OMG: જમીન હડપવા માટે ભગવાનને જ બનાવી દીધા મૃતક, અને પછી બનાવટી પિતા બનાવીને કર્યુ કંઇક એવું કે…

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં જમીન પચાવી પાડવા માટે ભગવાનને જ મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. ભગવાનને પહેલા મૃત જાહેર કરી ત્યારબાદ નકલી દસ્તાવેજો રજૂ કરીને મંદિરની જમીન હડપ કરી લેવામાં આવી હતી. જ્યારે આ બનાવમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી ત્યારે જમીન પચાવી પાડવા માટેના આખા ષડ્યંત્રનો પર્દાફાશ થયો.

ટ્રસ્ટીની ફરિયાદ પર થઈ કાર્યવાહી, નાયબ મુખ્યમંત્રીએ પણ આપ્યા હતા તપાસના આદેશ

આ ષડ્યંત્રની જાણ નાયબ તહેસીલદાર દ્વારા આગળ વધારીને કલેક્ટર સુધી પહોંચાડવામાં આવી હતી જો કે ત્યારે પણ આ બનાવની તપાસ નહોતી થઈ. મંદિરના ટ્રસ્ટીએ વર્ષ 2016 માં તહેસીલ દિવસ દરમિયાન ફરિયાદ પણ કરી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. ત્યારબાદ વર્ષ 2018 માં મંદિરના ટ્રસ્ટી ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા પાસે ગયા અને પોતાની ફરિયાદ જણાવી હતી. દિનેશ શર્માએ આ મામલાની તપાસ કરવા લખનઉના ડીએમને આદેશ કર્યો હતો.

હજુ પણ ચાલી રહી છે વધુ એક તપાસ

હવે વધુ એક તપાસ એ બાબતે પણ થઈ રહી છે કે શું તહેસીલદાર ને જે તે સમયે સીધી રીતે પટ્ટા કરવાની સત્તા હતી કે કેમ ? તે પ્રશ્ન પણ આશંકા ઉપજે તેવો છે.

image source

ભગવાનના નામે છે મંદિરની જમીન

બનાવની વિસ્તૃત વિગત મુજબ દસ્તાવેજમાં એક સામાન્ય વ્યક્તિને કૃષ્ણ ના નકલી પિતા તરીકે દર્શાવ્યા હતા અને બાદમાં એ પણ દેખાડવામાં આવ્યું કે કૃષ્ણનું મૃત્યુ થઈ ગયું છે અને કાયદેસર રીતે તે જમીનનો અધિકાર અને હક તેના નકલી પિતાનો હોવાનું દર્શાવ્યું. તપાસ મુજબ મંદિરની ઉપરોક્ત જમીન ભગવાનના નામે હતી. સામાન્ય રીતે દસ્તાવેજોમાં ભગવાનના વિગ્રહને વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવે છે. અમુક લોકોએ હેરફેર કરીને ભગવાનના નામે કૃષ્ણ નામના વ્યક્તિને દસ્તાવેજમાં જોડી દીધો. બાદમાં સામે આવ્યું કે ફરિયાદ કરનાર મંદિરના ટ્રસ્ટીઓની વાત સાચી છે અને દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી હતી.

image source

ટ્રસ્ટીઓ તરફથી દાખલ કરવામાં આવી અરજી

આ કિસ્સો ઉત્તર પ્રદેશના મોહનલાલ ગંજ કુશમૌરા હલુવાપુરનો છે. અહીં એક મંદિરની જમીનને લઈને વિવાદ થયો.હતો અને મંદિરના ટ્રસ્ટીઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં એમ કહેવામાં આવ્યું હતું કે મોહનલાલ ગંજમાં ખસરા સંખ્યા 138, 159 અને 2161 કુલ રકબા 0.730 હેકટર ક્રુષ્ણરામ નામથી ભગવાનના નામે નોંધાયેલ છે.

image source

100 વર્ષ જૂનું છે મંદિર

ભગવાનના નામ પર 1397 ફસલીની ખતોની સુધી આ નોંધાયેલું રહ્યું. વર્ષ 1987 માં ચકબંધી પ્રક્રિયા દરમિયાન ક્રુષ્ણરામને મૃતક તરીકે દર્શાવી તેના નકલી પિતા તરીકે ગયા પ્રસાદને વારસદાર દર્શાવી નામ જોડી દેવાયું હતું. ત્યારબાદ વર્ષ 1991 માં ગયા પ્રસાદને પણ મૃતક દર્શાવી તેના ભાઈ રામનાથ અને હરિદ્વારના નામો છેતરપીંડી કરીને જોડી દેવામાં આવ્યા. આ નકલી દસ્તાવેજોના આધારે જમીન પણ પચાવી લેવામાં આવી હતી. આ મંદિર વિશે એવું ઓન કહેવાય છે કે મંદિર અંદાજે 100 વર્ષ જુનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!