OMG: એક શરીરમાં બે કોરોના!

કોરોનાના ઘટતા કેસને જોઈ રાહત અનુભવતા લોકો ની ચિંતામાં ફરીવાર વધારો થઇ શકે છે. બેલ્જિયમ થી સામે આવેલા એક કેસ ના કારણે દુનિયાભરના નિષ્ણાંતો ચિંતામાં પડી ગયા છે. અહીં 90 વર્ષની એક મહિલામાં એક જ સમયે કોરોના ના બે અલગ અલગ વેરિયન્ટ જોવા મળ્યા. એક જ સમયે કોઈ વ્યક્તિ કોરોના ના બે વેરિયન્ટ થી સંક્રમિત થયા નો આ દુર્લભ કેસ છે. આ કેસ સામે આવ્યા બાદ નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો ત્રીજી લહેર આવે તો સંક્રમણ સામે લડવું મુશ્કેલ થઇ શકે છે.

image soucre

એક તરફ દુનિયાભરના દેશો માટે ડેલ્ટા વેરિએન્ટ મુશ્કેલીનું કારણ બન્યો છે. તેવામાં આ ખબર સામે આવી છે કે બે અલગ અલગ વેરિયન્ટ થી સંક્રમિત થયા બાદ બેલ્જિયમની એક મહિલાનું પાંચ દિવસમાં મોત પણ થઇ ગયું. નિષ્ણાતોના જણાવ્યાનુસાર 90 વર્ષની આ મહિલા એક જ સમયે આલ્ફા અને બીટા વેરિયન્ટ થી સંક્રમિત થઈ હતી. જાણવા એમ પણ મળ્યું છે કે આ મહિલાએ કોરોના ની રસી લીધી ન હતી. જેના કારણે તેની સ્થિતિ સુધરવાને બદલે બગડતી જ રહી અને પાંચ દિવસમાં તેનું મોત થઈ ગયું.

image source

હોસ્પિટલમાં મહિલાનો કોરોના ટેસ્ટ થયો હતો જે પોઝીટીવ આવ્યો. શરૂઆતમાં તો મહિલાનું ઓક્સિજન લેવલ સારું હતું. પરંતુ થોડા દિવસમાં તેની તબિયત ઝડપથી બગડવા લાગી અને પાંચમા દિવસે તેને હોસ્પિટલમાં દમ તોડી દીધો. ત્યારબાદ હોસ્પિટલ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે મહિલા કયા વેરિએન્ટ થી સંક્રમિત હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે મહિલાને એક નહીં પરંતુ બે વેરિએન્ટમાં સંક્રમણ થયું હતું. ઉલ્લેખનીય છે કે આલ્ફા વેરિએન્ટ બ્રિટનમાં જોવા મળ્યું હતું જ્યારે બિચારી અને દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો.

image source

મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે કોરોનાના સહ સંક્રમણ નો પહેલો કેસ છે જેમાં દર્દીના શરીરમાં બે પ્રકારના વેરિયન્ટ જોવા મળ્યા. આ કેસ ચિંતાનો વિષય છે અને તેને ગંભીરતાથી લેવો જોઈએ. આલ્ફા અને બીટા વેરિએન્ટ પહેલાથી જ બેલ્જિયમમાં હતા. પરંતુ પહેલી વાર એવું થયું કે એક મહિલાના શરીરમાં આ બંને વેરિયન્ટ જોવા મળ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong