જાણો કરણ જોહરની લવ લાઈફને ડાર્ક સિક્રેટસ, શાહરુખ ખાન સહિત આ 5 સેલેબ્સ સાથે રહી છે અફેરની ચર્ચા.

કરણ જોહરને બોલિવુડના સૌથી ફેમસ અને ચર્ચિત ચહેરો કહેવામાં આવે છે. આજકાલ પણ એ ખૂબ જ ચર્ચામાં રહે છે પણ એકદમ અલગ બાબત માટે. થોડા સમય પહેલા સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ પછી એ ઘણા પ્રકારના વિવાદોમાં ઘેરાઈ ગયા, એમના પર નેપોટીઝમનો સતત આરોપ લાગી રહ્યો છે.

image source

આ પહેલા પણ એમના પર નેપોટીઝમના આરોપ લાગતા રહ્યા છે અને આ મુદ્દા પર હંમેશા ઘણી વાતચીત પણ કરવામાં આવે છે. કરણ સાથે જોડાયેલો અન્ય એક મુદ્દો પણ છે જેના પર સૌથી વધુ ચર્ચા કરવામાં આવે છે એ છે એમની સેક્સુઅલિટી, એમના રિલેશનશિપ અને એમની લવ લાઈફ.
ઘણીવાર એમની સેક્સુઅલિટી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર એમનો ખૂબ જ મજાક પણ ઉડાવવામાં આવે છે પણ કરણ એ વિશે ક્યારેય કોઈ વાત નથી કરતા.આજ સુધી કરણના લવ ઇન્ટરેસ્ટની એક ડાર્ક સિક્રેટ રહ્યું છે. કરણને લઈને ઘણા એવોર્ડ શોમાં મજાક ઉડાવવા આવ્યો, એમનું ઘણા કલાકરો સાતે લવ અફેરની ચર્ચા પણ થઈ પણ કરણ હજી સુધી ખુલીને પોતાની લવ લાઓફ વિશે મીડિયા સાથે ક્યારેય વાત નથી કરી. એવામાં આજે અમે તમને ઉં સેલિબ્રિટીના નામ જણાવવા જઈ રહ્યા છે જેમના લવ અફેરની ચર્ચા કરણ જોહર સાથે થતી હતી.

ટ્વીનકલ ખન્ના.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે કરણ જોહરનો ફર્સ્ટ લવ અન્ય કોઈ નહિ પણ અક્ષય કુમારની પત્ની ટ્વીનકલ ખન્ના હતી. બન્ને એકસાથે એક જ સ્કૂલમાં ભણતા હતા અને સાથે જ મોટા થયા છે. એવામાં કરણ જોહરનું દિલ ટ્વીનકલ પર ફિદા થઈ ગયું હતું. પણ કરણ પોતાના દિલની વાત ટ્વીનકલને કહે એ પહેલાં ટ્વીનકલની લાઈફમાં અક્ષય કુમારની એન્ટ્રી થઈ ગઈ અને એ ટ્વીનકલને પોતાની દુલહન બનાવીને લઈ ગયા. આ વાતની ચર્ચા ખુદ ટ્વીનકલ ખન્નાએ પોતાની બુક મિસેસ ફનીબોનમાં કરી છે. જો કે આજે પણ ટ્વીનકલ અને કરણ સારા મિત્રો છે. કહેવાય છે કે ફિલ્મ કુછ કુછ હોતા હેમા અંજલીવાળું પાત્ર કરણે ટ્વીનકલ માટે જ લખ્યું હતું પણ ટ્વિનકલે ફિલ્મ કરવાની ના પાડી દીધી એ પછી આ રોલ કાજોલે ભજવ્યો.

શાહરુખ ખાન

image source

કરણ અને શાહરુખની ફ્રેંડશીપ પણ ખૂબ જ ગાઢ છે અને બન્ને એકબીજાની ખૂબ જ નજીક છે. આ બન્નેએ સાથે મળીને ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. શાહરુખ અને કરણની આ નજદીકિયોને કારણે આ બન્ને વચ્ચેના સંબંધ પર ઘણીવાર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઘણી વાતો કરવામાં આવે છે. એમને લઈને ઈન્ટરનેટ પર તમને ઘણા જોક્સ પણ મળી જશે.એવોર્ડ ફંક્શનમાં પણ આ બન્નેનો આ વાતને લઈને ઘણીવાર મજાક ઉડાવવામાં આવ્યો છે. એટલે સુધી કે એકવાર તો ખુદ શાહરૂખે કરણના શો કોફી વિથ કરણ શોમાં આના પર જોકે કર્યો હતો. જો કે કરને4 પોતાની બાયોગ્રાફી એન અનસૂટેબલ બોયમાં ચોખ્ખું લખ્યું છે કે શાહરુખ એમના ખૂબ જ સારા ફ્રેન્ડ છે અને એ એમને પોતાના પિતા જેવા માને છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા.

image source

સિદ્ધાર્થ સાથે કરણની ખાસ દોસ્તી પણ બોલીવુડમાં ઘણી ફેમસ થઈ હતી. બન્નેમાં દોસ્તીની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે સિદ્ધાર્થ એમને ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં આસિસ્ટ કરી રહ્યા હતા. એમની વચ્ચે એટલી મિત્રતા થઈ ગઈ હતી કે બન્ને સાથે વેકેશન માટે પેરિસ પણ ગયા હતા. એ પછી જ કરને સ્ટુડન્ટ ઓફ ધ યરમાં સિદ્ધાર્થને મોટો બ્રેક આપ્યો હતો. આ ફિલ્મ પછી સિદ્ધાર્થનો કરિયર ગ્રાફ આગળ વધ્યો હતો. સિદ્ધાર્થનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ પણ નથી.આ બધી વાતોને ધ્યાનમાં રાખીને કરણ અને સિદ્ધાર્થના લવ કનેક્સનની ઘણી ચર્ચા થઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે એ દરમિયાન કરણે જાણી જોઈને આલિયા ભટ્ટ સાથે સિદ્ધાર્થના અફેરની અફવા ફેલાવી હતી જેથી એ સિદ્ધાર્થ સાથેના પોતાના સંબંધને છુપાવી શકે.જો કે પછીથી કોઈ વાતને લઈને આ બન્નેનું પણ બ્રેકઅપ થઈ ગયું. કહેવામાં આવે છે કે કરણને સિડની પર્સનાલિટી ખૂબ જ ગમી હતી એટલે એમને એમની સાથે પ્રેમ થઈ ગયો હતો.

મનીષ મલ્હોત્રા.

image source

ફેશનની દુનિયાનું મોટું નામ, જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે કરણ જોહરનું ખાસ બોન્ડિંગની એક સમયે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચા હતી. બંનેની જોડીને મોસ્ટ સ્પેક્યુલેટેડ જોડી કહેવામાં આવતી હતી. બન્ને એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે. એ કારણે એમના લવ અફેરની ચર્ચા પણ ખૂબ જ થતી હતી. બન્ને એકસાથે મળીને પાર્ટીઓ કરતા હતા. કરણે તો ઘણીવાર વાતો વાતોમાં એ પણ કહી દીધું હતું કે મનીષ સાથે એમનું સ્પેશિયલ બોન્ડિંગ છે પણ બન્નેએ અફેર વાળી વાત ક્યારેય નથી સ્વીકારી અને હંમેશા એ જ કહ્યું કે એ ફક્ત સારા મિત્રો છે.

એકતા કપૂર.

image source

આ નામ સાંભળીને તમને શોક લાગ્યો હશે પણ વર્ષ 2000 દરમિયાન કરણ જોહર અને એકતા કપૂરની રિલેશનશિપને લઈને ખૂબ જ ચર્ચા થઈ હતી. એટલે સુધી કે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે આ બંને જલ્દી જ લગ્ન કરવાના છે પણ એવું કંઈ ન થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!