કરણ મેહરાની પર્સનલ લાઈફને લઈને રોહન મેહરાએ કહી આ મોટી વાત, જે જાણીને તમે પણ કહેશો OMG!

યે રિશ્તા ક્યા કહલાતા હૈ ફેમ કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલ ચર્ચામાં છે. અભિનેતાની પત્નીએ તેની સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ કરણની સોમવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ સમાચારોની સામે આવ્યા પછી, કોઈ પણ વ્યક્તિ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

વર્ષ 2012 માં બંનેના લગ્ન થયા હતા

image source

નિશા રાવલે પતિ કરન પર તેની સાથે લડાઈ કરવાનો અને હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. નિશા સોમવારે મોડી રાત્રે ગોરેગાંવ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. તેમના લગ્નના 9 વર્ષ બાદ બંને વચ્ચે આવા સમાચારો સામે આવ્યા છે. વર્ષ 2012 માં બંનેના લગ્ન થયા હતા. 2017 માં તેમને એક પુત્ર થયો. જો કે બંનેના પ્રેમથી ભરેલા સંબંધોમાં આટલી કડવાશ કેવી રીતે આવી, તે મોટો સવાલ છે. કારણ કે બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને લગ્ન પહેલાં તેઓ 6 વર્ષથી રિલેશનશિપમાં હતા.

ફક્ત તેમને ખબર છે કે શું ખોટું થયું છે

image source

આવી જ રીતે કરણનો ઓનસ્ક્રીન દીકરો રોહન મેહરા પણ આ વાતને હજમ નથી કરી શક્યો. સ્પોટબોય સાથેની વાતચીત દરમિયાન રોહન મેહરાએ કહ્યું- આ સમાચાર વાંચીને મને ઘણો આઘાત લાગ્યો છે. હું આ બાબતે કંઇ કહેવા માંગતો નથી, તે તે લોકોનું અંગત જીવન છે. ફક્ત તેમને ખબર છે કે શું ખોટું થયું છે.

હું કરણને છેલ્લાં 5-6 વર્ષથી ઓળખુ છું

image source

રોહને આગળ કહ્યું – હું કરણને છેલ્લાં 5-6 વર્ષથી જાણું છું. તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ સારો વ્યક્તિ છે. તે સેટ પરના દરેક લોકોની રિસ્પેક્ટ કરે છે અહિયા સુધી કે ટેક્નિશિયનને પણ ખૂબ જ માન આપે છે, મેં તેમને ક્યારેય ગુસ્સો કરતા જોયા નથી ન તો ઉંચા અવાજે વાત કરતા.

image source

અહિંયા સુધી કે અમે બિગ બોસના ઘરમાં પણ સાથે રહ્યા હતા કે જ્યાં પોતાનો ગુસ્સો કાબૂમાં રાખવો મુશ્કેલ હોય છે. પરંતુ, ત્યાં પણ કરણે હંમેશા શાંતિ જાળવી રાખી હતી. કરણ તેના ઓ-સ્ક્રીન પાત્રની જેમ સારા પતિ અને પુત્ર છે. હું નિશાને પણ મળ્યો છું. તે હંમેશા નિશાને માન આપતો હતો. તે એક સારો વ્યક્તિ પણ છે. તમને જણાવી દઈએ કે રોહને 2015માં ‘યે રિશ્તા ક્યા કહલાતા’ શોમાં નક્ષ સિંઘાનિયા એટલે કે કરણ મેહરાના (નૈતિક)ના પુત્રની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!