કપૂર પરિવારના આ લોકોને ભાગ્યે જ જાણતું હશે કોઇ, જેમાં ખાસ જાણજો ત્રિલોક કપૂર વિશે કારણકે…

કપૂર પરિવાર ફિલ્મ જગતનો એવો એક પરિવાર છે જેમને ફિલ્મ જગતમાં 93 વર્ષથી શાસન કર્યું છે. પૃથ્વીરાજ કપૂર કપૂરની પાંચ પેઢીઓ બોલીવુડમાં પોતાના અભિનયનો કમાલ બતાવી રહી છે. આજે પણ રણબીર કપુરથી લઈને આદર જૈન સુધી કપૂર પરિવારના ચિરાગ ફિલ્મ જગતમાં પોતાના અભિનયનું પ્રદર્શન કરી રહ્યા છે. કપૂર પરિવારના પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, ઋષિ કપૂર, શશી કપૂર સહિત કપૂર પરિવારમાં ઘણા સભ્યો હંમેશા પોતાના દર્શકોનું મનોરંજન કર્યું. કપૂર પરિવારમાં ઘણા એવા લોકો પણ છે જે આ પરિવાર સાથે સંબંધ ધરાવે છે પણ એમના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

કપૂર ખાનદાનના શમ્મી કપૂર, શશી કપૂર, રણધીર કપૂર, ઋષિ કપૂર, કરિશ્મા કપૂર, રણબીર કપૂરે બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પૃથ્વીરાજ કપૂર જ્યાં ઇન્ડિયન થિયેટરના પહેલા શોધકર્તા છે તો રાજ કપૂર ફિલ્મ જગતમાં દિગગજ અભિનેતા હોવાની સાથે સફહે નિર્દેશક પણ હતા. પણ કપૂર ખાનદાન ફક્ત એટલો જ નથી જેટલો તમને પડદા પર દેખાય છે કે પછી જેટલાને તમે ઓળખો છો. કપૂર ખાનદાન સાથે જોડાયેલા અમુક એવા લોકો પણ છે જેમના વિશે તમે નથી જાણતા પણ એ કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તો ચાલો જાણી લઈએ એવા લોકો વિશે.

ત્રિલોક કપૂર.

image soucre

પૃથ્વીરાજ કપૂરના ભાઈ અને બશ્વેશ્વરનાથ કપૂરના દીકરા ત્રિલોક કપૂર એક કેરેકટર આર્ટિસ્ટ હતા. ત્રિલોક કપૂરે પોતાના કરિયરમાં 18 ફિલ્મોમાં કામ કર્યું.એમને મોટાભાગે ફિલ્મોમાં શિવનો રોલ કર્યો છે. વર્ષ 1950માં આવેલી ફિલ્મ હર હર મહાદેવમાં ત્રિલોકે શિવજીનો રોલ કર્યો હતો. આ ફિલ્મે જ એમને અભિનયની દુનિયામાં અલગ ઓળખ અપાવી.

ઉર્મિલા સિયાલ કપૂર.

image soucre

ઉર્મિલા સિયાલ કપૂર રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરની એકની એક બહેન હતી. પૃથ્વીરાજ કપૂરની દીકરી ઉર્મિલા સિયાલ કપૂરના ખૂબ જ નાની ઉંમરે લગ્ન થઈ ગયા હતા. રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરે કોયલા ખાનદાનના મલિક ચરણજીત સિયાલ સાથે ઉર્મિલા કપૂરનો સંબંધ કરાવ્યો હતો. ઊર્મિલાને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. એમના બાળકોના નામ અનુરાધા સિયાલ, પ્રીતિ સિયાલ અને નમીતા સિયાલ અને જતીન સિયાલ છે. એમના દીકરા જતીન સિયાલ ફિલ્મ અને ટીવીનો જાણીતો ચહેરો છે.

આદિત્ય રાજ કપૂર

imag soucre

શમ્મી કપૂર અને ગીતા બાલીના દીકરા આદિત્ય રાજ કપૂર ફિલ્મજગત અને લાઈમલાઈટથી બિલકુલ દૂર છે. આદિત્યએ પોતાના કરિયરની શરૂઆત કાકા રાજ કપૂરની સાથે એમની ફિલ્મ બોબીથી કરી હતી. એમને કાકા રાજ કપૂરની સાથે સત્યમ શિવમ સુંદરમ, સાજન જેવી ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું છે.

જેનિફર કેન્ડલ કપૂર.

image soucre

વર્ષ 1956માં શશી કપૂરની મુલાકાત જેનિફર સાથે કોલકાતામાં થઈ હતી. ત્યાં એ પૃથ્વી થિયેટર માટે સહાયક મંચ પ્રબંધક અને અભિનેતા તરીકે કામ કરી રહ્યા હતા. સતત મુલાકાતો પછી શશી કપૂર અને જેનિફર કેન્ડલ એકબીજાના પ્રેમમાં પડી ગયા. જો કે જેનિફરનો પરિવાર આ સંબંધથી ખુશ નહોતો. શશી કપૂરની ભાભી ગીતા બલીની મદદથી શશી અને જેનિફરે વર્ષ 1958માં લગ્ન કરી લીધા હતા. શશી કપૂર અને જેનિફરના ત્રણ બાળકો છે જેમનું નામ છે કૃણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર છે. વર્ષ 1984માં જેનિફરનું કેન્સરના કારણે નિધન થઈ ગયું અને ડિસેમ્બર 2017માં શશી કપૂર આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

કંચન કપૂર.

image soucre

શમ્મી કપૂર અને ગીતા બલીની દીકરી કંચન કપૂરના લગ્ન મનમોહન દેસાઈના દીકરા સાથે થયા હતા. કંચન કપૂર અને કેતન દેસાઈને બે દીકરીઓ છે જેમનું નામ પૂજા દેસાઈ અને રાજેશ્વરી દેસાઈ છે.

સંજના કપૂર.

image soucre

શશી કપૂર અને જેનિફર કેન્ડલની દીકરી સંજના કપૂરે બોલિવુડમાં 36 ચૌરંગી લેન, ઉત્સવ, સલામ બોમ્બે અને હીરો હીરાલાલ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. સંજનાએ 1993થી 2012 સુધી પૃથ્વી થિયેટરનો બધો કારભાર સંભાળ્યો હતો. સંજનાના પહેલા લગ્ન નિર્દેશક આદિત્ય ભટ્ટાચાર્ય સાથે થયા હતા. બીજા લગ્ન સંજનાએ વાઘ સંરક્ષણવાદી વાલ્મીકિ થાપર સાથે કર્યા હતા.

કુણાલ કપૂર.

image soucre

શશી કપૂર અને જેનિફર કેન્ડલના દીકરા કુણાલ કપૂરે રમેશ સિપ્પીની દીકરી શીના સિપ્પી સાથે લગ્ન કર્યા હતા. કુણાલ કપૂરે જુનુંન, આહીસ્તા આહીસ્તા વિજેતા, ઉત્સવ, ત્રિકાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે એ લાંબા સમયથી પડદાથી દૂર છે અને એમનું પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે.

કરણ કપૂર

image soucre

શશી કપૂરના નાના દીકરા કરણ કપૂરે બોમ્બે ડાઇંગને એન્ડોર્સ કરીને મોડલિંગની દુનિયામાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. એમને શ્યામ બેનેગલની ફિલ્મ જુનુંનથી અભિનયની શરૂઆત કરી હતી. એ પછી એમને લોહા અને અફસર અને 36 ચૌરંગી લેન જેવી ફિલ્મોમાં કામ કર્યું. જો કે થોડા સમય પછી અભિનય છોડી કરણ કપૂરે ફોટોગ્રાફીમાં પોતાનું કરીયર બનાવી લીધું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong