જોઇ લો તસવીરોમાં રવિન્દ્ર જાડેજાનું આલિશાન ફાર્મ હાઉસ, જેમાં આ રીતે સાચવે છે ધોડાને

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાને કોઈ ઓળખાણની જરૂર નથી. તે ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ જ જાણીતા ખેલાડી છે. રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બરે 1988ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના આ ગુજરાતી ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો એમની સ્ટાઇલના સૌ કોઈ દિવાના છે એટલું જ નહીં તેમનો રાજાશાહી ઠાઠ પણ લોકોમાં લોકપ્રિય છે. પરંતુ આજે અમે તમને રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસની કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

રવિન્દ્ર જાડેજા પોતાનું એક ફાર્મ હાઉસ ધરાવે છે. આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ પણ છે. જ્યારે રવિન્દ્ર જાડેજા ક્રિકેટથી દૂર હોય છે ત્યારે તે પોતાના આ ફાર્મ હાઉસમાં મિત્રો સાથે મજા માણતો જોવાં મળે છે.રવિન્દ્ર જાડેજાને ઘોડા પાળવાનો શોખ છે. જાડેજાના ફાર્મ હાઉસ પર અડધો ડઝનથી વધારે ઘોડા-ઘોડી છે. એટલા માટે જ તેને પોતાના ફાર્મ હાઉસ ઉપર એક જ નાનું સ્ટર્ડ ફાર્મ બનાવી રકહ્યું છે. જેમાં એકથી એક ચડિયાતી જાતિના ઘોડા છે. જ્યારે જયારે રવિન્દ્ર પોતાના ફાર્મ હાઉસ ઉપર હોય છે આ ઘોડાની દેખરેખ તે જાતે જ કરવાનું પસંદ કરે છે.તે ક્રિકેટ ન રમતો હોય ત્યારે ફાર્મ હાઉસમાં ઘોડા સાથે સમય વિતાવે છે. રવિન્દ્ર જાડેજા પોતે જ કહ્યું હતું કે. તેને કાર-બાઈકની સવારી કરતા ઘોડે સવારીનો ખુબ જ શોખ છે. જાડેજા અવાર-નવાર પોતાના ફાર્મ હાઉસ પર આવતો રહે છે.

રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસના મેઇન ગેટ પર RJ (રવિન્દ્ર જાડેજા) લખેલું છે.જાડેજાએ રીવાબા જાડેજા સાથે લગ્ન કર્યા છે. તે પોતાની પત્ની સાથે પણ આ ફાર્મ હાઉસમાં આવીને સમય વિતાવતો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા હંમેશા તેની રજવાડી સ્ટાઈલના કારણે ચર્ચામાં રહેતો હોય છે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજા અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. ત્યારે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે પોતાનો જલવો બતાવ્યો છે. ક્રિકેટના મેદાનમાં જાડેજા ઘણીવાર તલવારબાજી કરી ચૂક્યો છે.

જાડેજાએ વર્ષ 2009માં શ્રીલંકા સામેની વન ડે મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વડેબ્યુ કર્યું હતું. વિરાટ કોહલીએ 2008માં અન્ડર 19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે જાડેજા તે ટીમનો સભ્ય હતો. .

આ ઉપરાંત ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ગાડીઓનો પણ ઘણો શોખ છે અને એટલે એ અનેક લક્ઝરી કારના માલીક છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ જામનગરમાં પોતાનું નવું વૈભવી ઘર બનાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘરની કિંમત પણ કરોડોમાં છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!