાઓ લગાવી લઈએ છીએ. પણ પરદા પર સરસ મજાના દેખાતા સ્ટાર્સની અહીં સુધી પહોંચવાની સફપ વિષે લોકોને કોઈ જ નિસબત હોતો નથી.

 

View this post on Instagram

 

A post shared by Iamsrk (@arb_srkian) on


તેઓ માત્ર તેમની લોકપ્રિયતા તેમની વૈભવી જીવનશૈલી જોઈને જ બધા ક્યાસ કાઢી લે છે. પણ તેમના આ મુકામ પર પહોંચવા પાછળ કંઈ કેટલાએ પ્રયાસો કરવામાં આવ્યા હોય છે તેની લોકોને ખબર નથી હોતી અથવા ખબર હોય છે તો તેના વિષે વિચારવામાં નથી આવતું. આજે અમે એવા ટેલિવિઝન સ્ટાર્સ વિષે જાણકારી લાવ્યા છીએ જેમણે અભિનય ક્ષેત્રે પગ મુકાત પહેલાં સામાન્ય નોકરીઓ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by AKSHAY KUMAR FANS GROUP🇦 🇰 🇫 🇬 (@akfansgroup) on


ટીવી સુધી કે પછી ફિલ્મો સુધી પહોંચવા માટે તમારે સ્ટ્રગલ તો કરવું જ પડે છે પણ મનોરંજન જગતના દરવાજે ટકોરા દેતા પહેલાં તમારા ખીસ્સામાંથી ઘણાબધા રૂપિયા ખર્ચાઈ જાય છે. અને જ્યાં સુધી તમને અભિનય ક્ષેત્રે કંઈ કામ ન મળે ત્યાં સુધી તમારે ઘર ચલાવવા માટે રૂપિયો તો કમાવો જ પડે છે. તો આ અભિનેતા-અભિનેત્રીઓએ પણ સામાન્ય નોકરીઓ કરીને પોતાનો કઠીન સમય પસાર કર્યો છે.

 

View this post on Instagram

 

#MAKAR SANKRAANTI ALL in a Happy Sankranti mood on the sets 👍😊😀🌅🌅🌅👍😍❤️

A post shared by Shivaji Satam (@shivaaji_satam) on


એસપી પ્રદ્યુમન ઉર્ફે શિવાજી સાટમ

સોની ચેનલ પર છેલ્લા કેટલાએ વર્ષોથી ચાલી આવતી સીઆઈડી સીરીઝના મુખ્ય ચરિત્ર એવા એસીપી પ્રદ્યુમન ઉર્ફે શિવાજી સાટમ એક બેંકમાં કેશિયરનું ખામ કરતા હતા. પણ તેમની અભિનય માટેની લગન તેમને અહીં સુધી ખેંચી લાવી અને એકવાર અભિનય ક્ષેત્રે કામ મળ્યા બાદ તો તેમણે પાછળ વળીને જોયું જ નહીં.

 

View this post on Instagram

 

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on


ઇશિતા ઐયર ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠી

યે હે મુહોબત્તે સિરિયલથી લોકોના હૃદય પર રાજ કરનારી દિવ્યાંકા ત્રિપાઠીએ અભિનય ક્ષેત્રે પગ મુકતા પહેલાં એક રાઇફલ શૂટર હતી. તેણી મધ્યપ્રદેશની એક બ્ચુટી કોન્ટેસ્ટમાં વિનર પણ રહી ચુકી હતી. અને મુહોબત્તેમાં સફળતા મેળવ્યા પહેલાં તેણીએ અન્ય ટીવી સીરિઝોમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover) on


ગુથ્થી ઉર્ફે ઉર્ફે સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર આજે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે તેણે ખુબ જ મહેનત કરી છે. આજે તેની ગણતરી એક ઉચ્ચ કોટીના કોમેડિયનમાં થાય છે. તમને કદાચ યાદ નહીં હોય પણ સુનિલે સિરિયલ કહાની ઘર-ઘરકીમાં સમીર કૌલનું પાત્ર ભજવ્યું હતું. પણ તને તે જાણીને વધારે આશ્ચર્ય થશે કે સુનિલ મનોરંજન દુનિયામાં આવ્યા તે પહેલાં ફ્લાઇટ એટેન્ડન્ટ હતા.

 

View this post on Instagram

 

A post shared by ♥ 🇳 🇦 🇰 🇸 🇭 ♥ (@akshara_naitik_forever) on


નૈતિક સિંઘાનિયા ઉર્ફે કરણ મેહરા

કરણ મેહરાએ ખુબ જ લાંબા સમય સુધી સ્ટાર પ્લસ પર ચાલી રહેલી યે રિશ્તા ક્યા કહેલાતા હે સિરિઝમાં મુખ્ય ચરિત્રનો અભિનય કર્યો પણ છેલ્લા બે વર્ષથી તેણે આ સિરિયલને છોડી દીધી છે. છેલ્લે તે બિગબોસમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કરણે અભિનય ક્ષેત્રે પગ મુક્યો તે પહેલાં તે એક ફેશન ડિઝાઈનર હતો.

 

View this post on Instagram

 

A post shared by Suchir Kalra (@pixelatedsuchir) on


આમ તો તમને ખ્યાલ હશે કે નહીં પણ વિતેલા જમાનાના સુપર સ્ટાર અને સંજય દત્તના પિતા એટલે કે સુનિલ દત્તે આકાશવાણીમાં રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું તો વળી દેવ આનંદે મિલેટરી સેન્સરની ઓફિસમાં પણ કામ કર્યું હતું. આમ ફિલ્મોમાં આવનાર બધા જ અભિનેતા અભિનેત્રીઓ કંઈ ધનાઢ્ય ફેમિલિમાંથી નથી આવતા પણ આપ મેળે પોતાની જગ્યા આ આંખો આંજી નાખતી મનોરંજનની દુનિયામાં બનાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ