તારક મહેતાની જૂની સોનુએ ગુજરાતના આ દરિયાકિનારે લગાવી દોડ, નાના એવા કપડા પહેરીને ખેંચ્યુ લોકોનું ધ્યાન, PICS

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ની જૂની સોનું એટલે કે, અભિનેત્રી નિધિ ભાનુશાલી અત્યારે રોડ ટ્રીપની મજા માણવા માટે નીકળી છે. નિધિ ભાનુશાલી સૌથી પહેલા મુંબઈથી નીકળીને ગુજરાતમાં આવી છે. તાજેતરમાં જ નિધિ ભાનુશાલીએ ખડકોની વચ્ચે બેસીને ભોજન બનાવી રહી હતી. ત્યાર પછી નિધિ ભાનુશાલીએ પોરબંદરમાં આવેલ માધવપુર ઘેડનો પણ એક વિડીયો સોશિયલ મીડિયા [પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.

સમુદ્રકિનારે દોડતી જોવા મળી નિધિ.

image source

અભિનેત્રી નિધિ ભાનુશાલી માધવપુર ઘેડના સમુદ્રકિનારે દોડી રહેલ જોવા મળી હતી. નિધિ ભાનુશાલીએ આ વિડીયોને શેર કરીને જણાવ્યું હતું કે, સુર્યાસ્તના જુદા જુદા રંગ. વરસાદમાં સુર્યાસ્તની અલગ જ ખુબસુરતી જોવા મળે છે. સૂર્ય અસ્ત થાય તેની પહેલા સૂર્ય વાદળોની પાછળ સંતાઈ જાય છે અને કેટલાક ખુબસુરત રંગો આકાશમાં વિખેરી દે છે. આકાશમાં જ્યાં સુધી અંધારું ના થાય ત્યાં સુધી આખું આકાશ ખુબસુરત રંગોથી રંગાઇ જાય છે.
આની પહેલા નિધિ ભાનુશાલી ખડકોની વચ્ચે ભોજન બનાવી રહી હતી.

આની પહેલા અભિનેત્રી નિધિ ભાનુશાલીએ પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. નિધિ ભાનુશાલી દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયોમાં નિધિ ભાનુશાલી સમુદ્ર કિનારે ખડકોની વચ્ચે બેસીને ગેસ સ્ટવ પર પોતાના માટે ભો

image source

જન બનાવી રહી હતી. આ સાથે જ નિધિ ભાનુશાલીની સાથે એક ડોગી પણ જોવા મળ્યું હતું.

નિધિ ભાનુશાલીની આ રોડ ટ્રીપ બેથી ત્રણ મહિના સુધી ચાલે તેવી સંભાવના છે.

image source

અભિનેત્રી નિધિ ભાનુશાલીની માતા પુષ્પા ભાનુશાલી સાથે divyabhaskar.comની સાથે વાત કરી હતી. પુષ્પા ભાનુશાલીએ જણાવ્યું હતું કે, તેમની દીકરી અસલ જીવનમાં ખુબ જ સાહસિક છે. નિધિ ભાનુશાલી પોતાના એક મીટર અને ડોગીની સાથે આ રોડ ટ્રીપ પણ નીકળી છે. નિધિ ભાનુશાલીની આ રોડ ટ્રીપ બેથી ત્રણ મહિના સુધી ચાલી શકે તેમ છે. વધુ જણાવતા પુષ્પા ભાનુશાલીએ જણાવ્યું છે કે, ‘નિધિ ભાનુશાલી પોતાના ડોગ વિના રહી શકતી નથી. એટલા માટે નિધિ પોતાના ડોગને સાથે લઈ ગઈ છે. નિધિએ મને આશ્વાસન આપ્યું છે કે, જેવી રીતે તે પોતાનું ધ્યાન રાખે છે તેવી રીતે જ ડોગનું પણ ધ્યાન રાખશે. નિધિ આ રોડ ટ્રીપ પર મુંબઈથી નીકળી હતી અને તેનો પ્લાન લેહ લદ્દાખ સુધી રોડ ટ્રીપ કરવાનો છે. આ મુસાફરીમાં નિધિ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ વિસ્તાર અને બીચ પર રોકાણ કર્યું હતું અને હવે નિધિ ભાનુશાલી ગુજરાત તરફ આગળ વધી રહી છે. નિધિ ગુજરાતથી નીકળીને રાજસ્થાન થઈને ઉત્તર ભારતના કેટલાક રાજ્યો માંથી થતા હિમાચલ રાજ્ય તરફ આગળ વધશે. નિધિ ભાનુશાલીને આ ટ્રીપમાં ૨ થી 3 મહિના લાગી શકે છે.

રોડ ટ્રીપ માટે ખાસ હોન્ડા WRV કાર ખરીદીને તેને કસ્ટમાઈઝ કરાવી હતી.

image source

પુષ્પા ભાનુશાલીએ વધુ જણાવતા કહ્યું હતું કે, આ રોડટ્રીપ પર નિધિ પોતાની જૂની કાર લઈ જવા ઈચ્છતી હતી નહી એટલા માટે નિધિએ હોન્ડા WRV કાર ખરીદી છે. આ કારને નિધિએ પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરાવી છે. સાચું કહું તો જયારે નિધિએ મને આ રોડ ટ્રીપ વિષે વાત કરી તો મને ખુબ જ ચિંતા થઈ હતી. પણ મને મારી દીકરી પર પૂરણ વિશ્વર છે. ‘તારક મહેતા…’ શો છોડી દીધા બાદ નિધિએ ૫ થી ૬ એડવેન્ચર ટ્રીપ કરી છે. નિધિની આ રોડ ટ્રીપ અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રીપ સાબિત થશે. હું રોજ નિધિની સાથે વાત કરી રહી છું. ‘નોંધનીય વાત છે કે, નિધિ દ્વારા ખરીદવામાં આવેલ હોન્ડા WRV કાર સાધારણ રીતે ૮ થી ૧૦ લાખ રૂપિયાની આવે છે તેમજ તેને કસ્ટમાઈઝ કરાવવાનો ખર્ચ અલગથી કરવાનો રહે છે.

શો ‘તારક મહેતા…’માં ૬ વર્ષ સુધી અભિનય કર્યો છે.

image source

અભિનેત્રી નિધિ ભાનુશાલી જયારે ૧૨ વર્ષની હતી ત્યારે ‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં’ શોમાં સોનુંનું પાત્ર નિભાવવાની શરુઆત કરી હતી. નિધિની પહેલા સોનુંનું પાત્ર ઝીલ મહેતા દ્વારા નિભાવવામાં આવી રહ્યું હતું. ઝીલ મહેતાએ પોતાના આગળ અભ્યાસ કરવા માટે શોને અલવિદા કહી દીધું છે. જયારે નિધિ ૧૮ વર્ષની થાય છે ત્યારે ‘તારક મહેતા શો છોડી દે છે અને અભ્યાસમાં આગળ વધવા માટે શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિ ભાનુશાલીએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં પોતાનો અભ્યાસ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong