દરેક વ્યક્તિ તેના જીવનમાં દરેક પ્રકારના સુખ ભોગવવા ઈચ્છે છે. આ ઈચ્છા પુરી થાય તે માટે તે અનેક પ્રયત્નો પણ કરે છે. પરંતુ સફળ થવા માટે અનેક પરીક્ષામાંથી પસાર થવું પડે છે. વ્યક્તિના જીવન પર ગ્રહ નક્ષત્રોનો પણ ભારે પ્રભાવ પડે છે. આ તમામ વચ્ચે પોતાની સ્થિતિને સકારાત્મક બનાવી રાખવા માટે તમારે ગ્રહોના પ્રભાવ પર પણ ધ્યાન દેવાની જરૂર પડે છે.

ગ્રહની દશા બદલે છે ત્યારે તેની અસર પણ દરેક વ્યક્તિ પર થાય છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાયો તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપાયો કરવાથી જાતકો પોતાની સ્થિતિને સકારાત્મક બનાવી રાખે છે અને ગ્રહોથી પડતા પ્રભાવને પણ લાભકારી બનાવી શકાય છે.

તો ચાલો તમને પણ જણાવીએ કેટલાક સરળ ટોટકા અથવા ઉપાયો વિશે કે જેની મદદથી તમે આર્થિક સુખ, સમૃદ્ધિ અને જીવનમાં શાંતિ મેળવી શકો છો. આ ઉપાયો લોટની મદદથી કરી શકાય છે. આ ઉપાય કરવામાં એકદમ સરળ છે અને તેને કરવાથી સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે.
નોકરી કે વ્યવસાય સંબંધિત ઉપાય

જો જીવનમાં નોકરી કે વ્યવસાય સંબંધિત સમસ્યા હોય અને તેનો ઉપાય કરવો હોય તો રવિવારના દિવસે લોટમાં ગોળ ઉમેરી મીઠી પુરી બનાવો અને ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યા દૂર થાય છે. તેનાથી સૂર્ય મજબૂત થાય છે અને આવકના સાધનની સમસ્યા ઓછી થાય છે.
શનિની વર્કદ્રષ્ટિમાં સુધારો કરવાના ઉપાય

વ્યવસાયમાં સમસ્યા આવવાનું એક કારણ શનિની વક્રદ્રષ્ટિ પણ હોય છે. તેના માટે શનિને મજબૂત કરવા માટે એક મોટી રોટલી બનાવો તેના પર સરસવનું તેલ ચોપડો અને કુતરાને ખવડાવો. તેનાથી કરજ અને આર્થિક સમસ્યાથી મુક્તિ મળશે અને વ્યવસાય પણ વધવા લાગશે.
આર્થિક સ્થિતિ મજબૂત કરવાના ઉપાય

સાફ લોટ લઈ તેમાં હળદર ઉમેરી બરાબર ગુંથી લેવો અને નાના નાના લુઆ તેમાંથી બનાવવા. આ ઉપાય ગુરુવારના દિવસે કરવાનો રહેશે. આ લોટને કોઈ ગાયને ખવડાવી દેવો. આ ઉપાય કરવાથી ગુરુની કૃપા દ્રષ્ટિ તમારા પર વધશે અને સમૃદ્ધિનું કારણ બનશે. આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિ થશે અને ઘરમાં ધન ટકશે.
પરિવારમાં સુખ-શાંતિ રાખવા માટે

શનિવારે 100 ગ્રામ ચણા, 11 પાન તુલસીના અને 2 તાંતણા કેસર સાથે ઘઉં પીસી લેવા. આ લોટનો ઉપયોગ પરિવારના ભોજનમાં કરવો. તેનાથી ક્લેશ દૂર થાય છે અને પરીવાર વચ્ચેનો ક્લેશ દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!