અમદાવાદમાં સંબંધો લજવાયા, પુત્રની માતા રોજ પુત્રના ઘરે પ્રેમી સાથે અંધારી રાત્રે આવતી અને પછી…પૂરી ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો સાવ ‘આવું’

અમદાવાદમાં એક શરીર સુખનો નવો જ કિસ્સો સામે આવ્યો છે. જો કે આ પહેલાં પણ આવા કિસ્સા સામે આવતા રહે છે પરંતુ આ કેસમાં કંઈક અલગ જ ઘટના બની છે. તો આવો ગોતાના આ કિસ્સા વિશે વાત કરીએ. બન્યું એવું કે ગોતામાં ૨૯ વર્ષીય પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો આ કેસ છે. યુવતીની સૂસાઇડ નોટ પણ મળી આવી છે અને જેમાં સાસરીવાળાના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. હવે આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.

image source

આ અંગે પરિણીતાના પિતાએ સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ કેસમાં માત્ર આપઘાતની વાત નથી. કારણ કે જ્યારે તપાસ કરી ત્યારે સમગ્ર વાત બહાર આવી હતી. તો જાણે એમ બન્યું કે ઘાટલોડીયામાં રહેતી યુવતીના એરેન્જ વિથ લવ મેરેજ ગોતામાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ જ સાસરીવાળા યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા અને છોકરી કંટાળી ગઈ. પછી પરિણીતાના સસરાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું.

જો કે આ કેસમાં એવું પણ બન્યું કે પતિ ખોટું બોલ્યો હતો. કારણ કે લગ્ન પહેલા પતિએ શાહીબાગમાં મકાન હોવાનું કહ્યું હતું. જોકે, યુવતીને પછી ખબર પડી હતી કે, તેના સાસુને જેની સાથે અનૈતિક સંબંધ છે તેની સાથે મકાન ભાગમાં રાખેલું છે તેમજ રોજ રાત્રે સાસુ મોડા આવતા હતા અને રાત્રે ત્યાં જ રોકાતા હતા. એમાં પણ જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તો સાસુનો ત્રાસ હતો એના કરતાં પણ વધી ગયો હતો. જેથી તેણે પતિ સાથે અલગ રહેવાનું નક્કી કર્યું હતું. અલગ રહેવા સામાન શિફ્ટ કરવા યુવતીની માતા અને બહેન પણ ઘરે આવ્યા હતા. આ સમયે સાસુએ યુવતીને અશ્લીલ ગાળો આપી.

image source

જો કે આવો સમય આવે ત્યારે ખરેખર પતિએ પત્નીનો સાથ આપવો જોઈએ. પરંતુ પતિએ પણ માતાનો પક્ષ લઈને ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જો કે, પિતા સમજાવી ફરી તેને સાસરે મૂકી ગયા હતા. આ પછી પતિએ એબોર્શન કરાવી નાંખ્યું હતું અને પછી પણ ઝઘડો કરતો હતો. હવે યુવતીની પણ સહન કરવાની હદ પુરી થઈ જતી હતી. જેથી આખરે પતિ અને સાસરીવાળાથી કંટાળી યુવતીએ ફિનાઇલ પી લીધું હતું. એટલું જ નહીં, સાસુનો પ્રેમી પણ તેમની સાથે રહેતો હોવાથી ઝઘડા થતાં હતા. આટલું ઓછું હોય તેમ દિયરને દેવું થઈ જતાં યુવતીના ઘરેણા વેચી દેવું ભર્યું હતું. તેમજ દેહજમાં 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઘટના 10 જુલાઈના રોજ બની હતી અને હવે લોકો આવા પરિવાર પર થૂ થૂ કરીને ફિટકાર વરસાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong