જોશમાં આવીને કરીનાએ ફાંકા-ફોજદારી કરી નાખી કે-પરણેલા પુરુષોમાં રસ નથી, અને પછી સૈફ સાથે…

કરીના કપૂરને બોલિવૂડની સુંદર અભિનેત્રી તરીકે માનવામાં આવે છે. કરીના કપૂર ખાને તેની આ સફરમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણો બદલાવ જોયો છે. તે બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓમાથી એક છે જેમણે લગ્ન અને સંતાન પછી પણ સફળતાપૂર્વક વાપસી કરી છે. મળતી માહિતી મુજબ કરીનાએ આ વર્ષે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. આ સાથે તે હજી પણ ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. કરીના છેલ્લા બે દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહી છે અને આજે પણ નિર્માતાઓ તેની સાથે ફિલ્મો બનાવવાનું પસંદ કરે છે.

image source

કરીના હવે સૈફની પત્ની છે પરંતુ તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં કરીનાનું નામ ઘણા સ્ટાર્સ સાથે સંકળાયેલું હતું. તેમાંથી એક નામ રિતિક રોશન પણ હતો જેની સાથે કરીનાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. રિતિક અને કરીના ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં સાથે જોવા મળ્યા હતાં. બંનેના કેમિસ્ટ્રી ફેન્સને સ્ક્રીન પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમનો અંદાજ પ્રેક્ષકો ખૂબ પસંદ કરતા હતા. આ પછી આવી જ જોરદાર કેમેસ્ટ્રી ‘યાદેં’ અને ‘મેં પ્રેમ કી દીવાની હૂ’ ફિલ્મોમાં જોવા મળી હતી.

image source

આ દરમિયાન પડદા પર તેમની જોડીનો જાદુ એટલો છવાઈ ગયો હતો કે વાસ્તવિક જીવનમાં પણ બંને વચ્ચે અફેર હોવાની વાતો થતી હતી. લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કરીના રિતિકને ખૂબ પસંદ કરે છે. બેબોને જ્યારે આ બાબતોની ખબર પડી ત્યારે તેણે આ અંગે તેની પ્રતિક્રિયા પણ આપી હતી. રિતિક રોશન તે સમયે સુઝેન ખાનનો પતિ હતો. તે તેના લગ્ન જીવનમાં ખુશ હતો. આ દરમિયાન વારંવાર એવા સમાચાર આવ્યા હતા કે કરીના રિતિકના પ્રેમમાં પાગલ છે અને તેના માટે પોતાની કારકીર્દિ છોડવા માટે તૈયાર છે.

image source

આ પછી કરીનાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મને ચિંતા હતી કે આનાથી રિતિકના લગ્નજીવનને ઘણી અસર થશે. કરીનાએ વધુમાં કહ્યું કે મારા માટે તે માત્ર એક પ્રોફેશનલ સમસ્યા હતી જ્યાં આવી અફવાઓ ઘણીવાર સાંભળવા મળે છે. આજે મારું નામ રિતિક સાથે સંકળાયેલું છે આવતી કાલે કોઈ બીજા સાથે પણ જોડવામાં આવશે.

image source

જ્યાં સુધી હું સત્ય જાણું છું ત્યાં સુધી બધું બરાબર છે. આ પછી તેણે કહ્યું કે કૃપા કરીને હવે બસ કરો. મને ક્યારેય પરણેલા પુરુષોમાં રસ નથી. પરણિત પુરુષો મારી કારકિર્દી માટે સમસ્યા બની શકે છે. આ સિવાય રિતિક માટે પોતાની કારકીર્દિ છોડવાની વાત પર પણ કરીનાએ કહ્યું હતું કે રિતિક સાથે મારું નામ જોડવા માટે હું મારી કારકીર્દિ છોડી દઈશ તે વાત ખુબ નવાઈની છે. હું ક્યારેય કોઈ માણસ સાથે આ મારી કારકિર્દી છોડીશ નહીં.

image source

આ સાથે કરીનાએ કહ્યું કે જો ભવિષ્યમાં પણ તેનો પતિ તેને ક્યારેય કામ છોડવાનું કહ્યું તો તે તેને લાત મારી ભગાડી દેશે. કરીના કપૂર ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે છેલ્લે ફિલ્મ ‘ગુડ ન્યૂવ્ઝ’ માં જોવા મળી હતી. આ પછી તેણે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ સિવાય કરીના અન્ય ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળશે. આ સાથે જ રિતિકે ‘કૃષ 4’ની પણ તૈયારી શરૂ કરી દીધી છે. આ સિવાય તે દીપિકા પાદુકોણ સાથેની એક ફિલ્મમાં પણ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong