કરજણ તાલુકાના આ શિક્ષિકા બાળકોને ઘરે ઘરે જઈને આપી રહ્યા છે શિક્ષણ

કોરોનાકાળમાં ઘણી બધી વસ્તુમાં પરિવર્તન આવ્યું છે. લોકોના ખાન પાનથી લઈને નોકરીમાં પણ ફેરફાર થયો છે. મોટા ભાગના લોકો લોકડાઉનલ દરમિયાન વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તો બીજી તરફ શાળાઓ બંધા હોવાથી ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જો કે ઓનલાઈન ક્લાસની શહેરમાં તો કોઈ તકલીફ નથી પડી રહી પરંતુ ગામડામાં તેની ખુબ અસર થઈ રહી છે. કારણે કે ગામડામાં રહેતા ગરીબ પરિવારના બાળકો પાસે મોબાઈલની સુવિધા નથી હોતી કદાચ કોઈ પાસે મોબાઈલ હોય તો ઈન્ટરનેટની સમસ્યા રહે છે.

શિક્ષિકા પ્રિયતમા બહેને ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો

image soucre

તમને જણાવી દઈએ કે આવી સમસ્યા આવી રહી હતી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેથી પ્રાથમિક શાળામાં. જ્યાં ધોરણ 1 અને 2માં પ્રજ્ઞાવર્ગમાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ શાળાના શિક્ષિકા પ્રિયતમા બહેને ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો. કહેવાય છેને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ. આ ઉક્તીને સાર્થક કરી બતાવી પ્રિયતમાં બહેને. તેમણે કનિજા ગામમાં બાળકોના અભ્યાસ માટે પોતાની સ્કૂટર પર પ્રજ્ઞાનો વર્ગ જ બનાવી દીધો છે.

સ્કૂટરને જ બનાવી દીધો ક્લાસરૂમ

image soucre

આ સ્કૂટર જોતા જ તમને પ્રિયતમાં બહેનની શિક્ષણ પ્રત્યેની ભાવના સમજાઈ જાશે. તેમણે મોપેડ પર વિવિધ ચાર્ટ અને બ્લેક બોર્ડ લટકાવી હરતી ફરતી શાળા બનાવી મેથી ગામના બાળકોને પ્રવૃતિ સાથે ભણતરનો અભ્યાસ કરાવે છે. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં તેમના આ પ્રયત્નની ખુબ પ્રશંશા થઈ રહી છે. ગરીબ બાળકો ભણતરથી વંચિત ન રહે તે માટે તેમણે અનોખી પહેલ કરી છે. આમ જોવા જઈએ તો નાના બાળકો મોબાઈલમાં માતા પિતાની મદદ વગર યોગ્ય શિક્ષણ લઈ શકતા નથી. જો કે ઘણા બાળકોના માતા પિતા આખો દિવસ મજૂરીએ જતા હોય છે તેવામાં બાળકોના શિક્ષણ માટે સમય આપી શકતા નથી.

ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે.

image soucre

પ્રિયતમાબેનના શિક્ષણ કાર્યની જો વાત કરીએ તો તેઓ શાળાના સમય દરમ્યાન ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અને સાથે સાથે કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવે છે અને બાળકોને પણ ફરજિયાત માસ્ક પહેરાવે છે. હાલમાં તેઓ સાચા અર્થમાં ભાર વગરનું શિક્ષણ આપી રહ્યા છે,

હરતી ફરતી શાળા શરૂ કરી

image soucre

તો બીજી તરફ બાળકો પણ તેટલા જ ઉત્સાહથી તેમની પાસે અભ્યાસ કરવા પહોંચી જાય છે. કોરોનાકાળમાં પ્રિયતમા બહેનનો આ પ્રયત્ન ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. જો તમારી કામ પ્રત્યેની નિષ્ઠા હોય તો તમને કોઈ પણ મુશ્કેલી પરેશાન નથી કરી શકતી. આ અંગે શિક્ષિકા પ્રિયતમાબેન કનિજાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં શાળાઓ બંધ છે, ત્યારે સ્માર્ટ ફોન ન હોવાથી ઓનલાઈન શિક્ષણ ન મેળવી શકતા મે હરતી ફરતી શાળા શરૂ કરી છે. જેમાં હું વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઇને શિક્ષણ આપું છું. બાળકોને શાળા બંધ હોય તેવો અહેસાસ થવા દીધો નથી. જેથી પ્રથમ સત્રમાં 90 ટકા જેટલી સફળતા મળી છે. હાલમાં તો આ પ્રિયતમા બહેનની હરતી ફરતી શાળા અનેક બાળકોને શાળા બંધ હોવાનો અને કોરોના મહામારીનો અહેશાસ થવા દેતી નથી. તો બીજી તરફ તેમની આ કામની બધી જગ્યાએ પ્રશંશા થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ