અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં જૂનની આ તારીખથી શરૂ થશે ચોમાસું, જાણો તમામ માહિતી એક ક્લિકે

ચોમાસુ શરૂ થવાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ હવામાન વિભાગ દ્વારા જાત જાતની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વખતે હવામાનની ખાનગી સંસ્થાઓ અને હવામાન ખાતા વચ્ચે કેરળમાં ચોમાસું પહોંચવા અંગે મતમતાંતર જોવા મળી રહ્યો છે

image source

પાછલા વર્ષોમાં પૂર્વાનુંમાન અને ચોમાસું પહોંચવાની તારીખ અને ચોમાસું ક્યારે પહોંચ્યું હતું તે અંગે વાત કરીએ તો વર્ષ 2018માં પૂર્વાનુમાન 29 મેનું કરવામાં આવ્યું હતું જ્યારે ચોમાસું શરૂ થયું હતું 29 મેના રોજ, વર્ષ 2019માં પૂર્વાનુંમાન 6 જૂનનું કરવામાં આવ્યું હતું અને ચોમાસુ 8મી જૂને શરૂ થયું હતું, ગયા વર્ષની એટલે કે વર્ષ 2020ની વાત કરીએ તો ચોમાસાનું પૂર્વાનુંમાન 5મી જૂનનું કરવામાં આવ્યું હતું અને ચોમાસુ શરૂ થયું 23 જૂન.
હવે હાલના વર્ષે 2021માં 3 જૂને કેરળમાં ચોમાસું પહોંચવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. કેરળમાં 3 જૂને ચોમાસું શરૂ થશે તો મહારાષ્ટ્રમાં 13મી જૂને ચોમાસું શરૂ થશે.

image source

ગુજરાતમાં 17થી 20 જૂનમાં ચોમાસું શરૂ થશે , કચ્છમાં 28મી જૂને સુધીમાં ચોમાસુ શરૂ થશે , જ્યારે મધ્ય ગુજરાતમાં 23 જૂન અને ગુજરાતના મોટાભાગોમાં 25મી જૂને ચોમાસું પહોંચવાની શક્યતા છે તેમ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

image source

તેમને એમ પણ જણાવ્યું છે કે આ વખતે ચોમાસું સારું જવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને મધ્ય ભારતમાં 106 ટકા જેવો વરસાદ થઈ શકે છે, એટલે ગુજરાતમાં પણ 103થી 106 ટકા જેવો વરસાદ થઈ શકે.

image source

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હાલ જોઈએ તો તા.3થી 5 જૂનમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરના ભાગો, દક્ષિણ ગુજરાત, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અમરેલી, જૂનાગઢના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના રૂપે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આ વખતે છેક પાકિસ્તાનથી લઈને ઉત્તર ભારત, રાજસ્થાન અને દેશના અન્ય ભાગોમાં ભારે ગાજવીજ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે.

image source

ચોમાસુ શરૂ થવા અંગે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે ઉત્તરાખંડમાં હિમાચલના ટોચના ભાગોમાં વાદળ ફાટવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ભારતમાં વીજ પ્રપાતની શક્યતાઓ વધારે રહેશે. એટલે ગુજરાત સહિત દેશના ભાગોમાં જૂન તા.3થી 5માં ભારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી ગાજવીજ સાથે જોવા મળે. અને ધીમે ધીમે ચોમાસુ પુરજોશમાં શરૂ થશે. આ ઉપરાંત ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!