માવા કચોરીથી લઇને આ વાનગીઓ છે રાજસ્થાનની ફેમસ, ત્યાં લટાર મારવા જાવો તો અચુક ચાખજો આ વાનગીઓ

તાજેતરમાં જ બૉલીવુડ સેલિબ્રિટીની રણથંભોરની તસવીરો વાયરલ થઈ હતી જે જોઈને કદાચ તમારા મનમાં પણ રાજસ્થાન ફરવા જવાની ઈચ્છા થઈ હશે. જો સાચે જ તમારે રાજસ્થાન ફરવા જવું હોય તો ધ્યાન રાખજો કે તમે ફક્ત રાજસ્થાનના ઇતિહાસ અને વારસાને જાણવા જ નથી જતા. પરંતુ તમે જાણો છો તેમ શિયાળો શરીર બનવવાની ઋતુ છે અને આ સમયે રાજસ્થાનના સ્થાનિક ફૂડનો ચટાકો તમારી રાજસ્થાન યાત્રાને યાદગાર બનાવી શકે છે.

image source

રાજસ્થાનના ફૂડનો સ્વાદ એટલો મજેદાર છે કે તેનો સ્વાદ તમને લાંબા સમય સુધી યાદ રહે છે. તો ચાલો આજના આ આર્ટિકલમાં આપણે રાજસ્થાનના સ્થાનિક ફૂડ વિશે જાણીએ.

રાબડી

image source

રાજસ્થાન ફરવા માટે જાવ તો તમે ત્યાંની રાબડી અચૂક ખાજો. રાજસ્થાનની સ્થાનિક બોલીમાં તેને રાબ પણ કહેવામાં આવે છે. રાબડીને બાજરા કે મકાઈને છાશમાં ઉકાળીને બનાવાય છે. આ રાજસ્થાનની હેલ્થી અને ટેસ્ટી ડિશ પૈકી એક ગણાય છે. શિયાળાની સિઝનમાં આનું સેવન કરવાથી શરદી નથી થતી. તેમાં ઘી, આદુ અને અમુક લોકો ગોળ પણ ઉમેરે છે. તેના સેવનથી શરીરમાં આયરન મળે છે અને ભૂખ પણ સંતોષાઈ જાય છે વળી, તે પચવામાં પણ હળવું છે.

કેર સાંગરી

image source

કેર સાંગરી માત્ર રાજસ્થાનમાં જ મળે છે એટલા માટે રાજસ્થાન જાવ ત્યારે કેર સાંગરી અવશ્ય ચાખજો. તેને શાકભાજી તરીકે પણ ખાવામાં આવે છે અને તેનો સ્વાદ ખટમીઠો હોય છે. કેર બોર જેવા હોય છે જ્યારે સાંગરી સરગવાની શીંગ જેવી લાંબી હોય છે. આનું મુખ્ય મથક જેસલમેર અને બાડમેર છે. તેલ અને ગરમ મસાલા સાથે બનાવવામાં આવતી કેર સાંગરીના શાકને બાજરાના રોટલા અને છાસ સાથે પીરસવામાં આવે છે.

બેસન ગટ્ટા

image source

જો તમે રાજસ્થાનની કોઈ રેસ્ટોરન્ટમાં રાત્રીના ડિનર માટે ઓર્ડર આપી રહ્યા છો તો તમે પનીરના સ્થાને બેસન ગટ્ટાનો ઓર્ડર જરૂર આપજો. રાજસ્થાનના બેસન ગટ્ટા બહુ જ સ્વાદિષ્ટ હોય છે. બેસનના ગોળ ગોળ ગટ્ટા અને દહીં યુક્ત મસાલેદાર ગ્રેવીનું કોમ્બિનેશન ખરેખર યાદગાર બની રહેશે. બેસન ગટ્ટાને રોટી અને ચાવલ કોઈપણ સાથે સર્વ કરવામાં આવે છે.

માવા કચોરી

image source

રાજસ્થાનમાં લોકો માવા કચોરી ખાવાનું ખૂબ પસંદ કરે છે. દેશ દુનિયામાં લોકો તીખી ચટણી સાથે બટેટા અને ડુંગળીની કચોરી ખાય છે જ્યારે રાજસ્થાનમાં સ્થાનિક સહિત ફરવા આવતા પર્યટકો માવાની મીઠી કચોરી ખાય છે. ખાસ ઉત્સવ કે તહેવાર નિમિત્તે પણ રાજસ્થાનના લોકો ઘરમાં આ માવા કચોરી બનાવે છે. એ સિવાય આ કચોરી અલ્પાહાર તરીકે ઓન ખવાય છે અને મોટાભાગની ફરસાણની દુકાનોમાં મળી રહે છે.