પેઈન્ટર અને સિંગર બનવાનું હતું સપનું, અને આ કલાકાર બની ગયા ફિલ્મોના જાણીતા ઇન્સ્પેકટર

ડોન, દિવાર અને કાનૂન જેવી ઘણી ઉમદા ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવનાર બોલિવુડના એકટર ઈકતેખાર તો તમને બધાને યાદ જ હશે. એ એક ખૂબ જ સફળ એકટર તો બની જ ગયા હતા પણ ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના પાત્રો સાથે રમવાનો એમને વધુ મોકો નથી મળ્યો કારણ કે એમને મોટાભાગની ફિલ્મોમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર જ ભજવ્યું છે. એવું નહોતું કે એમને આ વાતનો કોઈ ગમ હતો, એ ખૂબ જ ખુશ હતા કે એમને ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરના પાત્ર ભજવવા બદલ યાદ કરવામાં આવે છે.

image source

એકતેખાર એક ખૂબ જ ભણેલા ગણેલા વ્યક્તિ હતા. જાલંધરમાં જન્મેલા ઈકતેખારનું બાળપણ કાનપુરમાં વીત્યું હતું. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી એ લખનઉમાં પેઇન્ટિંગમાં ડિપ્લોમા કરવા જતાં રહ્યાં હતાં. એમને પેઇન્ટિંગની સાથે સાથે ગાવાનો પણ ઘણો જ શોખ હતો. પોતાના આ જ શોખને પૂરો કરવા માટે એ કલકત્તામાં જાણીતા સંગીતકાર કમલ દાસ ગુપ્તાને મળ્યા હતા.

image source

એ સમયે ઈકતેખારની ઉંમર 20 વર્ષની હતી. જ્યારે કમલ દાસ ગુપ્તાએ એમનું ગીત સાંભળ્યું તો એમને ખૂબ જ ગમ્યું ને એમને એમનો સાથે બે ગીતોનો આલ્બમ બનાવી નાખ્યો. હવે દુવિધા એ હતી કે શું કરવું અને શું નહિ કારણ કે આલ્બમ રિલીઝ થયા પછી કમલ દાસ ગુપ્તાએ ઈકતેખારનું નામ ફિલ્મ તકરાર માટે આપી દીધું હતું જેને એમને કબૂલ પણ કરી લીધું હતું. આ ફિલ્મ પછી ઈકતેખારે અન્ય ઘણી ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું. વર્ષ 1942માં એમની અન્ય એક સુપરહિટ ફિલ્મ આવી જેનું નામ હતું જવાબ.

image source

પછી આવ્યો ભાગલા પાડવાનો સમય, જેમાં એમનો આખો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો. ઈકતેખાર કામની શોધમાં મુંબઈ આવી ગયા જ્યાં એમની મુલાકાત અશોક કુમાર સાથે થઈ અને અહીંયાંથી જ શરૂ થયો એમનો નવો સફર. 1950થી 1960ની વચ્ચે ઈકતેખારે લગભગ 70 ફિલ્મોમાં કામ કર્યું.

image source

વર્ષ 1969માં અશોક કુમારે જ ઈકતેખારની મુલાકાત બી આર ચોપડા સાથે કરાવી. જેમને એમને ફિલ્મ ઇત્તફાકમાં કામ કરવાની તક આપી હતી. આ ફિલ્મમાં એમને એક પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ પછી પોલીસનો યુનિફોર્મ એમની સાથે એવો ચોંટી ગયો કે એ પછી લગભગ દરેક ફિલ્મમાં એમને પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર જ મળવા લાગ્યું, જેને નિભાવીને એ ખૂબ જ ખુશ પણ થતા હતા.

image sorce

તમને જણાવી દઈએ કે ઈકતેખારે અમુક ફિલ્મોમાં નેગેટિવ પાત્રો પણ ભજવ્યા છે જેમાં બંદીની, સાવન ભદો, ખેલ ખેલ મેં, એજન્ટ વિનોદ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!